Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહોટલમાં થૂંક લગાવીને રોટલી બનાવી રહ્યો હતો શોએબ, વિડીયો થઇ ગયો વાયરલ:...

    હોટલમાં થૂંક લગાવીને રોટલી બનાવી રહ્યો હતો શોએબ, વિડીયો થઇ ગયો વાયરલ: હવે શોધી રહી છે પોલીસ

    વિડીયો વાયરલ થયા બાદ સતત તેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મેરઠમાં થૂંક લગાવીને રોટલી બનાવવાની ઘટના સામે આવી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિડીયોના આધારે પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ શોએબ હોવાનું કહેવાય છે. 

    રિપોર્ટ્સ અનુસાર, આ મામલો આ મામલો મેરઠના મવાના ક્ષેત્રમાં આવેલ રોયલ હોટેલનો છે. આ હોટેલ નોનવેજ છે અને અહીં ઘણા લોકો જમવા માટે આવતા હોય છે. દરમિયાન, શુક્રવારે રાત્રે અહીંનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો હતો, જેમાં રેસ્ટોરન્ટમાં રોટલી બનાવતો એક ઈસમ રોટલી શેકતા પહેલાં તેની ઉપર થૂંક લગાવતો જોવા મળ્યો હતો. 

    વાયરલ વિડીયોમાં આરોપી શોએબને પહેલાં થૂંક લગાવીને ત્યારબાદ રોટલીઓ શેકતો જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થયા બાદ સતત તેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું. 

    - Advertisement -

    વિડીયોના આધારે પોલીસે રેસ્ટોરન્ટમાં જઈને કારીગરો સાથે પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપી શોએબ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, મામલાએ વિવાદ પકડતાં આરોપી ફરાર થઇ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    પોલીસે આ મામલે જણાવ્યું કે, વિડીયો વાયરલ થયાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે શોએબ નામના ઈસમ સામે FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ગત 15-16 તારીખની રાત્રે ફેસબુક પર એક વ્યક્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં શોએબ થૂંકીને રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડીયો મવાનાના એક રેસ્ટોરન્ટનો છે. પોલીસે કહ્યું કે, હજુ શોએબ પકડાયો નથી અને તેની ધરપકડ માટે પ્રયત્નો ચાલુ છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રોટલી પર થૂંક લગાવીને બનાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. અનેક લગ્નોમાં થૂંક લગાવીને રોટલી બનાવવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. 

    ગત 10 મેના રોજ પણ મેરઠના જ એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફિરોઝ નામના શખ્સનો થૂંક લગાવીને રોટલીઓ બનાવવાનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં