Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટલાલુ યાદવના દીકરા તેજપ્રતાપને ભગવાન શ્રીકૃષ્ણના ‘સાક્ષાત દર્શન’ થયા, ટ્વિટર પર વિડીયો...

  લાલુ યાદવના દીકરા તેજપ્રતાપને ભગવાન શ્રીકૃષ્ણના ‘સાક્ષાત દર્શન’ થયા, ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરતાં નેટિઝન્સ ગેલમાં, કહ્યું- ઓસ્કરથી ઓછું કંઈ ન ખપે

  એક યુઝરે તેજપ્રતાપ યાદવને માદકદ્રવ્ય વિશે પૂછ્યું અને શંકા વ્યક્ત કરી કે તેની અસર હેઠળ આ થયું હોય શકે.

  - Advertisement -

  કાયમ વિવિધ બાબતો અને અટપટી વાતોને લઈને ચર્ચામાં રહેતા લાલુપ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ ફરી એક વખત નેટિઝન્સના મનોરંજનનું કારણ બન્યા છે. બિહારના આ મંત્રીએ આ વખતે ટ્વીટ કરીને લોકોને ગમ્મત પૂરી પાડી છે. તેમણે પોતાના ટ્વીટમાં ભગવાનના દર્શન થયા હોવાની વાત કરી હતી. તેજપ્રતાપને ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન થયા હોવાની વાત ટ્વિટર પર એવી ફેલાઈ કે લોકો રમુજી કોમેન્ટ કરતા પોતાને રોકી શક્યા ન હતા.

  22 માર્ચની મધ્ય રાત્રિએ તેજપ્રતાપે ટ્વીટ કર્યું હતું. તેમના આ ટ્વીટમાં તેમણે પોતાનો જ એક વિડીયો મૂક્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, “વિશ્વરૂપ દર્શન યોગમાં હું મુગટથી સુશોભિત ચક્ર અને ગદાથી સુસજ્જિત શસ્રો સાથે સર્વત્ર દિપ્તીમાન લોકના રૂપમાં તમને જોઈ રહ્યો છું. આ ભભૂકતી અગ્નિમાં તમારા તેજને જોવું કઠિન છે, જે તમામ દિશાઓમાંથી પ્રસ્ફૂટન પામતા સૂર્યના પ્રકાશ જેવું છે.”

  આ સાથે જ અપલોડ કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ સૂતા છે. ત્યારબાદ અચાનક જ મોટા અવાજ સાથે એકતા કપૂર દ્વારા નિર્મિત ધારાવાહિક ‘મહાભારત’ના યુદ્ધનું દ્રશ્ય શરુ થાય છે. વચ્ચે-વચ્ચે તેજપ્રતાપના હાવભાવ પણ માંજેલા અભિનેતા માફક બદલાઈ રહ્યા છે. જોઈને લાગે છે કે તેઓ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે તેઓ સપનામાં મહાભારતનું યુદ્ધ જોઈ રહ્યા છે. ત્યારબાદ વિડીયોમાં મહાભારત સીરીયલનું શ્રીકૃષ્ણનું પાત્ર વિરાટ સ્વરૂપમાં દેખાય છે અને આ સાથે જ વિડીયોમાં તેજપ્રતાપ ઝબકીને જાગી જાય છે. જાણે તેમણે ખરેખર સપનામાં ભગવાનના ‘સાક્ષાત દર્શન’ કર્યા હોય.

  - Advertisement -

  તેમણે અપલોડ કરેલા આ વિડીયો બાદ ટ્વિટર યુઝરો ગેલમાં આવી ગયા હતા અને વીડિયોના કૉમેન્ટ સેક્શનમાં રમૂજ ભરેલી ટિપ્પણીઓ કરી હતી.

  તેજપ્રતાપની આ પોસ્ટ પર પ્રયાગ તિવારી નામના યુઝરે તેમના અભિનય પર રમૂજ કરતા તેજ પ્રતાપ યાદવવે ઓસ્કર એવોર્ડ આપી દીધો હતો.

  તો સુધાંશુ ગૌર નામના યુઝરે તેજપ્રતાપ યાદવને માદકદ્રવ્ય વિશે પૂછ્યું અને શંકા વ્યક્ત કરી કે તેની અસર હેઠળ આ થયું હોય શકે.

  વધુ એક મુકેશ જિંદલ નામના યુઝરે તેજ્પ્ર્તાપના અભિનય બદલ તેમને ઓસ્કર આપવાની વાત કરી અને રમૂજી કૉમેન્ટ કરી હતી તેમજ કહ્યું કે, તેજુ ભૈયાને ઓસ્કર મળવો જ જોઈએ.

  અભિષેક આચાર્ય કુલશ્રેષ્ઠ નામના યુઝરે તો સીધું એકતા કપૂરને ટાંકીને તેજપ્રતાપ યાદવ માટે તેમની સિરિયલમાં રોલ જ માંગી લીધો. તેઓ લખે છે, ‘એકતા કપૂર પ્લીઝ કોઈ સીરીયલમાં આમને અભિનય કરવાનો મોકો આપો.’

  તેજપ્રતાપ યાદવે ટ્રોલ થવાના ડર વગર વિડીયો પોસ્ટ કરતાં પ્રિતેશ રાજભર નામના વ્યક્તિએ તેમના આત્મવિશ્વાસને વધાવી લીધો હતો. તો અન્ય એક વ્યક્તિએ તેજ પ્રતાપની ખીલ્લી ઉડાડી હતી.

  જોકે, આ પહેલીવાર નથી કે તેજપ્રતાપ યાદવે આ પ્રકારની પોસ્ટ કરી હોય અને ચર્ચામાં આવ્યા હોય. આ પહેલાં પણ એક વખત તેમણે સાંઈ બાબાએ પરચો આપ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે એક દિવસે જ્યારે તેમને ઘરમાં અને ઓફિસમાં મળેલા પરબિડીયામાં સાંઈ બાબાની ભભૂત મળી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેજ પ્રતાપના જણાવ્યા અનુસાર આ પહેલાં તેમણે બાબાને યાદ કરીને તેમની પાસેથી ભભૂત માંગી હતી.

  તેજપ્રતાપે કહ્યું હતું કે, “હું ટીવી પર સાંઈ બાબાની સિરિયલ જોઈ રહ્યો હતો. આ સમય દરમિયાન મેં (સિરિયલમાં) જોયું કે સાંઈ બાબાની ભભૂતથી લોકોની બીમારીઓ દૂર થઈ રહી છે. ત્યારબાદ મેં સાંઈ બાબાને યાદ કર્યા અને વિચાર્યું કે મને પણ ઈચ્છા છે કે મને આ ભભૂત મળે. આ પછી જ્યારે હું ઓફિસ ગયો તો મને મારા ટેબલ પર સાંઈ બાબાના ભભૂતનું પેકેટ મળ્યું હતું.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં