Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફોર્ડ મોટર્સ ટેકઓવર કરશે ટાટા, ગુજરાત સરકાર તરફથી મળી મંજુરી

    ફોર્ડ મોટર્સ ટેકઓવર કરશે ટાટા, ગુજરાત સરકાર તરફથી મળી મંજુરી

    ટાટા મોટર્સ હવે અમદાવાદ નજીક સાણંદ ખાતે આવેલા ફોર્ડ મોટર્સના એકમને હસ્તગત કરવા જઈ રહ્યું છે જ્યાં તે ઇલેક્ટ્રિક વેહિકલ્સ ઉત્પાદિત કરવાની ઈચ્છા ધરાવે છે.

    - Advertisement -

    ફોર્ડ મોટર્સ ટેકઓવર કરશે ટાટા, ટાટા મોટર્સને અમદાવાદ નજીક સાણંદ ખાતે ફોર્ડના પ્લાન્ટને ટેકઓવર કરવા માટે ગુજરાત સરકાર તરફથી મંજૂરી મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ સપ્તાહની શરૂઆતમાં ગુજરાત કેબિનેટે આ કરારને આગળ વધારવા માટે બંને કંપનીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આનાથી ટાટા મોટર્સને તેના પ્લાન્ટના લોન્ચ સમયે ફોર્ડને આપવામાં આવેલા તમામ લાભો અને પ્રોત્સાહનો પ્રાપ્ત કર્તા બનશે. જો કે, આ મંજૂરી સરકાર તરફથી માત્ર લીલી ઝંડી છે અને ડીલ કન્ફર્મ થાય તે પહેલા બંને કંપનીઓએ પોતાની વચ્ચે સમજૂતી કરાર કરવા પડશે. ખુબજ ટૂંકા સમયમાં ફોર્ડ મોટર્સ ટેકઓવર કરશે ટાટા

    ફોર્ડ ભારતમાં CBU આયાત માર્ગ દ્વારા લાવવામાં આવેલી કારનું વેચાણ કરવાનું ચાલુ રાખશે અને તેમાં Mustang Mach-E જેવી પ્રીમિયમ ગાડીઓનો સમાવેશ થશે.

    ફોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે હવે ભારતમાં કારનું ઉત્પાદન નહીં કરે, કારણ કે અમેરિકન કાર નિર્માતાને દેશમાં તેની કામગીરી ચાલુ રાખવી નફાકારક નથી લાગતી. આના પરિણામે ભારતમાં ફોર્ડની બંને ફેક્ટરીઓ કાર્યરત નથી અને ત્યારથી ટાટા મોટર્સે સાણંદમાં પ્લાન્ટ લેવા માટે રસ દાખવ્યો છે. ફોર્ડ ભારતમાં CBU રૂટ મારફતે કારનું વેચાણ કરવાનું ચાલુ રાખશે, પરંતુ તેમાં માત્ર Mustang Mach-E જેવી પ્રીમિયમ ઓફરનો સમાવેશ થશે. આ સાથેજ ટાટા મોટર્સને અમદાવાદ નજીક સાણંદ ખાતે ફોર્ડના પ્લાન્ટને ટેકઓવર કરવા માટે ગુજરાત સરકાર તરફથી મંજૂરી મળી જતા ટાટા ગ્રુપ સાણંદ ખાતે ફોર્ડના પ્લાન્ટમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરશે. આનાથી ટાટા મોટર્સને તેના પ્લાન્ટના લોન્ચ સમયે ફોર્ડને આપવામાં આવેલા તમામ લાભો અને પ્રોત્સાહનો પ્રાપ્ત કર્તા બનશે. જો કે, આ મંજૂરી સરકાર તરફથી માત્ર લીલી ઝંડી છે અને ડીલ કન્ફર્મ થાય તે પહેલા બંને કંપનીઓએ પોતાની વચ્ચે સમજૂતી કરાર કરવા પડશે. આમ ટાટા ખુબજ ટૂંકા સમયમાં ફોર્ડ મોટર્સ ટેકઓવર કરશે

    - Advertisement -

    પ્લાન્ટના ટેકઓવરને પૂર્ણ કર્યા પછી, ટાટા મોટર્સ સાણંદમાં દર વર્ષે 2 લાખ જેટલા EVs ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે, અને તે માટે વધારાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ઇવી સુવિધાને તૈયાર કરવા માટે 2000 કરોડ જેટલું રોકાણ થયા બાદ ટાટા સમગ્ર પ્લાન્ટને હસ્તગત કરશે. ભારતીય ઉત્પાદક 2026 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે, કારણ કે તે આગામી વર્ષોમાં બહુવિધ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ટાટા મોટર્સે પણ જાણવા મળ્યા અનુસાર ગુજરાત સરકારને ખાતરી આપી છે કે ફોર્ડ સુવિધામાંથી કોઈ પણ કર્મચારીને છૂટા કરવામાં આવશે નહીં. આવનારા સમયમાં ફોર્ડ મોટર્સના સાણંદ ખાતેના પ્લાન્ટ થી ટાટા કંપની અંદાજે 2 લાખ જેલ ઈ.વ્હીકલ બનાવશે તેવું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં