Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાતાલ સમયે જ ગામમાં પાસ્ટર સહિત ખ્રિસ્તીઓનું ટોળું પહોંચતાં વિરોધ, સ્થાનિકોએ લગાવ્યો...

    નાતાલ સમયે જ ગામમાં પાસ્ટર સહિત ખ્રિસ્તીઓનું ટોળું પહોંચતાં વિરોધ, સ્થાનિકોએ લગાવ્યો ધર્માંતરણના પ્રયાસનો આરોપ: તાપીના નિઝરની ઘટના

    નાતાલના સમયે જ ગામમાં બહારથી ખ્રિસ્તી લોકો આવ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લો હંમેશા ગેરકાયદેસર ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં અહીંથી આવો વધુ એક મામલો સામે આવ્યો હતો જ્યાં એક ગામમાં ખ્રિસ્તી પાસ્ટર અને અન્ય 30 લોકો પહોંચતાં સ્થનિકોએ એકઠા થઈને તેમનો વિરોધ કર્યો હતો અને તેઓ ધર્માંતરણ માટે આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    ઘટના તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોટલી ગામની હોવાનું કહેવાય છે. અહીં રહેતા એક કિશન પાડવીના ઘરે ખ્રિસ્તી પાસ્ટર બેન્જામિન ચૌધરી સાથે અન્ય લોકો આવ્યા હતા. જેમાંથી કેટલાક સાગબારા તો કેટલાક મહારાષ્ટ્રના હતા. 

    નાતાલના સમયે જ ગામમાં બહારથી ખ્રિસ્તી લોકો આવ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લોકોએ ખ્રિસ્તીઓ પર ધર્માંતરણ માટે આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો અને પરત ફરવા અને ફરી ગામમાં ન આવવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    સંદેશના રિપોર્ટ અનુસાર, બહારથી આવેલા લોકોએ ધર્મપરિવર્તન માટેનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હિંદુ સંગઠનો સાથે સ્થાનિકો પહોંચતાં તેમને રવાના કરવામાં આવ્યા હતા. 

    તાપીના જ ઝરાલી ગામમાં ખ્રિસ્તીઓ તરફથી હિંદુઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો 

    બે દિવસ પહેલાં જ તાપીના નાના બંધારપાડાના ઝરાલી ગામમાંથી હિંદુઓને ખ્રિસ્તીઓ દ્વારા ધમકીઓ આપવાનો મામલો સામે આવ્યો હતો. ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન સ્થાનિક હિંદુઓએ જણાવ્યું હતું કે, તેમને ડુંગર ઉપર પૂજાનો અધિકાર મળ્યો હોવા છતાં તેઓ ખ્રિસ્તીઓની ધમકીના કારણે પોતાના દેવી-દેવતાઓની પૂજા કરવા માટે જઈ શકતા નથી. 

    વાસ્તવમાં આ મામલો ગત ઓક્ટોબર મહિનામાં સામે આવ્યો હતો જ્યારે ઝરાલીમાં આવેલી એક ટેકરી ઉપર સ્થિત પ્રાચીન દેવની પૂજા માટે જતા હિંદુ આદિવાસીઓને ખ્રિસ્તી ટોળાએ ઘેરી લીધા હતા અને મારપીટ પણ કરી હતી. ત્યારે સામે આવ્યું હતું કે હિંદુઓના પ્રાચીન સ્થાનકને હટાવીને ત્યાં ‘મરિયમ માતાનું મંદિર’ નામથી ચર્ચ બાંધી કાઢવામાં આવ્યું હતું. જેનો હિંદુઓએ વિરોધ કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે તાપી, ડાંગ અને વલસાડના કપરાડા-ધરમપુર વગેરે વિસ્તારોમાં ગેરકાયદેસર ધર્માન્તરણનો મામલો હંમેશા ચર્ચામાં રહે છે. હિંદુ સંગઠનો અવારનવાર આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે અને વટલાયેલા લોકો ફરી પોતાના ધર્મમાં પરત ફરે તે માટેના પ્રયાસો પણ કરતા રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં