Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગર: હિંદુ પરિવાર પર મુસ્લિમ ટોળાનો ઘાતક હુમલો, કાકાને બચાવવા વચ્ચે પડેલી...

    ભાવનગર: હિંદુ પરિવાર પર મુસ્લિમ ટોળાનો ઘાતક હુમલો, કાકાને બચાવવા વચ્ચે પડેલી સગીરાની કરપીણ હત્યા, આરિફ સહિત 6 સામે ગુનો દાખલ

    આ મામલે પોલીસે આરિફ સહિત 6 ઈસમો સામે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તમામની અટકાયત કરી લીધી હતી. જેમની ઓળખ આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલ તરીકે થઇ છે.

    - Advertisement -

    ભાવનગરના સિહોરમાં મુસ્લિમ ટોળાએ એક હિંદુ પરિવાર ઉપર હુમલો કરી દેતાં વચ્ચે પડેલી 16 વર્ષીય સગીરાનું મોત થયું છે. તે તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી, ત્યારે આરિફ નામના ઈસમે છરી મારીને સગીરાની હત્યા કરી નાંખી હતી. આ મામલે છ ઈસમો સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી લેવામાં આવી છે. 

    ઘટના સિહોરના વરલ ગામની છે. અહીં ટાવરનું કામ ચાલી રહ્યું હોઈ ગુરુવારે (9 ફેબ્રુઆરી, 2023) રાત્રે 10 વાગ્યાના અરસામાં ગામનો આરિફ અલ્લારખા પાયક ટ્રેક્ટર લેવા માટે ગયો હતો. જ્યાં ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ બારૈયા સાથે તેને બોલાચાલી થઇ ગઈ હતી. ત્યારબાદ બંને ઝઘડવા માંડ્યા હતા.

    બોલાચાલી દરમિયાન આરિફ ઉશ્કેરાઈ જઈને પોતાની છરી વડે લશ્કરભાઈને મારવા માટે દોડ્યો હતો. તે જ સમયે ત્યાં જ હાજર લશ્કરભાઈની ભત્રીજી રાધિકા (16) વચ્ચે પડતાં આરિફે તેને છરી મારી દીધી હતી. જીવલેણ ઘાના કારણે લોહીલુહાણ હાલતમાં રાધિકાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ બચી શકી ન હતી. ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. 

    - Advertisement -

    આ મારામારીમાં અન્ય પણ કેટલાક લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, મૃતક સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

    સગીરાની હત્યા બાદ સિહોરમાં આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, આ મામલે પોલીસે આરિફ સહિત 6 ઈસમો સામે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તમામની અટકાયત કરી લીધી હતી. જેમની ઓળખ આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલ તરીકે થઇ છે.

    એક રિપોર્ટ મુજબ, લશ્કરભાઈ બારૈયાના નાના ભાઈ જગદીશ બારૈયાને પુત્ર કે પુત્રી ન હોવાના કારણે લશ્કરભાઈએ તેમની પુત્રી રાધિકાને ભાઈ જગદીશને દત્તક આપી હતી. 

    ઘટનાને પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને લોકો સગીરાની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ, પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં