Friday, December 6, 2024
More
    હોમપેજગુજરાતકચ્છના ચિત્રોડમાં એક જ રાત્રિમાં 9 મંદિરોમાં ચોરી, તપાસ શરૂ: જિલ્લા પોલીસ...

    કચ્છના ચિત્રોડમાં એક જ રાત્રિમાં 9 મંદિરોમાં ચોરી, તપાસ શરૂ: જિલ્લા પોલીસ વડાએ બનાવી SIT

    જાણ થતાં જ ગાગોદર પોલીસ મથકના પીઆઈ અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક જાણકારી મેળવીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પછીથી ગામના એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. 

    - Advertisement -

    તાજેતરમાં કચ્છના (Kutch) રાપરના ચિત્રોડ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 9 મંદિરોમાં  (Temples) એકસાથે ચોરી થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરી છે. 

    ઘટના કચ્છના ચિત્રોડ ગામ અને આસપાસના જેઠાસરી અને મેવાસા વગેરે વિસ્તારોની છે. અહીં બુધવારે (6 નવેમ્બર, 2024) રાત્રે નવ જેટલાં મંદિરોનાં તાળાં તૂટ્યાં હતાં. જ્યાંથી દાનપેટીમાંથી રોકડ રકમ અને અન્ય ચીજો મળીને 97 હજારથી વધુ રકમની ચોરી કરવામાં આવી. જેમાં ઘરેણાં પણ સામેલ છે. 

    તસ્કરોએ રાત્રે આ ગામોમાં આવેલાં રામ મંદિર, સિદ્ધયાત્રી મંદિર વગેરે નાનાંમોટાં મંદિરોને નિશાન બનાવ્યાં હતાં. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગામલોકો મંદિરે દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    જાણ થતાં જ ગાગોદર પોલીસ મથકના પીઆઈ અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક જાણકારી મેળવીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પછીથી ગામના એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. 

    આ મામલે PI વાળાએ જણાવ્યું હતું કે, ગામોમાં સામૂહિક મંદિર તસ્કરીનો મામલો સામે આવ્યો છે, જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. ચોરીનો આંકડો અને અન્ય વિગતો મેળવ્યા બાદ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને તપાસ પણ કરવામાં આવશે. હાલ પોલીસ ગામ અને આપસાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે ગુનેગારોનું પગેરું મેળવવાના પ્રયાસ કરી રહી છે. 

    પછીથી શુક્રવારે (8 નવેમ્બર) કચ્છ પૂર્વ ઝોનના પોલીસ વડા સાગર બારમરે ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગામલોકો સાથે મુલાકાત કરીને તમામ વિગતો મેળવી અને સ્થાનિક પોલીસ પાસેથી પણ બ્રીફિંગ મેળવ્યું હતું. 

    ઘટનાની ગંભીરતા સમજતાં પોલીસ વડાએ કેસની તપાસ કરવા માટે એક SIT રચવાનો નિર્ણય લીધો છે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. જેની અધ્યક્ષતા ભચાઉના ડેપ્યુટી SP કરશે. ટીમમાં ગાગોદરના ઇન્ચાર્જ પીઆઈ જેએમ વાળા, LCB પીઆઈ એન. એન ચુડાસમા, આડેસરના PI ડી.જી પટેલ પણ હશે. 

    જાણવા મળ્યા અનુસાર, SITએ તપાસ શરૂ પણ કરી દીધી છે અને હાલ ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક સૂત્રોની મદદથી વધુ વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થળ પર પહોંચેલા પોલીસ વડાએ વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરીને ગુનેગારોને શોધી કાઢવાનું ગામલોકોને આશ્વાસન આપ્યું હતું તેમજ જણાવ્યું હતું કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગ પણ વધારશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં