Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટથૂંક લગાવીને રોટલી બનાવવાનો વિડીયો વાયરલ, આરોપી તસીરુદ્દીન પકડાયો: ગાઝિયાબાદનો મામલો

    થૂંક લગાવીને રોટલી બનાવવાનો વિડીયો વાયરલ, આરોપી તસીરુદ્દીન પકડાયો: ગાઝિયાબાદનો મામલો

    મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો છે. અહીં મદીના હોટેલમાં તંદૂરી રોટલી બનાવતી વખતે તેની ઉપર થૂંકતા એક કારીગરનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. 

    - Advertisement -

    હોટેલમાં થૂંક લગાવીને રોટલી બનાવવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં તસીરુદ્દીન નામના એક ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે રોટલી બનાવતી વખતે તેની ઉપર થૂંકતો જોવા મળે છે. 

    આ મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો છે. અહીં ટીલા મોડ પોલીસ મથકે વિસ્તારના પસોન્ડા વિસ્તારમાં સ્થિત મદીના હોટેલમાં તંદૂરી રોટલી બનાવતી વખતે તેની ઉપર થૂંકતા એક કારીગરનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. 

    આ વિડીયો હિંદુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિંકી ચૌધરીએ પોતાના ફેસબુક પેજ પરથી શૅર કર્યો હતો. 51 સેકન્ડના આ વિડીયોમાં એક શખ્સ તંદૂર પાસે ઉભો રહીને રોટલીઓ બનાવતો જોવા મળે છે અને રોટલી લગાવવા પહેલાં તે થૂંકતો જોવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    ફરિયાદ બાદ પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપીનું નામ તસીરુદ્દીન છે. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે મૂળ બિહારનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. 

    આ મામલે એસીપી પૂનમ મિશ્રાએ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, હિંદુ રક્ષા દળે માંગ કરી છે કે આ મામલે હોટેલના માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ બાબતની જાણકરી તેમને પણ હશે. 

    ગત મહિને મેરઠમાંથી સામે આવી હતી આવી જ ઘટના

    આ પહેલાં ઉત્તર પ્રદેશના મેરઠમાં થૂંક લગાવીને રોટલી બનાવવાની ઘટના સામે આવી હતી. જેનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આરોપીની ઓળખ શોએબ તરીકે થઇ હતી. 

    આ મામલો મેરઠની એક નોનવેજ હોટેલનો હતો જ્યાં રોટલી બનાવતો એક ઈસમ રોટલી શેકતા પહેલાં તેની ઉપર થૂંક લગાવતો જોવા મળ્યો હતો. વાયરલ વિડીયોમાં આરોપી શોએબને પહેલાં થૂંક લગાવીને ત્યારબાદ રોટલીઓ શેકતો જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થયા બાદ સતત તેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં