Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધાને ખ્રિસ્તી બતાવી, હત્યારાને હિંદુ: SONY ટીવીના ‘ક્રાઇમ પેટ્રોલ’માં તોડીમરોડીને રજૂ કરાયો...

    શ્રદ્ધાને ખ્રિસ્તી બતાવી, હત્યારાને હિંદુ: SONY ટીવીના ‘ક્રાઇમ પેટ્રોલ’માં તોડીમરોડીને રજૂ કરાયો શ્રદ્ધા હત્યા કેસ, મંદિરમાં લગ્ન થતાં દર્શાવાયાં

    ‘ક્રાઇમ પેટ્રોલ’ના એપિસોડમાં શ્રદ્ધા વલકરને એક ખ્રિસ્તી યુવતી ‘એના ફર્નાન્ડિઝ’ બતાવવામાં આવી છે. જ્યારે તેના હત્યારા લિવ-ઈન પાર્ટનરની ઓળખ ‘મિહિર’ તરીકે આપવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હીમાં આફતાબ આમીન પૂનાવાલા નામના એક ઈસમે તેની હિંદુ લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વલકરની પહેલાં ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી પછી તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને કેટલાય દિવસો સુધી આસપાસના જંગલોમાં ફેંકતો રહ્યો હતો. આ ચકચારી કેસ પરથી જાણીતી ક્રાઇમ સિરિયલ ‘ક્રાઇમ પેટ્રોલ’માં એક એપિસોડ બનાવાયો છે. પરંતુ તેમાં તથ્યો સાથે પણ છેડછાડ કરવામાં આવી છે તો બીજી તરફ પાત્રોની ધાર્મિક-મઝહબી ઓળખો પણ બદલી નાંખવામાં આવી છે. 

    આ અઠવાડિયે પ્રસારિત કરવામાં આવેલ આ ‘ક્રાઇમ પેટ્રોલ’ના એપિસોડમાં શ્રદ્ધા વલકરને એક ખ્રિસ્તી યુવતી ‘એના ફર્નાન્ડિઝ’ બતાવવામાં આવી છે. જ્યારે તેના હત્યારા લિવ-ઈન પાર્ટનરની ઓળખ ‘મિહિર’ તરીકે આપવામાં આવી છે. બંનેનાં મંદિરમાં લગ્ન થતાં બતાવવામાં આવે છે. 

    ‘ક્રાઇમ પેટ્રોલ’માં આ બંનેને પુણેમાં શિફ્ટ થતાં બતાવવામાં આવે છે, જ્યારે આફતાબ અને શ્રદ્ધા દિલ્હી શિફ્ટ થયાં હતાં. દિલ્હીના જ ઘરમાં આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના ટુકડા કર્યા હતા. એટલું જ નહીં, આ એપિસોડમાં મિહિરની માતાને ભક્તિભાવ કરતી હિંદુ સ્ત્રી બતાવવામાં આવી છે. જેથી ઈશારો એ તરફ કરવામાં આવ્યો કે હત્યારો હિંદુ પરિવારમાંથી આવતો હતો, પરંતુ સત્ય એ હતું કે આફતાબ મુસ્લિમ હતો. 

    - Advertisement -

    આ એપિસોડ ગઈકાલે સોનીની યુ-ટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. જેનો સ્ક્રીનશોટ નીચે પ્રસ્તુત છે.

    (Source: YouTube)

    એપિસોડ સોની લિવ એપ ઉપર પણ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આ એપિસોડને ‘અમદાવાદ-પુણે હત્યા કેસ’ નામ આપવામાં આવ્યું છે. 

    Sony Liv એપ ઉપર સ્ટ્રીમ થયેલ એપિસોડ

    શ્રદ્ધા હત્યા કેસ 

    દિલ્હી સહિત આખા દેશમાં હડકંપ મચાવી દેનારા આ કેસને લઈને ગત 14 નવેમ્બરે વિગતો બહાર આવી હતી, જ્યારે દિલ્હી પોલીસે છ મહિનાની તપાસ અને શોધખોળ બાદ આફતાબ પૂનાવાલાને શોધી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાંખી હતી અને મૃતદેહના ટુકડા કરીને ફેંકી દીધા હતા. 

    આફતાબે શ્રદ્ધાની હત્યા ગત મે મહિનામાં કરી હતી. ત્યારબાદ મૃતક યુવતીના પિતા તેને શોધતા દિલ્હી આવ્યા હતા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસ છ મહિના સુધી તેને શોધતી રહી ત્યારબાદ શંકાના આધારે આફતાબને પકડ્યો અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ આફતાબ તિહાડ જેલમાં બંધ છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં