Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’: બિહારના DyCM તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં...

    ‘ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’: બિહારના DyCM તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ, રાહુલ ગાંધી બાદ RJD નેતાની મુશ્કેલીઓ વધી શકે છે, 1 મેએ સુનાવણી

    તેજસ્વી યાદવે આ નિવેદન ગત મહિને CBI અને ઇડીની કાર્યવાહી તેમજ પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ઉપર રેડ ક્રોસ નોટિસ હટ્યા બાદ આપ્યું હતું. ત્યારે તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આજે દેશની જે સ્થિતિ છે તે જોતાં ગુજરાતી જ ઠગ હોઈ શકે છે.

    - Advertisement -

    પૂર્વ સાંસદ રાહુલ ગાંધી બાદ હવે RJD નેતા તેજસ્વી યાદવ માનહાનિ કેસ મામલે ફસાઈ ગયા છે. તેજસ્વી યાદવે પોતાના એક નિવેદનમાં ગુજરાતીઓને ઠગ અને ધૂતારા કહ્યા હતા. આને લઈને તેમની સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ થયો છે. તેજસ્વીએ PNB કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ‘ગુજરાતી ઠગ’ કહ્યો હતો, જેને લીધે બિહારના ડેપ્યુટી CM સામે કેસ થયો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

    ‘આજે દેશમાં ગુજરાતી જ ઠગ હોઈ શકે છે’

    તેજસ્વી યાદવે આ નિવેદન ગત મહિને CBI અને ઇડીની કાર્યવાહી તેમજ પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ઉપર રેડ ક્રોસ નોટિસ હટ્યા બાદ આપ્યું હતું. ત્યારે તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આજે દેશની જે સ્થિતિ છે તે જોતાં ગુજરાતી જ ઠગ હોઈ શકે છે. આ ઠગ બેન્કના પૈસા, LICના પૈસા લઈને ભાગી જાય છે તો એના માટે કોણ જવાબદાર છે. તેજસ્વીએ એવું પણ કહ્યું હતું કે, BJPવાળા પણ ભાગી ગયા તો શું કરશો. એવા ઘણાં લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે પણ તેમની સામે પોપટ બહાર નથી નીકળતો. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી CMએ CBI અને EDને પોપટ કહ્યા હતા. હવે તેજસ્વી યાદવ માનહાનિ કેસ મામલે કડક કાર્યવાહીનો સામનો કરે તેવી શક્યતા છે.

    તેજસ્વી યાદવે સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન કર્યું

    તેજસ્વી યાદવના નિવેદન અંગે ફરિયાદ નોંધાવનારા હરેશ મહેતાએ કહ્યું કે, કોઈ નેતાને જરા પણ હક નથી કે તે ગુજરાતીઓને ઠગ અને ધૂતારા કહી શકે. તેમને કોઈ એક વ્યક્તિ સામે વાંધો હોઈ શકે, પરંતુ તેના કારણે આખા રાજ્ય અને તેના લોકોનું આ રીતે અપમાન કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી.

    - Advertisement -

    1 મેના સુનાવણી હાથ ધરવામાં આવશે

    તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ થયો છે. તેની સુનાવણી 1 મેના કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, કેસ દાખલ કરનાર હરેશ મહેતા ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્ટીવ કાઉન્સિલ ગુજરાતના ઉપપ્રમુખ છે. તેમણે ફરિયાદમાં તેજસ્વી યાદવનું નિવેદન શબ્દશઃ ટાંક્યું છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય કે, જે બે ઠગ છે એને ઠગાઈ કરવાની અનુમતિ છે. આજે દેશની સ્થિતિ જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. તેમની ઠગાઈને માફ કરવામાં આવશે.

    રાહુલ ગાંધીની જેમ તેજસ્વી યાદવને પણ પોતાનું પદ ગુમાવવું પડી શકે છે

    તેજસ્વી યાદવ સામે આઈપીસી 499, 500 હેઠળ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. જો ગુનો સાબિત થયો તો તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ‘મોદી સરનેમ’ મામલે રાહુલ ગાંધી સામે જે કલમો હેઠળ કેસ દાખલ થયો હતો તે જ કલમો તેજસ્વી સામે લાગી છે એટલે આરજેડી નેતાને પણ પોતાનું પદ ગુમાવવું પડી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં