Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદીકરો જોઈતો હતો પણ દીકરી આવી એટલે અમદાવાદના જુહાપુરાના ઝહીર શેખે આફરીનબાનુને...

    દીકરો જોઈતો હતો પણ દીકરી આવી એટલે અમદાવાદના જુહાપુરાના ઝહીર શેખે આફરીનબાનુને ફોન પર જ ત્રણ તલાક આપી દીધા

    ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં હોવા છતાં ગુજરાતમાં ફરી એક વખત ત્રણ તલાક આપવામાં આવ્યા હોવાનો નવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે આ કિસ્સો અમદાવાદના જુહાપુરાનો છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ તલાક આપવા વિરુદ્ધ કાયદો પસાર કરવા છતાં આ કુપ્રથાનો સંપૂર્ણપણે અંત આવ્યો નથી. આ હકીકતને સાબિત કરતો એક કિસ્સો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ફક્ત ત્રણ જ વર્ષના લગ્નજીવન બાદ જુહાપુરામાં રહેતા ઝહીર શેખે પોતાની પત્ની આફરીનબાનુને ફોન પર જ ટ્રિપલ તલાક આપી દીધા છે જેની ફરિયાદ આફરીનબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરી છે.

    આ મામલે સંપૂર્ણ વિગતો એવી છે કે જુહાપુરા વિસ્તારમાં આવેલા શાહિસ્તા ફ્લેટમાં રહેતા ઝહીર અને આફરીનબાનુ શેખ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા રહેતા હતા. છેલ્લા આઠ મહિનાથી આફરીનબાનુ ઝઘડાથી કંટાળીને પોતાના પિયરે રહેતી હતી. રવિવારે આફરીનબાનુને મળવા ઝહીર તેના પિયર ગયો હતો અને પુત્રીને પોતાની સાથે લઇ જવાની જીદ પકડી હતી.

    આફરીનબાનુએ ઝહીરને પુત્રીને સાથે લઇ જવાની ના પાડતાં મામલો ઝઘડામાં ફેરવાયો હતો. ત્યારબાદ ઝહીરે આફરીનબાનુને ત્યાંજ માર માર્યો હતો અને પોતાના ઘરે જતો રહ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ થોડા સમય બાદ ઝહીરે આફરીનબાનુને કૉલ કર્યો હતો અને મારે તને નથી રાખવી એમ કહીને ફોન પર જ ત્રણ તલાક આપી દીધા હતા. ત્યારબાદ આફરીનબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    આફરીનબાનુએ પોતાની ફરિયાદમાં આગળ કહ્યું છે કે 2019માં તેની અને ઝહીરની શાદી થઇ હતી અને થોડો સમય બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. પરંતુ ધીરેધીરે તેના પર તેનાં સાસરિયાંનો ત્રાસ વધવા લાગ્યો હતો. પતિને નવું ઘર લેવું હતું અને આફરીનબાનુ દહેજમાં કશું લાવી નથી એમ કહીને તે પોતાના પિતાને ઘરેથી રૂપિયા લઇ આવે એવું દબાણ તેના સસરા ઇકબાલ દ્વારા કરવામાં આવતું હતું. જો આમ ન કરવામાં આવે તો ઝહીરની બીજી શાદી કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

    થોડાં સમય અગાઉ આફરીનબાનુએ દીકરીને જન્મ આપતાં ઝહીર ગુસ્સે થયો હતો અને તેણે આફરીનને પોતાને દીકરો જોઈતો હતો અને તેણે દીકરીને જન્મ આપ્યો તેથી તે અભાગણી છે એમ કહ્યું હતું. આફરીન બાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ તલાક ઉપરાંત શૌહર ઝહીર, સસરા ઇકબાલ શેખ, સાસુ જસ્મીન ગૌહર અને નણંદ રફતબાનુ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

    ગુજરાતમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો પસાર થઇ ગયો હોવા પછી પણ આ પ્રકારના બનાવો બની રહ્યા હોવાની નવાઈ નથી. આ અગાઉ બનાસકાંઠાની કોર્ટે ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ક્લાસ વન ઓફિસર સરફરાઝ ખાન બિહારી વિરુદ્ધ ચૂકાદો આપ્યો હતો. આ ઉપરાંત અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રહેતા આસિફ ખાન પઠાણ વિરુદ્ધ પણ આ કાયદા હેઠળ તપાસ ચાલી રહી છે.

    તો હાલોલના મોઈદ્દીને તો વોઈસ મેસેજ દ્વારા પોતાની પત્નીને ત્રણ તલાક આપી દીધા હતા. બીજી તરફ ગોધરાના મોહમ્મદ આદિલે પોતાને મોબાઈલની દુકાન શરુ કરવી હતી અને એ માટે દહેજ ન મળતાં પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપતાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં