Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપવારનો પાવર જોઈ લ્યો: ટીકા કરનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે પર પાંચ...

  પવારનો પાવર જોઈ લ્યો: ટીકા કરનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે પર પાંચ FIR દાખલ થઇ

  એનસીપીના શરદ પવાર વિષે એક મરાઠી અભિનેત્રી દ્વારા અપમાનજનક ટીપ્પણી થઇ હતી જે વિરુદ્ધ પાંચ FIR નોંધવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

  - Advertisement -

  મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારના મહત્ત્વના ભાગ એવા એનસીપીના સુપ્રિમો શરદ પવારની સોશિયલ મિડીયામાં ટીકા કરવી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને ભારે પડી ગયું છે. રવિવારે (15 મે 2022) કેતકી પર બીજા ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી બે મુંબઈમાં અને એક અકોલામાં નોંધાયા છે. હાલમાં કેતકી પોલીસ કસ્ટડીમાં છે જ્યાં તેને 18 મે સુધી રહેવું પડશે.

  એક રિપોર્ટ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શનિવારે જ આ મરાઠી અભિનેત્રી વિરુદ્ધ ગોરેગાંવ અને ભોઈવાડા પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ એનસીપીની વિદ્યાર્થી શાખાના અધ્યક્ષ પ્રશાંત શંકર દુબેની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યા છે. જ્યારે અકોલાના ખાદન પોલીસ સ્ટેશનમાં એનસીપીના સ્થાનિક પદાધિકારી કલ્પના ગવરગુરુએ કેતકી ચિતળે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  આ તમામ પોલીસ સ્ટેશનોમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ધારાઓ 500 (માનહાની), 501 (માનહાની માટે જાણીતા મામલાઓને પ્રકાશિત કરવા), 505 (2) (કોઇપણ નિવેદન, અફવા કે રિપોર્ટને પ્રોત્સાહન આપવું), 153 એ (લોકો વચ્ચે અશાંતિ ફેલાવવી, હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

  - Advertisement -

  અત્રે એ નોંધનીય છે કે આ અગાઉ મરાઠી અભિનેત્રી કેતકી (29) વિરુદ્ધ થાણે, પુણે અને ધુળે જીલ્લામાં ઓનલાઈન એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી. આ અભિનેત્રીની થાણેની પોલીસે જ ધરપકડ કરી હતી. જો કે શરદ પવાર પર ટીપ્પણી કરનાર કેતકી બીજી વ્યક્તિ છે. હાલમાં જ આરએસએસના પૂર્વ કાર્યકર્તા અને નાસિકના 21 વર્ષના વિદ્યાર્થી નીખીલ ભામરેએ પવારનું નામ લીધા વગર જ એક ટ્વીટ કરી હતી જે બાદ પોલીસે તેને પકડી લીધો હતો. ભામરેએ કથિતરૂપે એમ લખ્યું હતું કે, “બારામતીના ગાંધી માટે બારામતીના નથુરામ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે.”

  ‘વિકૃત માનસિકતા’ – સુપ્રિયા સુળે

  પવાર વિરુદ્ધ થયેલી આ પ્રકારની કમેન્ટ્સ બાબતે એનસીપીના સંસદ સભ્ય સુપ્રિયા સુળેએ તેને વિકૃત માનસિકતા ગણાવી છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ કેતકીને જાણતા નથી, પરંતુ આ સંસ્કૃતિ વિષયક મામલો છે. એ સાથેજ તેમણે કેતકીના નિવેદનનો વિરોધ કરવા બદલ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેના વખાણ કર્યા હતા.

  કેતકીએ શું કહ્યું હતું? અહીં એ નોંધવું જોઈએ કે તે કેતકી ચિતળેએ પોતાના ફેસબુક પોસ્ટ પર એક મરાઠી કવિતા શેર કરી હતી. આ કવિતામાં તેણે શરદ પવાર વિષે, “તમે બ્રાહ્મણોથી નફરત કરો છો”, “તમારું મોઢું વાકું” જેવા શબ્દપ્રયોગ કર્યા હતા.

  હાલમાં જ શરદ પવારની ટીકા કરનાર ભાજપના પ્રવક્તાને એનસીપીના ગુંડાઓએ તેમની ઓફિસમાં જઈને લાફા માર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં