Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે'- કહેનાર બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ...

    ‘માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’- કહેનાર બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી: થયો હતો માનહાનિનો દાવો

    આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સાક્ષીઓ અને પુરાવા ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ ઇન્ક્વાયરી કરીને કોર્ટ તેજસ્વી યાદવને સમન્સ પાઠવી શકે છે અને આગળની કાર્યવાહી થઈ શકે છે.

    - Advertisement -

    ગુજરાતીઓને ઠગ કહેનારા બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજે શનિવારે (20 મે 2023) આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા જેથી તેને સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન ગણાવીને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો

    સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ‘ગુજરાતી ઠગ’ નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની ગત સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, ફરિયાદી હરેશ મહેતાએ ખાનગી સમાચાર ન્યુઝ ચેનલમાં તેજસ્વી યાદવને ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આપતા સાંભળ્યા હતા. બિહાર ડેપ્યુટી CMએ ગુજરાતીઓને ઠગ કહેતાં તેમની લાગણી દુભાઈ હતી જેથી તેમણે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

    - Advertisement -

    કોર્ટે પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો

    કોર્ટે આ મામલે ફરિયાદી પક્ષને બદનક્ષી અંગેના તમામ પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરવા આદેશ આપ્યો છે. એટલે આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સાક્ષીઓ અને પુરાવા ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ ઇન્ક્વાયરી કરીને કોર્ટ તેજસ્વી યાદવને સમન્સ પાઠવી શકે છે અને આગળની કાર્યવાહી થઈ શકે છે.

    શું છે સમગ્ર કેસ?

    22 માર્ચ 2023ના રોજ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ માટે ઠગ શબ્દનો પ્રયોગ કર્યો હતો. મીડિયા સમક્ષ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, ‘આજે દેશની જે સ્થિતિ છે તે જોતાં માત્ર ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. આ ઠગને માફ પણ કરવામાં આવે છે.’ તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા મેહુલ ચોક્સી પરની રેડ કોર્નર નોટિસ હટ્યા બાદ આ નિવેદન આપ્યું હતું.

    આ ઘટના બાદ સામાજિક કાર્યકર હરેશ મહેતાએ તેજસ્વી યાદવ સામે IPCની કલમ 499 અને કલમ 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેજસ્વી યાદવના નિવેદનનો વિરોધ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે આ વાત તમામ ગુજરાતીઓ માટે નથી કહી, પરંતુ કેટલાક લોકો માટે ઠગ શબ્દનો ઉપયોગ કર્યો છે.

    માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને મળી છે 2 વર્ષની સજા

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં માનહાનિના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરત કોર્ટ 2 વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમણે પોતાનું સંસદ સભ્યપદ ગુમાવ્યું હતું.

    રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ‘તમામ મોદી સરનેમવાળા ચોર છે’. જેને લઈને ભાજપના ધરાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં