Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટનરેન્દ્રના પગલે ચાલશે ભૂપેન્દ્રઃ હવે રાજ્યના મુખ્યમંત્રી તેમને મળેલી ભેટોની હરાજી કરશે,...

  નરેન્દ્રના પગલે ચાલશે ભૂપેન્દ્રઃ હવે રાજ્યના મુખ્યમંત્રી તેમને મળેલી ભેટોની હરાજી કરશે, મળેલ નાણા કર્મચારીઓની દીકરીઓ માટે વાપરશે

  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે પણ ભેટ સોગાદો મળી છે તે અંગે નિરિક્ષણ કરવાનું પણ અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે. આ બબાતે ટુક સમયમાં જ નિર્ણય કરીને હરાજી કરવામાં આવશે. 

  - Advertisement -

  ગત ડીસેમ્બરમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી, તે પણ તમામ વિક્રમો તોડીને સરકાર બની છે. મોદી મેજિક તો કામ કર્યું જ છે, પરંતુ સાથે સાથે મુખ્યમંત્રીની સ્વચ્છ છબીએ પણ ભાગ ભજવ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લઈને એક સમાચાર આવી રહ્યા છે કે તેઓ હવે તેમને મળેલી ભેટોની કન્યા કેળવણી માટે દાન કરી દેશે. નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રથા ચાલુ કરી હતી. 

  ચુંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી વારંવાર કહેતા હતા કે નરેન્દ્રનો રેકોર્ડ ભુપેન્દ્ર તોડશે. ચુંટણીમાં તો રેકોર્ડ તોડ્યો જ છે પરંતુ હવે વધુ એક કામ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરવા જઈ રહ્યા છે,જે પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરતા હતા. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય લીધો છે કે તેમને જે પણ ભેટ સોગાદો મળે છે તે તમામ ભેટોની હરાજી કરવામાં આવશે તે નાણાનો ઉપયોગ સચિવાલયમાં વર્ગ ચારના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ અને કેળવણી માટે વાપરવામાં આવશે. 

  યાદ રહે કે આ પ્રથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. તેમને સૌથી પહેલા નક્કી કર્યું હતું કે તેમને મળેલી ભેટોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે. સચિવાલયમાં વર્ગ ચાકર્મચારીઓની દીકરીઓ માટે તેઓ સહાય કરતા હતા. આ ઉપરાંત જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ તેમણે જે પણ બચત કરી હતી તે તમામ નાણાઓ પણ કન્યા કેળવણી માટે દાનમાં આપી દીધા હતા. જો કે આ જ પ્રથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાળવી રાખી હતી. તેમને પણ ભેટની હરાજી કરી નાણા દાન કરી દીધા હતા. 

  - Advertisement -

  હાલમાં ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલને લોકો સ્વીકારતા થયા છે, તેમનો મૃદુ અને મક્કમ સ્વભાવ લોકોને ગમવા લાગ્યો છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. પહેલી ટર્મ કરતા બીજી ટર્મમાં તેઓ વધુ મક્કમ લાગી રહ્યા છે. આ બાબતેની ચર્ચા સરકારમાં અને અધિકારીગણોમાં પણ થઇ રહી છે. 

  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે પણ ભેટ સોગાદો મળી છે તે અંગે નિરિક્ષણ કરવાનું પણ અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે. આ બબાતે ટુક સમયમાં જ નિર્ણય કરીને હરાજી કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં