Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટSONY TVની સોશિયલ મીડિયા પર ખુલી પોલ?: યુઝરે પૂછ્યું- '2011નો કેસ કહીને...

    SONY TVની સોશિયલ મીડિયા પર ખુલી પોલ?: યુઝરે પૂછ્યું- ‘2011નો કેસ કહીને રજુ કરાયેલા ક્રાઇમ પેટ્રોલના એપિસોડમાં Zomatoનો ડીલીવરી બોય ક્યાંથી આવ્યો?’

    તાજેતરમાં પ્રસારિત કરવામાં આવેલ ‘ક્રાઇમ પેટ્રોલ’ના આ એપિસોડમાં શ્રદ્ધા હત્યા કેસનું નાટ્ય રૂપાંતરણ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પાત્રોની ઓળખ બદલી નાંખવામાં આવી હતી તો તથ્યો સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. એપિસોડમાં પીડિત યુવતી શ્રદ્ધાને ખ્રિસ્તી ‘એના ફર્નાન્ડિઝ’ અને તેના હત્યારા એટલે કે પ્રેમીને મિહિર એટલેકે હિંદુ બતાવવામાં આવ્યો હતો.જયારે હકીકત ઉલટી હતી.

    - Advertisement -

    પ્રખ્યાત ટીવી ટીવી શૉ ‘ક્રાઇમ પેટ્રોલ’માં શ્રદ્ધા હત્યા કેસને તોડીમરોડીને બતાવવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર દર્શકોએ SONY ટીવી ચેનલ પર અનેક સવાલો ઉભા કર્યા હતા, વિવાદ એટલો વકર્યો હતો કે નિર્માતાઓને આ વિવાદિત એપિસોડ Sony LIV એપ પરથી હટાવી દેવાની ફરજ પડી હતી, અને સ્વબચાવ કરવા વિવાદિત એપિસોડ 2011માં થયેલા કોઈ હત્યાકાંડ પર આધારિત હોવાનું કહીને છટકબારી શોધી રહ્યા હતા પણ એક સોશિયલ મીડિયા યુઝરે ક્રાઇમ પેટ્રોલના વિવાદિત એપિસોડમાં Zomatoનો ડીલીવરી બોય ક્યાંથી આવ્યો તેવો સવાલ પૂછતાં ફરી એક વાર વિવાદને વેગ મળ્યો છે.

    વાસ્તવમાં Gems Of Bollywood Fan નામના યુઝરે SONY ટીવી ચેનલ અને તેના OTT પ્લેટફોર્મ Sony LIV એપ પરથી હટાવી દેવામાં આવેલા ક્રાઇમ પેટ્રોલના વિવાદિત એપિસોડમાં દર્શાવેલ સ્ટોરી પર સવાલો ઉભા કર્યા હતા, તેમણે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે ચેનલે દાવો કર્યો છે કે ‘મિહિર મર્ડર એના’ વાળા એપિસોડને શ્રદ્ધા હત્યા કાંડ સાથે કોઈ લેવાદેવા નથી, અને તેને અન્ય કોઈ 2011નો કેસ કહીને રજુ કરવામાં આવ્યો હતો, પણ 2011નો કીને પ્રસારિત કરવામાં આવેલા ક્રાઇમ પેટ્રોલના વિવાદિત એપિસોડમાં લાલ ટીશર્ટ પહેરેલો ફૂડ ડીલીવરી વાળો યુવક કેવીરીતે હોઈ શકે, Zomatoએ તો 2015માં ડીલીવરી કરવાની શરુ કરી હતી.

    Gems Of Bollywood Fan નામના આ યુઝરે આ પોસ્ટ કરીને SONY ટીવી ચેનલ પર સીધેસીધો સવાલ ઉભો કરી દીધો હતો કે તેઓ ક્રાઈમ પેટ્રોલના આ વિવાદિત એપિસોડને શ્રદ્ધા હત્યાકાંડ સાથે કોઈ લેવા દેવા નથી પણ આ એપિસોડનામાં દર્શાવાયેલ તમામ ઘટનાઓ શ્રદ્ધા હત્યાકાંડ સાથે આબેહુબ મળતો કેવીરીતે આવી શકે.

    - Advertisement -

    અમારા ધ્યાન પર આ પોસ્ટ આવતા અમે પણ તે વિડિયોનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું જેમાં હત્યારો લાશના ટુકડાઓ ફ્રીજમાં મુકતો જોવા મળે છે, અને બાથરૂમમાં કાળા કલરની પોલીથીન બેગમાં અનેક ટુકડાઓ ભરેલા છે, તેવામાં હત્યારાના ઘરની ડોરબેલ બાવે છે અને તે ઉભો થઈને દરવાજો ખોલે છે ત્યારે તેની સામે લાલ ટીશર્ટ અને લાલ ફૂડ ડીલીવરી બેગ લઈને એક યુવક ઉભેલો દેખાય ચ્ચે જે એપિસોડના હત્યારાના હાથમાં ભોજનનું એક પેકેટ પકડાવે છે. જોકે આ આખા સીનમાં ક્યાય Zomato નો ઉલ્લેખ નથી જોવા મળતો પરંતુ ડીલીવરી બોયના કપડા, અને ફૂડ ડીલીવરી બેગ તદ્દન Zomato જેવા જ દેખાય છે, પરંતુ તેમાં કોઈ લોગો કે નામ નથી.

    Zomato પર કરવામાં આવેલા દાવાની વાસ્તવિકતા

    આ પછી અમે ફૂડ ડીલીવરી કંપની Zomato એ ભારતમાં ક્યારથી ફૂડ ડીલીવરી કરવાનું શરુ કર્યું તેના વિષે થોડી શોધખોળ કરતા અમારા ધ્યાને આવ્યું હતું કે જે પ્રમાણે યુઝરે ટ્વીટમાં દાવો કર્યો છે તે મુજબ જ Zomatoએ ભારતમાં ફૂડ ડીલીવરી કરવાનું વર્ષ 2015થી જ શરુ કર્યું છે. જયારે સોની ટીવીના વિવાદિત એપિસોડમાં દર્શાવવામાં આવેલા ડીલીવરી બોયે Zomatoના યુનિફોર્મ જેવા કલરના જ કપડા પહેર્યા હતા. જોકે અમે તેવો દાવો નથી કરી રહ્યા કે તે એપિસોડમાં ખરેખર ચેનલે Zomatoના ડીલીવરી બોયને દર્શાવ્યો છે. પરંતુ જે મુજબ ચેનલે આબેહુબ શ્રદ્ધા હત્યા કાંડ જેવી જ સ્ટોરી બતાવીને તેને 2011માં ઘટેલી ઘટના હોવાનું નેરેટીવ ફેલાવ્યું તેનાપરથી દર્શકોના મનમાં આ પ્રકારના સવાલો ઉભા થાય તે સ્વભાવિક છે.

    SONY ટીવીનો ક્રાઈમ પેટ્રોલ શો

    છેલ્લા ઘણા વર્ષોથી SONY ટીવી તેમની ચેનલ અને OTT પ્લેટફોર્મ પર સત્યઘટના આધારિત એક ટીવી શો દર્શાવી રહ્યા છે, જેમાં દેશમાં બનેલી અનેક ક્રાઈમની ઘટનાઓને નાટ્યરૂપાંતર કરીને ઘટનાનું કલાકારો આબેહુબ રીકન્ટ્રક્ષન કરે છે. અને આ શો ભારતમાં ખુબ લોકપ્રિય પણ છે. પરંતુ તાજેતરમાં તેમણે દર્શાવેલા શ્રદ્ધા હત્યાકાંડ વળી ઘટનાના એપિસોડમાં આરોપી ને હિંદુ અને મૃતક યુવતીને ખ્રિસ્તી બતાવતા હોબાળો થયો હતો, જે બાદ નિર્માતાઓએ આ એપિસોડ તેમના તમામ ડીજીટલ પ્લેટફોર્મ પરથી હટાવી દીધો હતો.

    તાજેતરમાં પ્રસારિત કરવામાં આવેલ ‘ક્રાઇમ પેટ્રોલ’ના આ એપિસોડમાં શ્રદ્ધા હત્યા કેસનું નાટ્ય રૂપાંતરણ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પાત્રોની ઓળખ બદલી નાંખવામાં આવી હતી તો તથ્યો સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. એપિસોડમાં પીડિત યુવતી શ્રદ્ધાને ખ્રિસ્તી ‘એના ફર્નાન્ડિઝ’ અને તેના હત્યારા એટલે કે પ્રેમીને મિહિર એટલેકે હિંદુ બતાવવામાં આવ્યો હતો. જ્યારે વાસ્તવમાં શ્રદ્ધાનો હત્યારો આફતાબ પૂનાવાલા મુસ્લિમ હતો. Sony ટીવી પર પ્રસારિત થયા બાદ આ એપિસોડ Sony LIV સહિતનાં પ્લેટફોર્મ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં