Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગર: નજીવી તકરારમાં સગીરાની હત્યા કરનાર આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને...

    ભાવનગર: નજીવી તકરારમાં સગીરાની હત્યા કરનાર આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલ ઝડપાયા, ગામ સજ્જડ બંધ રહ્યું

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે સગીરાની હત્યા બાદ ગામમાં અજંપાભર્યો માહોલ સર્જાયો છે.

    - Advertisement -

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે નજીવી તકરારમાં સગીરાની હત્યા કરનાર આરોપીઓ ગણતરીના કલાકમાં ઝડપાઇ ગયા છે. ગઈકાલે ઘટેલી ઘટનામાં મુસ્લિમ ટોળાએ એક હિંદુ પરિવાર ઉપર હુમલો કરી દેતાં વચ્ચે પડેલી 16 વર્ષીય સગીરાનું મોત થયું હતું. જીવલેણ હુમલા વચ્ચે સગીરા તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી, ત્યારે આરિફ નામના ઈસમે છરી મારીને સગીરાની હત્યા કરી નાંખી હતી.

    અહેવાલો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે સગીરાની હત્યા બાદ ગામમાં અજંપાભર્યો માહોલ સર્જાયો છે. સગીરાની હત્યાના વિરોધમાં વરલ ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. બીજી તરફ પોલીસે પણ સગીરાની હત્યા કરનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલનો સમાવેશ થાય છે. આ તમામની ધરપકડ બાદ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    શું હતો આખો મામલો

    સિહોરના વરલ ગામે એક ખાનગી કંપનીનો ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. જેના લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. કાટમાળ લેવા ગયેલા આરોપીઓએ ગ્રામ પંચાયતમાં લીઝ ભરી ન હતી, જેના કારણે લશ્કરભાઈએ તેમને કાટમાળ ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. 

    - Advertisement -

    ત્યારબાદ આરિફ અને લશ્કરભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેના ઉશ્કેરાટમાં જ તે પોતાની પાસે રહેલી છરી લઈને લશ્કરભાઈ ઉપર તૂટી પડ્યો હતો. દરમ્યાન, કાકાને વચ્ચે બચાવવા પડેલી 16 વર્ષીય સગીરાને આ છરી વાગી જતાં તે મૃત્યુ પામી હતી.

    પોલીસ બંદોબસ્ત વચ્ચે સગીરાની અંતિમયાત્રા નીકળી

    ઘટના બાદ આજે મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. બનાવના પગલે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર એસપી પણ વરલ ગામ પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હત્યાના વિરોધમાં ગામલોકોએ આજે ગામ સજ્જડ બંધ રાખ્યું હતું અને મૃતક સગીરાની અંતિમયાત્રામાં જોડાયું હતું.

    વરલ ગામમાં હત્યાના પગલે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ગામના અલગ-અલગ વિસ્તારમાં મહિલા પોલીસ સહિતની ટીમો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

    હાલ વરલ ગામમાં હત્યાના પગલે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ગામના અલગ અલગ વિસ્તારમાં મહિલા પોલીસ સહિતની ટીમો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં