‘અમને આ ખુબ અયોગ્ય લાગ્યું’: સ્વતંત્રસેનાનીના પૌત્રે ભગતસિંહ અને ડો. આંબેડકરની વચ્ચે કેજરીવાલનો ફોટો લગાવવા બદલ AAPની કરી ટીકા
ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વિડીયો મેસેજ જારી કર્યો હતો. આ વિડીયો દરમિયાન તેના બેકગ્રાઉન્ડને લઈને હાલ ખુબ વિવાદ થઈ રહ્યો છે. વાસ્તવમાં, જેલબંધ મુખ્ય પ્રધાન કેજરીવાલનો ફોટો ભગત સિંઘ અને ડો. ભીમરાવ આંબેડકરના ફોટાની વચ્ચે જોવા મળ્યો હતો. આ અંગે ભાજપે આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું. જ્યારે હવે ભગત સિંઘના પરિવારે પણ આ કૃત્યની ટીકા કરી છે.
VIDEO | Here’s what grandson of Bhagat Singh, Yadvinder Sandhu, said on the photograph of Delhi CM Arvind Kejriwal behind bars, flanked by portraits of Bhagat Singh and BR Ambedkar.
— Press Trust of India (@PTI_News) April 4, 2024
“This morning, a video of Sunita Kejriwal (wife of Delhi CM Arvind Kejriwal) came in which a… pic.twitter.com/RS0XLOFIlk
ભગત સિંઘના પૌત્ર યાદવિંદર સંધુએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. સંધુએ કહ્યું કે, “દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલનો એક વિડીયો આવ્યો છે જેમાં ભગત સિંઘ અને બાબા સાહેબ આંબેડકરની સાથે અરવિંદ કેજરીવાલની તસવીર દિવાલ પર લગાવવામાં આવી છે. આ જોઈને મને બહુ ખરાબ લાગ્યું. તેમની સરખામણી દિગ્ગજ સૈનિકો સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, હું આમ આદમી પાર્ટીને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે કહીશ.”
આતિશીએ કર્યો બચાવ
આ મામલે સ્પષ્ટતા આપતા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું હતું કે કેજરીવાલ આજે ભાજપની તાનાશાહી સામે ચાલી રહેલા સંઘર્ષના પ્રતીક છે અને તેમની આ તસવીર તેનો પુરાવો છે. કેન્દ્ર સરકારે ખોટા આરોપમાં કેજરીવાલની ધરપકડ કરી છે. આ તસ્વીર આપણને એ યાદ અપાવવા માટે છે કે આજે ભાજપ સામે ચાલી રહેલ સંઘર્ષ આઝાદીની લડાઈથી ઓછો નથી. આતિશીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશના લોકો અંગ્રેજો સામે લડતા હતા. આજે એવો સમય છે જ્યારે આપણે શાસક પક્ષની સરમુખત્યારશાહી સામે લડવું પડશે અને અરવિંદ કેજરીવાલ પણ તે જ કરી રહ્યા છે.
નેટિઝન્સે દર્શાવ્યો હતો વિરોધ
ગુરુવારે પોતાના વિડીયો મેસેજમાં સુનિતા કેજરીવાલની પાછલના બેકગ્રાઉન્ડમાં ભગત સિંઘ અને ડો. આંબેડકરની વચ્ચે જેલમાં બંધ અરવિંદ કેજરીવાલનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ‘જેલમાં બંધ’ કેજરીવાલના પોટ્રેટના અચાનક દેખાવથી નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાકે પૂછ્યું કે, ‘શું AAP હવે સત્તાવાર રીતે કેજરીવાલને ભગતસિંહ અને આંબેડકરના સ્તરે મૂકે છે. ખરાબ રીતે એડિટ કરેલા ફોટામાં કેજરીવાલ વાદળી શર્ટમાં દેખાય છે, જેમાં તેમના ચહેરાની આગળ ફોટોશોપ કરીને જેલના સળિયા ઉમેરવામાં આવ્યા છે.’
આ બાબતે ભારતીય જનતા યુવા મોરચાએ AAPને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ આમ આદમી પાર્ટીના આ કૃત્યને ભગત સિંઘ અને ડો. આંબેડકરના અપમાન સાથે જોડ્યું હતું.