Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકચરાના પહાડ પર AAPની રાજનીતિને તેજીન્દરપાલ સિંગ બગ્ગાનો જવાબ, લુધિયાણા ડમ્પિંગ સ્ટેશન...

    કચરાના પહાડ પર AAPની રાજનીતિને તેજીન્દરપાલ સિંગ બગ્ગાનો જવાબ, લુધિયાણા ડમ્પિંગ સ્ટેશન જઈ કેજરીવાલની પોલ ખોલી

    બગ્ગાએ લુધિયાણા જઈને કરેલા ખુલાસો બાદ પંજાબ સરકારનું તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે, અને તાત્કાલિક ધોરણે આ કચરાના ઢગલાને હટાવવાની તાજ્વીજ હાથ ધરી છે.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ દિલ્હીની આમ આદમી પાર્ટીએ અગામી નગરનિગમ ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે ગાઝીપુરની લેન્ડફિલ્ડ સાઈટ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ભાજપ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી, તેવામાં ભાજપના યુવા નેતા તેજીન્દરપાલ સિંહ બગ્ગાએ લુધિયાણામાં કેજરીવાલ સરકારની પોલ ખોલી નાંખી હતી. ત્યાની લેન્ડફિલ્ડ સાઈટ પર જઈને પંજાબ AAP અને અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

    અહેવાલો અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી નજીક કચરાના પહાડનો વીડિયો જાહેર કર્યા બાદ ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે. મંગળવારે સવારે તેજિન્દર પાલ સિંહ બગ્ગા તાજપુરના કચરાના ઢગ પર પહોંચ્યા અને તેમણે કચરાના પહાડની વચ્ચે ઉભા રહીને તેજીન્દરપાલ સિંહ બગ્ગાએ લુધિયાણામાં કેજરીવાલ સરકારની પોલ ખોલી તેનો વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.

    બગ્ગાએ અરવિંદ કેજરીવાલને કચરાના ઢગલા અંગે તેમનો પક્ષ સમજાવવા કહ્યું, અને સવાલ કર્યો કે જો કચરાના પહાડને કારણે દિલ્હીના લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો લુધિયાણામાં આવા પહાડોના કારણે લોકોના બગડતા સ્વાસ્થ્ય પર કેજરીવાલ કેમ ચૂપ છે?

    - Advertisement -

    તેમણે લુધિયાણાના તાજપુર સ્થિત ડમ્પિંગ સાઈટ પર જઈને એક વિડીયો શૂટ કર્યો હતો, અને આ વિડીયો પોતાના ટ્વીટર પર પોસ્ટ કરતા તેઓ લખે છે કે, ” આજે હું કેજરીવાલના પ્રોપગેંડાને ઉઘાડો પાડવા પંજાબના લુધિયાણામાં છું, કેજરીવાલ જે કચરાના પહાડને લઈને રાજનીતિ કરી રહ્ય છે, તેમનો અસલી ચહેરો સામે લાવવા માટે તેમના શાષિત રાજ્યમાં જઈને તેમની પોલ ખોલવી જરૂરી હતી, અને તેમનો અસલી ચહેરો લોકો સામે લાવવો જરૂરી હતો.”

    બગ્ગાએ મંગળવારે સવારે 11:18 વાગ્યે 1.34 મિનિટનો વીડિયો ટ્વિટ કર્યો હતો અને મોડી સાંજ સુધીમાં તેને 4443 વખત રિટ્વીટ કરવામાં આવ્યો હતો. તેના વીડિયો પર 223 કોમેન્ટ્સ પણ આવી છે. આ સિવાય આ વીડિયોને 11100 લોકોએ લાઈક કર્યો છે અને 1.27 લાખ લોકોએ આ વીડિયો જોયો છે.

    બગ્ગાના ઓપરેશનથી AAP પ્રશાશન હરકતમાં

    અત્રે ઉલ્લેખનીય છે કે બગ્ગાએ લુધિયાણા જઈને કરેલા ખુલાસો બાદ પંજાબ સરકારનું તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે, અને તાત્કાલિક ધોરણે આ કચરાના ઢગલાને હટાવવાની તાજ્વીજ હાથ ધરી છે. આ બાબતે માહિતી આપતા પંજાબના સ્થાનિક સંસ્થાઓના મંત્રી ડૉ.ઈન્દરબીર સિંહ નિજ્જરે કહ્યું કે દિલ્હીમાં કચરાના પહાડને હટાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. લુધિયાણામાં મંગળવારથી જૂના કચરાના ડુંગરોને હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. અહીંના લોકોને કચરો દૂર કરીને રાહત આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં