Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપેપર લીક કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, 10 દિવસના રિમાન્ડ મંજૂર: ગૃહ...

    પેપર લીક કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, 10 દિવસના રિમાન્ડ મંજૂર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાઇલેવલ બેઠક

    પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં ગુસ્સો યથાવત, ન્યાય મળે તે માટે ઉગ્ર આંદોલનની ચીમકી.

    - Advertisement -

    ગુજરાતની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાના કેટલાક કલાકો પૂર્વે જ પેપર લીક થતાં જ રાજ્યભરમાં હડકંપ મચી ગયો હતો. આ પરીક્ષામાં આશરે 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ બેસવાના હતા. પેપર લીક થતાં જ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. 

    આ મામલે ગુજરાત એટીએસએ ખૂબ જ ત્વરીત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. વિવિધ રાજ્યોમાંથી ધરપકડ કરેલા લોકોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એટીએસએ અલગ-અલગ મામલામાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મળતા તપાસને વેગ મળશે, જેથી નવા ખુલાસો પણ થશે. કટલાક લોકોએ ગુજરાતના જ કેટલાક અધિકારીઓ સંડોવાયેલા હોવાનું કહી રહ્યા છે. 

    પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આખા કાંડનો માસ્ટર માઈન્ડ જીત નાયક છે. જેની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. તે પ્રિંટીંગ પ્રેસનો કર્મચારી છે અને તેણે જ પેપર ત્યાંથી લીક કર્યું હોવાનું બહાર આવ્યું છે. જીત નાયકે તે પેપર લઈને તેના સબંધી પ્રદિપ નાયકને આપ્યું હોવાનો ખુલાસો થયો છે.

    - Advertisement -

    જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક કાંડમાં વિવિધ રાજ્યોના આરોપીઓ સંડોવાયલા છે જેમાં તેલંગણા, બિહાર અને ઓડિશા સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. માટે જ ગુજરાત એટીએસ વિવિધ રાજ્યોમાં પોતાની તપાસના ઘોડા દોડાવી રહી છે. જોકે, આ મામલાનો છેડો અંતે વડોદરાના એક ખાનગી ક્લાસિસ સુધી પહોંચ્યો હતો.

    આ કાંડમાં જેટલા પણ લોકો જોડાયેલા હતા તે તમામે તમામે પોત પોતાનો નફો રાખીને પેપર આગળ મોકલ્યું હતું જેમાં નફાની રકમ લાખોમાં હતી. એક તપાસ અનુસાર આ આખો કાંડ પાંચ કરોડ સુધીનો હતો.

    યાદ રહે, ગુજરાતમાં સરકારી ભારતીઓના પેપરો વારંવાર ફૂટતા રહ્યા છે. માટે યુવાનોમાં અને વાલીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સરકારે કોઈ ખાસ મોટું નિવેદન આપ્યું નથી. પરંતુ હાલમાં એક ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી રહી છે છે, જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પંચાયત ભરતી બોર્ડના ઈન્ચાર્જ સંદીપકુમાર અને અમદાવાદ પોલીસ તથા એટીએસના અધિકારીઓ હાજર છે. આ પહેલા જયારે પેપર લીક થયું હતું ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈને પણ છોડવામાં નહિ આવે. સોશિયલ મીડિયામાં લોકો આ વાત હર્ષ સંઘવીને યાદ કરાવીને ન્યાય માંગી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં