Thursday, October 10, 2024
More
    હોમપેજરાજકારણતેલંગાણામાં PM મોદીએ પરિવારવાદ પર કર્યા પ્રહાર: સાથે જ ₹7 હજાર કરોડના...

    તેલંગાણામાં PM મોદીએ પરિવારવાદ પર કર્યા પ્રહાર: સાથે જ ₹7 હજાર કરોડના વિકાસકાર્યોની આપી ભેટ, મહાકાળી મંદિરમાં પૂજા પણ કરી

    PM મોદીએ સભામાં કહ્યું કે, "તમારો પરિવાર છે તો શું તમને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું છે? લૂંટવાનું લાયસન્સ મળી ગયું છે? તેઓ (વિપક્ષ) કહે છે કે, મોદીનો પરિવાર નથી. તેઓ કહે છે ફેમિલી ફર્સ્ટ જ્યારે મોદી કહે છે રાષ્ટ્ર ફર્સ્ટ. આ રાજકીય લડાઈ નથી, આ વિચારધારાની લડાઈ છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી 4 અને 5 માર્ચ સુધી તેલંગાણાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. 4 માર્ચના રોજ પણ તેમણે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે તેલંગાણામાં CM રેવંત રેડ્ડી સાથે એક જનસભાને સંબોધિત કરી હતી. રેવંત રેડ્ડીએ સંબોધન દરમિયાન ગુજરાત મોડલની પ્રશંસા કરી હતી અને તેલંગાણાને ગુજરાતની જેમ આગળ વધારવા માટે PM મોદીના સહયોગની અપીલ કરી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ મંગળવારે (5 માર્ચ) પણ તેલંગાણાને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. સાથે જનસભાને સંબોધીને વિપક્ષના પરિવારવાદ પર પ્રહાર પણ કર્યા છે. તેઓ હૈદરાબાદના ઉજ્જૈની મહાકાળી મંદિરના દર્શને પણ ગયા હતા.

    મંગળવાર (5 માર્ચ) PM નરેન્દ્ર મોદીના તેલંગાણા પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન તેમણે તેલંગાણામાં આવેલા સાંગારેડ્ડીમાં કરોડોનો વિકાસકાર્યોની ભેટ કરી હતી અને એક સભાને સંબોધિત કરી હતી. તેમણે અંદાજિત ₹7 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ કરી હતી. સાથે પરિવારવાદ પર પ્રહાર કરતાં PM મોદીએ સભામાં કહ્યું કે, “તમારો પરિવાર છે તો શું તમને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું છે? લૂંટવાનું લાયસન્સ મળી ગયું છે? તેઓ (વિપક્ષ) કહે છે કે, મોદીનો પરિવાર નથી. તેઓ કહે છે ફેમિલી ફર્સ્ટ જ્યારે મોદી કહે છે રાષ્ટ્ર ફર્સ્ટ. આ રાજકીય લડાઈ નથી, આ વિચારધારાની લડાઈ છે. તેમના માટે તેમનો પરીવાર પ્રથમ છે અને મારા માટે દેશનો દરેક વ્યક્તિ પ્રથમ છે.” સાથે વડાપ્રધાન મોદીએ BRS અને કોંગ્રેસ બંને પર પ્રહારો કર્યા હતા.

    PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, “તેલંગાણાને દક્ષણિ ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. રેલવેના વિદ્યુતિકરણ પર કામ કરવામાં આવી રહ્યું છે. 6 નવા સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આજે મને ₹7 હજાર કરોડની વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. હું માત્ર એક જ ઉદ્દેશ્ય સાથે કામ કરું છું- રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યોનો વિકાસ.

    - Advertisement -

    ઉજ્જયની મહાકાળી મંદિરમાં કરી પૂજા-અર્ચના

    જનસભા સંબોધનના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ ઉજ્જૈની મહાકાળી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ મંદિર તેલંગાણાના હૈદરાબાદમાં સ્થિત સિકંદરાબાદમાં આવેલું છે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટ અને પૂજારીઓ તરફથી પણ વડાપ્રધાનને માતાજીનું એક ચિત્ર ભેટ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ મંદિરની પરંપરા પ્રમાણે તિલક લગાવ્યું અને ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તેમણે મહાકાળી માતાજીને પ્રસાદ અર્પણ કર્યો અને માતાજીની આરતી ઉતારી હતી.

    સાથે વડાપ્રધાન મોદીએ આ મંદિર વિશેની ઐતિહાસિક જાણકારી પણ મેળવી હતી. પૂજારીઓ દ્વારા પુસ્તક આપીને પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં મંદિરનો સમગ્ર ઇતિહાસ અને ધાર્મિક મહત્વ વિશે સમજાવાયું છે. આ મંદિર ભદ્રકાળી માતાજીને સમર્પિત છે, હિંદુ ધર્મના પવિત્ર મંદિરોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ મંદિરનું નિર્માણ 200 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. જેમાં એક વિશાળ મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિને સોના અને ચાંદીના કિંમતી આભૂષણોથી શણગારવામાં આવી છે. આ મંદિર આખું વર્ષ ભાવિક-ભક્તો માટે ખુલ્લુ રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં