Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજનજાતીય સમાજના મહાવત, જેઓ મંદિરમાં પુજારી પણ છે…: ‘આર્ય-દ્રવિડ’ કરનારાઓને નહી ગમે...

  જનજાતીય સમાજના મહાવત, જેઓ મંદિરમાં પુજારી પણ છે…: ‘આર્ય-દ્રવિડ’ કરનારાઓને નહી ગમે આ ઓસ્કર વિજેતા ફિલ્મ, જેમાં હાથી લે છે ભગવાન ગણેશના આશીર્વાદ

  આ ફિલ્મના એક દ્રશ્યમાં કટ્ટુનાયકના આદિવાસી હિંદુ સમાજના બોમન સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ પૂજારી પણ છે અને મહાવત પણ છે. સાથે જ તે આ બંને જવાબદારીઓથી ખુશ છે. તેઓ ડાબેરીઓના તે નેરેટીવનો ભાંગીને ભુક્કો કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે દલિતો/આદિવાસીઓ અને ઓબીસીને પૂજારી બનવાનો અધિકાર નથી.

  - Advertisement -

  આપ જેટલા વધુ ભારતીય સંસ્કૃતિના મૂળ સુધી પહોંચશો, તેટલી જ તમને દુનિયાભરમાં ઓળખ મળશે. ‘RRR’ અને The Elephant Whisperers Documentary એ ઓસ્કાર જીતીને આ વાત સાબિત કરી છે. આજ સુધી કોઇ પણ ભારતીય ગીતને ઓસ્કાર એવોર્ડ મળ્યો નથી, ‘નાટુ-નાટુ’એ આ કરી દેખાડયું છે. કોઇ પણ ભારતીય પ્રોડક્શનને ઓસ્કાર એવોર્ડ મળ્યો નથી, ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’એ પણ આ કરી દેખાડયું છે. બંને ફિલ્મો ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

  RRR રિલીઝ પહેલાં જ ખૂબ ચર્ચામાં હતી, તેથી આપણે જાણીએ છીએ કે કેવી રીતે ‘રામમ રાઘવમ રણધીરમ’ જેવા દ્રશ્યોમાં રામચરણનું પાત્ર ભગવાન શ્રીરામથી પ્રેરિત છે. પરંતુ, The Elephant Whisperers Documentary ઓસ્કાર એવોર્ડ મેળવ્યા બાદ ચર્ચામાં આવી હતી, તેથી તેના વિશે વધારે વાતો થઈ ન હતી. અહીં અમે તમને આ ડોક્યુમેન્ટ્રી વિશે જણાવીશું, જે ઘણી દંતકથાઓને પણ ધ્વસ્ત કરે છે.

  આગળ વધતા પહેલા જાણી લઈએ કે The Elephant Whisperers Documentary નું દિગ્દર્શન કાર્તિકેયી ગોસ્લાવ્સે કર્યું છે, જ્યારે તેનું નિર્માણ ગુનીત મોંગાએ કર્યું છે. Netflix પર રિલીઝ થયેલી 41 મિનિટની આ ડોક્યુમેન્ટ્રીના શૂટિંગમાં 5 વર્ષનો સમય લાગ્યો હતો. એની કથા તામિલનાડુના મુદુમલાઈ વન્યજીવ અભયારણ્યની છે, જ્યાં બોમન અને બેલી નામના પતિ-પત્ની બે હાથીઓના બચ્ચાઓનું ભરણ પોષણ કરે છે. અને આ દંપતી કટ્ટુનાયકન આદિવાસી સમુદાયમાંથી આવે છે.

  - Advertisement -

  ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ‘રઘુ’ અને ‘અમ્મુ’ કે જેઓ તેમના જૂથથી અલગ થઈ ગયા હતા, તેમને બોમમેન અને બેલીને તેમના ઉછેર માટે આપવામાં આવે છે. ‘રઘુ’ પહેલા આવે છે અને તેના થોડા મહિના બાદ ‘અમ્મુ’ આવે છે. આ સમય દરમિયાન માણસ અને પ્રાણી વચ્ચે જે ભાવનાત્મક બંધન રચાય છે તે આ ડોક્યુમેન્ટરીની મૂળ કથા છે. ઉત્તરાખંડના કરણ થાપલિયાલની સિનેમેટોગ્રાફી કમાલની છે. ચંચળ હાથીઓને પોતાની સાથે સહજ બનાવવા માટે ટીમને ખૂબ જ મહેનત કરવી પડી હતી, કેટલીકવાર તેઓ કેમેરો પણ છીનવી લેતા હતા.

  આ તો થઈ ડોક્યુમેન્ટરીની વાત, હવે વાસ્તવિકતા પર આવીએ. આ વાસ્તવિકતાને ઉજાગર કરવી એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેશમાં કેટલાક બનાવટી એક્ટિવિસ્ટ અને ચિંતકો છે, જે પોતાને દલિતો અને આદિવાસી સમાજના હિતેચ્છુ ગણાવીને તેમને હિંદુઓથી અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સનાતનીઓને વિભાજનકારી નીતિઓથી વિભાજિત કરવાના ‘આર્ય-દ્રવિડિયન’ સિદ્ધાંતમાં માનતા આ લોકો ઈચ્છે છે કે આદિવાસી સમાજ પોતાની પરંપરાઓ અને ઈતિહાસને ભૂલીને સનાતન સંસ્કૃતિથી અલગ થઈ જાય.

  આ લોકોને જોઈને આશ્ચર્ય થશે કે કટ્ટુનાયકન આદિવાસી સમાજના લોકો વિષ્ણુ અને શિવની પૂજા કરે છે. દીવો પ્રગટાવવો, નાળિયેર ફોડવું, ફૂલોની માળા પહેરવી, મંદિરોની પૂજા કરવી અને અગરબત્તી પ્રગટાવવી જેવી હિન્દુ પરંપરાઓને આ આદિવાસી સનાતન સમાજના લોકોએ જીવંત રાખી છે તે વાત તેમને હજમ નહિ થાય. આદિવાસી સમાજ એ માત્ર હિંદુત્વનો જ એક ભાગ નથી, પરંતુ તેનું પ્રતિનિધિત્વ પણ કરે છે. અને હવે તેને વિશ્વના સૌથી મોટા, સૌથી જૂના અને તે ભવ્ય સિનેમેટિક સ્ટેજ પર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.

  આ ફિલ્મના એક દ્રશ્યમાં કટ્ટુનાયકના આદિવાસી હિંદુ સમાજના બોમન સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ પૂજારી પણ છે અને મહાવત પણ છે. સાથે જ તે આ બંને જવાબદારીઓથી ખુશ છે. તેઓ ડાબેરીઓના તે નેરેટીવનો ભાંગીને ભુક્કો કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે દલિતો/આદિવાસીઓ અને ઓબીસીને પૂજારી બનવાનો અધિકાર નથી. બોમ્મન ગણેશજીના મંદિરમાં જઈને વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરે છે. તેમના પર કોઈ પણ રોકટોક નથી.

  રામાયણમાં વનવાસી શબરીના મીઠા ફળ સ્વયં ભગવાન રામ ખાય છે, આપણે તે પરંપરાના લોકો છીએ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે ત્યારે માતા શબરીનું મંદિર પણ બનશે. અહીં માતા સીતાના હરણ વખતે તેમના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર પક્ષીરાજ જટાયુનું મંદિર પણ હશે. સનાતન પરંપરામાં પશુ-પક્ષીઓનું શું મહત્વ છે તે કોઇથી છુપાયેલું નથી. હનુમાનજીની વાનર તરીકે પૂજા કરવામાં આવે છે. તો ઋક્ષ (રીંછ) શ્રી રામની સેનાનો એક મહત્વનો હિસ્સો હતા, જેમના પ્રમુખ જામવંત હતા.

  રામ સેતુના નિર્માણમાં ખિસકોલીના યોગદાનની કથા પણ આપણે જાણીએ છીએ. નિષાદ કેવટે ભગવાન શ્રી રામને નદી પાર કરાવ્યા અને રામ તેમને ભેટી પડ્યા હતા, આ પ્રસંગ પણ રામાયણમાં જ છે. ભગવાન સમક્ષ બધા સમાન છે, આવા ઉદાહરણો માત્ર રામાયણમાં જ નહીં પરંતુ દરેક હિન્દુ ગ્રંથમાં જોવા મળે છે. વેદોએ આપણને પૃથ્વી, જળ, હવા, મેઘ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને વનસ્પતિઓનો આદર કરવાનું, તેમનો આભાર માનવાનું, તેમની પૂજા કરવાનું શીખવ્યું છે.

  કદાચ આ જ કારણ છે કે હિન્દુઓને પ્રકૃતિની રક્ષા માટે ગ્રેટા થનબર્ગ જેવી એક્ટિવિસ્ટ અથવા PETA જેવી સંસ્થાઓની જરૂર નથી. કોઈ બોમ્મન અને બેલી પોતાનું આખું જીવન હાથીઓની સેવામાં સમર્પિત કરી દે છે, આ તેમના શાશ્વત સંસ્કાર છે. તે ભગવાન ગણેશના ઉપાસક છે, દરેક હાથીમાં ભગવાનનું સ્વરૂપ જુએ છે. તેઓ વનવાસીઓ છે આપણા સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ આરતી કરે છે, આધ્યાત્મિક હોય છે – તેથી જ તેઓ પ્રકૃતિની ખૂબ નજીક છે, પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ અને સંવેદનશીલ હોય છે.

  સનાતન સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જ્યાં પ્રાણીના મૃત્યુ પછી પણ લોકો તેમના વાળ મુંડાવીને અંતિમયાત્રા ઉપરાંત શ્રાદ્ધ કરતા હોવાના અનેક સમાચારો મળતા રહેતા હોય છે. અહીં મંદિરના તળાવનો મગર શાકાહારી પણ હોઈ શકે છે અને તેના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવે છે. આ પરંપરાની સ્થાપના ભગવાન શ્રી રામે પોતે જ પોતાના હાથે જટાયુના અંતિમ સંસ્કાર કરીને કરી હતી. તેથી જ ‘The Elephant Whisperers Documentary’ કર્ણાટક અને કેરળને અડીને આવેલી નીલગિરિ ટેકરીઓ પરથી એક કથા લાવે છે જે બનાવટી દલિત વિચારકોના તમામ નેરેટીવોનો અંત આણે છે.

  આ એક ‘Feel Good’ Documentary છે, પરંતુ તે તમને ઇમોશનલ પણ કરશે. આપણા દેશના ખૂણેખૂણામાંથી આવી અનેક કથાઓ બહાર આવી શકે છે, જેમાં પ્રકૃતિના અનેક સ્વરૂપોનો સમાવેશ થાય છે. દુઃખની વાત એ છે કે આ કામ એક તમિલ ડૉક્યુમેન્ટ્રી કરી રહી છે, દેશની સૌથી મોટી સિનેમા ઇન્ડસ્ટ્રી બોલિવૂડ વેબ સિરીઝના નામે અપશબ્દો અને વલ્ગર બિભીત્સ દ્રશ્યો પીરસવામાં વ્યસ્ત છે. દક્ષિણ ભારતની સારી ફિલ્મો ઉપરાંત હવે આવી અનેક ડોક્યુમેન્ટ્રી બનશે,’ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ની સફળતા બાદ તેની આશા જાગી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં