Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમારાં સંસાધનો ચોરી કરશો તો..’: જૈશ-એ-મોહમ્મદ સમર્થિત આતંકી સંગઠન PAFFની કાશ્મીરના લિથિયમ...

    ‘અમારાં સંસાધનો ચોરી કરશો તો..’: જૈશ-એ-મોહમ્મદ સમર્થિત આતંકી સંગઠન PAFFની કાશ્મીરના લિથિયમ ભંડાર પર હુમલો કરવાની પોકળ ધમકી

    આ સંગઠન નિયમિતપણે ભારતીય સુરક્ષાકર્મીઓ, રાજકીય વ્યક્તિઓ અને જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા નાગરિકોને ધમકાવતું આવ્યું છે.

    - Advertisement -

    ઇસ્લામિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટેકાથી ચાલતા સંગઠન PAFF (પીપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ) દ્વારા લિથિયમ ભંડાર પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. જૈશના ફ્રન્ટલ ટેરર ઓર્ગેનાઈઝેશન પીએએફએફએ એક પત્ર બહાર પાડીને જમ્મુ-કાશ્મીરના લોકોને કુદરતી સંસાધનોના ઉપયોગનો વિરોધ કરવા અને તેની સામે ઉભા રહેવા ઉશ્કેર્યા હતા. આ ધમકી જમ્મુ કાશ્મીરના લિથિયમ ભંડાર વિશે સરકારની ઘોષણાના ત્રીજા દિવસે મળી છે.

    PAFF દ્વારા લિથિયમ ભંડાર પર હુમલો કરવા માટે અપાયેલી ધમકી એક પત્ર દ્વારા મળી છે. જોકે આ સંગઠન નિયમિતપણે ભારતીય સુરક્ષાકર્મીઓ, રાજકીય વ્યક્તિઓ અને જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા નાગરિકોને ધમકાવતું આવ્યું છે. કહેવાય છે કે આ પત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેરથી મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીએએફએફ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું સ્વાગત કરે છે પણ તે કોઈ પણ ભારતીય કંપનીઓને આ ક્ષેત્રના સંસાધનોને ‘લૂંટવા દેશે’ નહીં.

    આ ઉપરાંત આ પત્રમાં ડ્રોનની તસવીર પણ દર્શાવવામાં આવી છે. જેની પાછળ આ આતંકવાદી જૂથનો હેતુ એ જણાવવાનો હતો કે તેઓ જમ્મુ-કાશ્મીરની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે 9 જાન્યુઆરી 2023 ના રોજ ભારતના ખનન મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો હોવાની માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અંદાજિત સંસાધન (જી 3) શોધી કાઢ્યું હતું. લિથિયમ એવી ધાતુ છે જે કોઈ પણ બેટરીના મહત્વના ઘટકોમાંનો એક છે. અગાઉ ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, મહત્વપૂર્ણ ખનિજ પુરવઠાની ચેઇનને મજબૂત બનાવવા માટે સરકાર ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિત ખનિજોને સુરક્ષિત કરવા માટે ઘણા સક્રિય પગલાં લઈ રહી છે. હાલમાં ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા કેટલાક ખનિજોની આયાત પર આધારિત છે. ખનન મંત્રાલયે આપેલી આ જાણકારી ભારતનું અગામી ભવિષ્ય ઉર્જાવાન છે તેવું કહી શકાય.

    જો જૈશ-એ-મુહમ્મદ સમર્થિત PAFFની વાત કરવામાં આવે તો ભારતે તાજેતરમાં જ આ સંગઠનને આતંકવાદી સંગઠનોની સૂચિમાં સામેલ કર્યું હતું. PAFF હથિયારો, દારૂગોળા અને વિસ્ફોટકોની દેખરેખ માટે ભરતી અને પ્રશિક્ષણ માટે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા યુવાનોને ઉઠાવી તેમને આતંકવાદી બનાવે છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠન દેશમાં ભૂતકાળમાં બનેલી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ થઈને અનેક કૃત્યો આચર્યા છે. તેવામાં ફરી એકવાર જૈશ-એ-મોહમ્મદ સમર્થિત આ આતંકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં લિથિયમ ભંડાર પર હુમલો કરવાની ધમકી આપવા બદલ ચર્ચામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં