Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીરના કુલગામમાં વધુ એક હિન્દુની હત્યા, આતંકવાદીઓએ બેંકમાં ઘૂસીને રાજસ્થાનના વિજય કુમારને...

    કાશ્મીરના કુલગામમાં વધુ એક હિન્દુની હત્યા, આતંકવાદીઓએ બેંકમાં ઘૂસીને રાજસ્થાનના વિજય કુમારને ગોળી મારી

    જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને વીણીવીણીને મારવાની ઘટનાઓ હજી પણ ચાલુ જ રહી છે.

    - Advertisement -

    કાશ્મીરના કુલગામમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે, આતંકવાદીઓએ બેંકમાં ઘૂસીને રાજસ્થાનના વિજય કુમારને ગોળી મારી દીધી હતી. ગુરુવારે (2 જૂન 2022), આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. બેંક મેનેજર વિજય કુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી હતા.

    આ પહેલા આતંકવાદીઓએ કુલગામમાં જ હિન્દુ મહિલા શિક્ષિકા રજની બાલાની ગોળી મારીને હત્યા કરી હતી. તેના થોડા દિવસો અગાઉ, બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આતંકવાદીઓ ઘાટીમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત નિશાન બનાવી રહ્યા છે.

    વિજય કુમાર કુલગામના મોહનપોરામાં સ્થાનિક દેહાતી બેંકમાં કાર્યરત હતા. મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અરેહ મોહનપુરા ગામમાં ગુરુવારે આતંકવાદીઓ બેંકમાં ઘૂસ્યા હતા અને ત્યાં તેઓએ બેંક મેનેજરની ગોળી મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વિજય ચાર દિવસ પહેલા જ બેંકમાં જોડાયા હતા.

    - Advertisement -

    મૃતક વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. દરમિયાન, કાશ્મીરમાં કામ કરતા હિન્દુ સમુદાયના સભ્યોએ સુરક્ષાની માંગ સાથે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    આ પહેલા આતંકવાદીઓએ કુલગામમાં જ હિન્દુ મહિલા શિક્ષિકા રજની બાલાની ગોળી મારીને હત્યા કરી હતી. તેના થોડા દિવસો અગાઉ, બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આતંકવાદીઓ ઘાટીમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા અને કુલગામમાં એક મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં મોટા પાયે દેખાવો થયા હતા. કાશ્મીરી પંડિતોની માંગ હતી કે તમામ સ્થળાંતરિત સરકારી કર્મચારીઓને સલામત સ્થળે પોસ્ટ કરવામાં આવે.

    કર્મચારીઓને સલામત સ્થળે મુકવામાં આવશે

    આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, જમ્મુ-પ્રશાસને બુધવારે (1 જૂન, 2022) વડા પ્રધાનના વિશેષ પેકેજ હેઠળ કાશ્મીરમાં તૈનાત તમામ હિન્દુ કર્મચારીઓને જિલ્લા મુખ્યાલયમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. આદેશ અનુસાર, કાશ્મીરમાં પીએમ પેકેજ હેઠળ ફરજ બજાવતા હિંદુ સમુદાયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં