Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી: સુરતથી પાકિસ્તાનના ISI માટે જાસૂસી કરતા આરોપીની...

    ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી: સુરતથી પાકિસ્તાનના ISI માટે જાસૂસી કરતા આરોપીની ધરપકડ

    સુરતના ભુવનેશ્વરી નગરમાં રહેતો આ વ્યક્તિ સાંઈ ફેશન નામની દુકાન ચલાવતો હતો. "આઇએસઆઇ એજન્ટને આગળની કાર્યવાહી માટે ગુજરાત પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને સોંપવામાં આવી રહ્યો છે." અહેવાલમાં જણાવાયું છે.

    - Advertisement -

    ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના સુરત શહેરના એક વ્યક્તિની મંગળવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ISI, માટે કથિત રીતે જાસૂસી કરવા અને ભારતીય સેના વિશેની સંવેદનશીલ માહિતી તેના હેન્ડલર એજન્ટ સાથે પૈસા માટે શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

    આરોપીને, દીપક કિશોરભાઈ સાલુંખે, પુણે સ્થિત દક્ષિણ આર્મી કમાન્ડ તરફથી લશ્કરી ગુપ્ત વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    સુરતના ભુવનેશ્વરી નગરમાં રહેતો આ વ્યક્તિ સાંઈ ફેશન નામની દુકાન ચલાવતો હતો. “આઇએસઆઇ એજન્ટને આગળની કાર્યવાહી માટે ગુજરાત પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને સોંપવામાં આવી રહ્યો છે.” અહેવાલમાં જણાવાયું છે.

    - Advertisement -

    પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સાલુંખે એક નાણાકીય મોડ્યુલ તરીકે કામ કરી રહ્યો હતો જે સેવા આપતા અધિકારીઓ તેમજ નાગરિકોને મહત્ત્વપૂર્ણ અને ગુપ્ત માહિતીના બદલામાં નાણા મેળવતો/ ટ્રાન્સફર કરતો હતો.

    “તે પાકિસ્તાન સ્થિત બે હેન્ડલર, હામિદ અને કાશિફના સંપર્કમાં હતો અને તેમની સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાનો હતો,” અહેવાલમાં જણાવાયું હતું.

    આ પહેલા અમદાવાદથી પણ પકડાયો હતો પાકિસ્તાની જાસૂસ

    અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 26 સપ્ટેમ્બર 2022ની મોડી રાતે એક સફળ ઓપરેશન પર પાડ્યું હતું. તેમને મળેલા ઇનપુટ મુજબ અમદાવાદના કોટ વિસ્તારનો એક વ્યક્તિ શંકાસ્પદ ગતિવિધિઓમાં સંકળાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેના પાર સતત વોચ રાખીને આખરે મોકો જોઈને સોમવારની મોડી રાતે તેને ઝડપી પાડ્યો હતો.

    અહેવાલો મુજબ કોટ વિસ્તારમાંથી પકડાયેલો આ આરોપી ભારતના સીમકાર્ડ ખરીદીને તેને સીમા પાર પાકિસ્તાન મોકલતો હતો. સાથે જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે તે જોડાયેલો હોય તેવી માહિતી પણ સામે આવી હતી.

    તે જ સમયે PFI સામે ચાલી રહેલ કાર્યવાહી અંતર્ગત ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા લોકોના તાર વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સુધી જોડાયેલા જોવા મળ્યા હતા. કેટલાક લોકો PFIની પરેડમાં ગયા હતા, ATS દ્વારા એ દિશામાં પણ તપાસ કરાઈ હતી. નોંધનીય ચ એકે ભારત સરકાર દ્વારા તે જ સમયે PFI પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ પણ લગાવાયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં