Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બહુ હવા આવી ગઈ છે, આને ઉપાડી જવી પડશે': તોફીક ઈબ્રાહિમે મોરબીની...

    ‘બહુ હવા આવી ગઈ છે, આને ઉપાડી જવી પડશે’: તોફીક ઈબ્રાહિમે મોરબીની પરણિતાનો હાથ પકડી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી

    તોફીક પરિણીતા સામે ખરાબ નજરથી જોતો હતો અને અવાર-નવાર ઘરે આવી છેડતી પણ કરતો હોવાનો આરોપ લાગ્યો.

    - Advertisement -

    મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે રહેતી પરણિતાના ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા તેને છરી બતાવીને ધમકી આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી તોફીક ઈબ્રાહિમે મોરબીની પરણિતાનો હાથને તેને ઉપાડી જવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

    અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ તોફીક ઈબ્રાહિમે મોરબીની પરણિતાનો હાથ પકડી ધમકી આપતા પીડિતા રાજશ્રીબેન ધર્મેશભાઈ જગદીશભાઇ મેરે આરોપી તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ ચાનીયા પાસે મોરબી તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

    મહિલા પર નજર બગાડીને પૈસાની લેતીદેતી કરતો ઈબ્રાહીમ

    પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ એક વર્ષ પેહલા તેમના પતિ-સાસુને પૈસાની જરૂર હતી. જેથી તેમણે આરોપી તોફીક ઇબ્રાહીમ ચાનીયા અવાર-નવાર તેમના ઘરે આવતો હતો અને પૈસાની લેતી-દેતી કરતો હતો. એ વખતે તોફીક પરિણીતા સામે ખરાબ નજરથી જોતો હતો અને અવાર-નવાર ઘરે આવી છેડતી પણ કરતો. જેની જાણ પીડિતાએ પરિવારને કરતાં પરિવારે તોફિક સાથેનો વ્યવહાર ઓછો કરી નાખ્યો હતો.

    - Advertisement -

    ઘરમાં ઘૂસીને પરણિતાની છેડતી

    મહિલાના જણાવ્યા મુજબ વ્યવહાર ઓછો કરી દેવા છતાં ક્યારેક ક્યારેક તોફીક ઘરે આવતો હતો. દરમિયાન એક દિવસ તે ઘરે આવ્યો હતો અને તેણે પરિણીતાને કહ્યું હતું કે,’તું મને બહુ ગમે છે, મારે તારી સાથે નિકાહ કરવા છે’ તેમ કહેતા પરિણીતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ ગઈકાલે પરિણીતા તેમના સાસુ-સસરા, દિયર અને પાડોશીની હાજરીમાં આરોપી તોફિક તેની સાથે બે અજાણ્યા શખ્સોને લઈને સફેદ રંગની કારમાં આવ્યો હતો અને પરિણીતાના ઘરમાં ઘૂસીને અપશબ્દો કહ્યા હતા.

    આને ઉપાડી જવી પડશે: તોફીક ઈબ્રાહીમ

    પરિણીતાના સસરાએ ગાળ ન બોલવા જણાવતા તોફિકે કહ્યું હતું કે, “તમને હમણાં બહુ હવા આવી ગઈ છે, તમારી હવા કાઢી નાખવી છે” તેમ કહી વધારે ગાળો બોલી હતી. જે બાદ પોતાના પૅન્ટના ખિસ્સામાંથી એક છરી કાઢીને કહ્યું હતું કે, “વધારે ડાહ્યા થયા છો, તો જાનથી પતાવી દઇશ.” ધમકી આપીને પરિણીતાના સસરા સાથે ઝપાઝપી કરી તેમને માર માર્યો હતો. જેથી ઘરમાં ઉપસ્થિત લોકો વચ્ચે પડતાં તોફિકે પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને ફરી અપશબ્દો બોલ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

    ઘટનાને લઈને પીડિત પરિણીતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ઈબ્રાહીમ ચાનિયા સહિત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 323, 354, 442, 504 506 (2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં