Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો: કેશોદ કોર્ટે આગોતરા જામીન માટે કરેલી...

    કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો: કેશોદ કોર્ટે આગોતરા જામીન માટે કરેલી અરજી ફગાવી, 6 માસની થઇ છે સજા

    કોર્ટે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે ૩૦ દિવસની છૂટ આપીને ધરપકડ કરી હતી નહી. હવે તે દિવસો પુરા થયા છે માટે તેમની પાસે જેલ જવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. 

    - Advertisement -

    કોંગ્રેસના નેતા અને સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પોતાની સજા ઓછી કરવા અને આગોતરા જામીન લેવા માટે કરેલી અપીલને કોર્ટે ફગાવી મૂકી છે. વર્ષ 2010માં બનેલી મારામારીની એક ઘટનામાં ગત 7 ફેબ્રુઆરીના રોજ તેમને અને તેમના સાથીઓ સહીત કોર્ટે 6 મહિનાની સજા ફટકારી હતી

    મળતી માહિતી મુજબ, ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને મહિના પહેલા 13 વર્ષ જુના એક કેસમાં 06 માસની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં આગોતરા જામીન મેળવવા માટે કેશોદ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કેશોદ કોર્ટે તેમની આ અરજીને માન્ય ન રાખીને ફગાવી દીધી હતી. કેશોદ કોર્ટે અગાઉ માળિયા હાટીના કોર્ટ દ્વારા લેવામાં આવેલા ફેસલાને માન્ય રાખીને આગોતરા જામીન આપવા માટે પણ મનાઈ કરી હતી. આ તમામ ઘટના ક્રમ જોતા વિમલ ચુડાસમાએ હવે હાઈકોર્ટ અને જો ત્યાં પણ નિરાશા મળે તો સુપ્રિમ કોર્ટ સુધી જવાનો રસ્તો વિચારવો પડશે એવું લાગી રહ્યું છે.

    વિમલ ચુડાસમાએ પોતે ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્ય છે, આ બે બાબતોને આધાર બનાવીને અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ બાબતને આધાર લઈને સજા ઓછી કે સ્થગિત કરવાનો કોઈ કાયદો નથી તેમ કહ્યું હતું. ઉપરાંત તમે હાઈકોર્ટ જઈ શકો છો તેવી ટકોર પણ કરી હતી. જો કે આજ કોર્ટમાં વિમલ ચુડાસમા વિરુદ્ધમાં તેમની સજાને હજુ વધારો કરવાની પણ અરજી કરવામાં આવી છે, તેની સુનાવણી હજુ થવાની બાકી છે. આમ વિમલ ચુડાસમાની મુસીબતોમાં વધારો જ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    આ આખો મામલો આ રીતનો છે કે માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામેથી 13 વર્ષ પહેલા 2010 7 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે ચોરવાડના અગ્રણી વકીલથી રોહનભાઈ વૈદના પુત્ર મીત વૈદ અને તેમના મિત્ર હરેશ નારણભાઈ ચુડાસમા તેમના મિત્રો સાથે નૂતન વર્ષના દિવસે હોલીડે કેમ્પ ફરવા જતા હતા, ત્યારે ચોરવાડના વિમલભાઈ કાનાભાઈ ચુડાસમાએ પ્રાણ ઘાતક હથિયારોથી મિત અને હરીશ નારણભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ બાબતે કોર્ટે તમામ પક્ષોને સાંભળીને 7 ફેબ્રુઆરી 2023ના રોજ 6 માસની સજા ફટકારી હતી. જો કે કોર્ટે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે ૩૦ દિવસની છૂટ આપીને ધરપકડ પર રોક લગાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં