Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઠાસરામાં બુલડોઝર એક્શન લેવાશે?: જ્યાંથી શિવયાત્રા પર થયો હતો પથ્થરમારો, તે વિસ્તારમાં...

    ઠાસરામાં બુલડોઝર એક્શન લેવાશે?: જ્યાંથી શિવયાત્રા પર થયો હતો પથ્થરમારો, તે વિસ્તારમાં નગરપાલિકાએ દબાણોની માપણી શરૂ કરી

    નગરપાલિકાના અધિકારીઓએ શનિવારે (16 સપ્ટેમ્બર, 2023) ઠાસરાના તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલાં હંગામી દબાણોની માપણી શરૂ કરી હતી.

    - Advertisement -

    ઠાસરામાં જુમ્માના દિવસે હિંદુ શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ એક તરફ જ્યાં પોલીસ એક્શનમાં છે ત્યાં બીજી તરફ હવે સ્થાનિક તંત્રે પણ સક્રિયતા બતાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં બુલડોઝર ફેરવીને દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી શકે છે. 

    અહેવાલોનું માનીએ તો ઠાસરામાં જે વિસ્તારમાં શિવયાત્રા પર હુમલો થયો તે વિસ્તારમાં આવેલાં હંગામી દબાણોની માપણી કરવા માટે પ્રાંત અધિકારીએ આદેશ આપ્યા છે. જેની ઉપર હાલ પાલિકા કાર્યવાહી કરી રહી છે. સંદેશના રિપોર્ટ અનુસાર, અધિકારીના આદેશ બાદ પાલિકા અધિકારી મોનાલી શાહે અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.  

    નગરપાલિકાના અધિકારીઓએ શનિવારે (16 સપ્ટેમ્બર, 2023) ઠાસરાના તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલાં હંગામી દબાણોની માપણી શરૂ કરી હતી. મીડિયા અને સોશિયલ મીડિયામાં અમુક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યાં છે, જેમાં અધિકારીઓ માપણી કરતા નજરે પડે છે. 

    - Advertisement -

    હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે પાલિકા આ દબાણો હટાવવા જઈ રહી છે કે કેમ, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી પણ થઈ શકે છે અને તોફાનીઓનાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી શકે છે. પાલિકાએ માપણી શરૂ કરતાં આ ચર્ચાઓ શરૂ થઈ છે. 

    ઉલ્લેખનીય છે કે શોભાયાત્રા પર હુમલો થયો ત્યારથી જ સોશિયલ મીડિયા પર આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોનાં મોડેલ અપનાવીને ગુજરાતમાં પણ તોફાનીઓનાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવા માટે બુલડોઝર ચલાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. 

    હાલ પાલિકા અને પોલીસ બંનેની કાર્યવાહી ચાલી રહી છે. ઠાસરા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ વિસ્તારમાં શાંતિ છે.

    ઠાસરામાં શું બન્યું હતું?

    આ કેસમાં હિંદુ વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવી છે, તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભગવાન શિવજીની યાત્રા નગરના તીનબત્તી ચોક પર પહોંચી હતી ત્યારે અહીં કાઉન્સિલરો સહિત પચાસેક માણસોનું ટોળું આવી પહોંચ્યું હતું અને ડીજે બંધ કરાવવા માટે માથાકૂટ કરી હતી. હિંદુઓએ ત્યારબાદ ડીજે બંધ કરી દેતાં ટોળું પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક મદરેસા અને આસપાસનાં મકાનોનાં ધાબાં પરથી ‘હિંદુઓને મારો…જીવતા જવા ન જોઈએ..’ની બૂમો સાથે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.અચાનક હુમલાથી યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી તેમજ પોલીસકર્મીઓ અને કેટલાક શ્રદ્ધાળુઓ સહિત અમુક લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં