Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં કોંગ્રેસ માટે દુકાળમાં અધિક માસ: સોમનાથના કોંગી MLA વિમલ ચુડાસમાને 6...

    ગુજરાતમાં કોંગ્રેસ માટે દુકાળમાં અધિક માસ: સોમનાથના કોંગી MLA વિમલ ચુડાસમાને 6 મહિનાની જેલ; મારામારીના 13 વર્ષ જુના કેસમાં કોર્ટે સંભળાવી સજા

    વિમલ ચુડાસમા અને અન્ય ત્રણ આરોપીઓ - હિતેશ પરમાર, મોહન વાઢેર અને રામજી બેરો - ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને 147 (હુલ્લડો) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા હાટીના કોર્ટે સજા ફટકારી છે. વર્ષ 2010માં મારામારી કિસ્સાને લઈને સજા ફટકારતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 2010માં મીત વૈધ અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો.

    જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સ્નેહલ શુક્લાની કોર્ટે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય ત્રણને છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે એક મહિના માટે સજા પર રોક લગાવી છે.

    ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 4 લોકોને સજા ફટકારવામાં આવતાં આરોપીઓએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે.

    - Advertisement -

    શું હતો આખો મામલો

    ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળિયા હાટીના કોર્ટે 2010ના મારામારીના કેસમાં દોષિત જાહેર કર્યાં છે. વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના શખ્સ પર હુમલો કરવાની ઘટના બની હતી. આ હુમલાની ઘટના ચોરવાડમાં આવેલાં હોલિડે કેમ્પ પાસે બની હતી.

    ત્યારે 13 વર્ષ બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં છે. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે. ત્યારે આ ચુકાદાથી ધારાસભ્યની મુશ્કેલીઓ વધી શકે છે.

    વિમલ ચુડાસમા અને અન્ય ત્રણ આરોપીઓ – હિતેશ પરમાર, મોહન વાઢેર અને રામજી બેરો – ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને 147 (હુલ્લડો) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

    ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, વિમલ ચુડાસમા અને અન્ય લોકો ગેરકાયદેસર રીતે ભેગા થયા હતા અને તલવારોથી સજ્જ થઈને તેઓએ ફરિયાદી મીત વૈદ્ય પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ 7 નવેમ્બર, 2010ના રોજ ટ્રાફિક જામમાં ફસાયા હતા.

    આરોપીઓએ ફરિયાદી અને અન્ય કેટલાક લોકો પર હુમલો કર્યો અને માર માર્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમના વાહનને નુકસાન પહોંચાડ્યું, એમ એફઆઈઆરમાં જણાવાયું છે.

    તેમની સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની સંબંધિત જોગવાઈઓ હેઠળ રમખાણો, ગેરકાનૂની રીતે સભા અને અન્ય લોકો પર હુમલો કરવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.

    કોંગ્રેસ માટે વધી શકે મુશ્કેલી

    નોંધનીય છે કે તાજેતરની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 182 વિધાનસભામાંથી માત્ર 17 બેઠકો મેળવીને તેમને મન મનાવવું પડ્યું છે. ભાજપે ઐતિહાસિક જીતમાં 156 બેઠકો મેળવી છે.

    હવે આ ગણ્યાગાંઠ્યા 17માંથી આ રીતે એક એક ધારાસભ્યો સાઈડ થતા જશે તો કોંગ્રેસની મુશ્કેલીઓ ભવિષ્યમાં વધી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં