Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટે બળજબરીથી થતા ધર્માંતરણને દેશ માટે જોખમી ગણાવ્યું, કહ્યું- 'જો ધર્માંતરણ...

    સુપ્રીમ કોર્ટે બળજબરીથી થતા ધર્માંતરણને દેશ માટે જોખમી ગણાવ્યું, કહ્યું- ‘જો ધર્માંતરણ થતાં રોકવામાં નહીં આવે તો મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થશે

    એડવોકેટ અશ્વિની કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે દેશમાં થતા બળજબરીથી ધર્માંતરણ વિશે મહત્વની ટીપ્પણી કરી હતી. સંબંધિત અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે, જે રાષ્ટ્રની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતાને અસર કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બળજબરીથી થતા ધર્માંતરણ દેશ માટે જોખમ છે, તેને રોકવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ.

    અહેવાલો અનુસાર એડવોકેટ અશ્વિની કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. અરજીમાં ધમકાવી, લલચાવી કે છેતરીને બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણને કાબૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના પર સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે, બળજબરીથી થતા ધર્માંતરણ દેશ માટે જોખમ છે, કેન્દ્ર સરકારે બળજબરીથી ધર્માંતરણના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

    રોક નહિ લાગે તો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થશે: SC

    - Advertisement -

    અહેવાલો મુજબ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો બળજબરીથી થતા ધર્માંતરણને રોકવામાં નહીં આવે તો ‘ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ’ ઊભી થશે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બળજબરીથી ધર્માંતરણ એ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને જ્યાં સુધી ધર્મનો સવાલ છે તો તે નાગરિકોની અંતરાત્માની સ્વતંત્રતાની સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષાને પણ અસર કરી શકે છે. આ સાથે જ જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે ભારત સરકારને 22 નવેમ્બરની અંદર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરીને કેન્દ્રને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ જણાવ્યું હતું.

    આ સમગ્ર મુદ્દે સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતા હોય શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાની કોઈ સ્વતંત્રતા નથી. બેન્ચે એમ પણ કહ્યું કે, “એ જણાવો કે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે. નહીંતર, અગામી સમયમાં ખૂબ મુશ્કેલીઓ ઉભી થશે. તમે શું પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકો છો તે અંગે તમારૂ વલણ સ્પષ્ટ કરવાની જરૂર છે. બંધારણ હેઠળ ધર્માંતરણ કાયદેસર છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ અપરાધ છે.

    આ ઉપરાંત સંઘ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને માહિતગાર કર્યા હતા કે ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઓડિશામાં આ અંગે રાજ્યના કાયદા છે. આ કાયદાઓની માન્યતા સર્વોચ્ચ અદાલતે યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં