Saturday, November 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન: પાકિસ્તાની ખૂફિયા એજન્સીને ગુપ્ત માહિતી પહોંચાડનારા બેની ધરપકડ: એકને ISI એજન્ટ...

    રાજસ્થાન: પાકિસ્તાની ખૂફિયા એજન્સીને ગુપ્ત માહિતી પહોંચાડનારા બેની ધરપકડ: એકને ISI એજન્ટ યુવતીએ ફસાવ્યો, બીજો 2012થી સ્થાનિક એજન્ટ તરીકે કરતો હતો કામ

    આમાંથી એક જાસૂસ ISI ના કહેવાથી ઘણી વાર પાકિસ્તાન પણ ગયો હતો અને ભારતની ગુપ્ત માહિતી આપી હતી. તો, બીજો આરોપી જવાન તેલ ઉત્પાદન ક્ષેત્ર એમપીટીમાં તૈનાત હતો. જેને પાકિસ્તાન ISI એજન્ટ યુવતીએ હનીટ્રેપ અને પૈસાની લાલચમાં ફસાવીને ગુપ્ત માહિતી મેળવી હતી.

    - Advertisement -

    રાજસ્થાનમાં પાકિસ્તાની ખૂફિયા એજન્સી ISI માટે જાસૂસી કરતા બે માણસોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ બાડમેરથી 4 શકમંદોને પકડીને જયપુર લઈ ગઈ હતી. તેમની પૂછપરછ બાદ એજન્સીએ બોર્ડર હોમગાર્ડના જવાન સહિત બે લોકોને પકડ્યા હતા. તેઓ ISI માટે સ્થાનિક એજન્ટ તરીકે કાર્ય કરતા કરતા હતા.

    આમાંથી એક જાસૂસ ISI ના કહેવાથી ઘણી વાર પાકિસ્તાન પણ ગયો હતો અને ભારતની ગુપ્ત માહિતી આપી હતી. તો, બીજો આરોપી જવાન તેલ ઉત્પાદન ક્ષેત્ર એમપીટીમાં તૈનાત હતો. જેને પાકિસ્તાન ISI એજન્ટ યુવતીએ હનીટ્રેપ અને પૈસાની લાલચમાં ફસાવીને ગુપ્ત માહિતી મેળવી હતી.

    એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ) એસ. સેંગાથિરે જણાવ્યું કે, રાજસ્થાન સીઆઈડી ઇન્ટેલિજન્સ પાકિસ્તાની ખૂફિયા એજન્સી તરફથી રાજસ્થાનમાં કરવામાં આવતી જાસૂસી ગતિવિધિઓ પર દેખરેખ રાખે છે. આ દરમિયાન એજન્સીને સરહદી વિસ્તાર બાડમેરમાં શિવ લંગો કી ઢાણી, ધારવી કલા ગામના નિવાસી રતન ખાન (52) અને ચિમાણિયોં કી ઢાણી શોભાલા જેતમાલ ગામના નિવાસી પારૂરામ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન ખૂફિયા એજન્સીના સતત સંપર્કમાં હોવાની જાણકારી મળી. એ પછી સીઆઈડી ઇન્ટેલિજન્સ જયપુર દ્વારા તેમની એક્ટિવિટી પર નજર રાખવામાં આવી અને તેઓ જાસૂસી કરી રહ્યા હોવાની શંકા જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

    - Advertisement -

    આરોપી 2012 પાકિસ્તાન જઈ રહ્યો છે

    રાજસ્થાન ઇન્ટેલિજન્સ પોલીસના જણાવ્યા મુજબ, રતન ખાન વર્ષ 2012થી નિયમિતપણે તેના સંબંધીઓને મળવાના બહાને પાકિસ્તાન આવજાવ કરે છે અને ISI માટે જાસૂસી કરે છે. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આઈએસઆઈ એજન્સીઓના સંપર્કમાં રહીને રતન ખાને સરહદી વિસ્તારોની ગુપ્ત માહિતી પોતાના મોબાઈલ ફોનથી તૈયાર કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવાની તાલીમ લીધી હતી. પાકિસ્તાનમાં ટ્રેનિંગ મેળવીને ભારત આવ્યા બાદ પૈસાની લાલચમાં રતન ખાન પાક હેન્ડલરને સંવેદનશીલ ફોટો, વિડીયો અને લોકેશન સહિતની માહિતી પહોંચાડતો હતો. આરોપી પાકિસ્તાની હેન્ડલરથી સતત સંપર્કમાં હતો. તે 20થી વધુ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે.

    હોમગાર્ડનો જવાન હનીટ્રેપમાં ફસાયો

    બોર્ડર હોમગાર્ડમાં ગાર્ડમેનના પદ પર કાર્યરત પારૂરામ નાગાણા કવાસ (બાડમેર) સ્થિત મંગલા પ્રોસેસિંગ ટર્મિનલમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરી રહ્યો હતો. તે પાકિસ્તાની ખૂફિયા એજન્સીની મહિલા હેન્ડલરની જાળમાં ફસાઈ ગયો હતો. આ દરમિયાન તે ટર્મિનલ અને આસપાસના અન્ય પ્રતિબંધિત વિસ્તારના ફોટો, વિડીયો અને લોકેશન વગેરે મહત્વપૂર્ણ માહિતી મોકલતો હતો. પારૂરામ હનીટ્રેપ અને રૂપિયાની લાલચમાં આવીને પોતાના મોબાઈલ ફોનથી તૈયાર કરેલી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપલબ્ધ કરાવતો હતો. આ માટે તેને ઘણી વખત પાક હેન્ડલરે પેમેન્ટ પણ કર્યું હતું.

    આરોપીઓ વિરુદ્ધ જુદા-જુદા કેસ નોંધવામાં આવ્યા

    બંને આરોપીની પૂછપરછ તેમજ ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન દ્વારા એવું સામે આવ્યું હતું કે તેઓ આઈએસઆઈના ઈશારા પર સ્થાનિક એજન્ટ તરીકે કાર્ય કરતા હતા. આરોપીઓ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે અને ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં