Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરમઝાન મહિનામાં સંગીત વગાડવાની સજા!: અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓ દ્વારા સંચાલિત રેડિયો સ્ટેશન...

    રમઝાન મહિનામાં સંગીત વગાડવાની સજા!: અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓ દ્વારા સંચાલિત રેડિયો સ્ટેશન બંધ કરી દીધું; કહ્યું- ‘તે ઇસ્લામના કાયદાની વિરુદ્ધ છે’

    સ્ટેશન મેનેજર નાઝિયા સોરોશે તાલિબાનના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, રેડિયો સ્ટેશને કોઈ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તેમણે આ પ્રતિબંધને ષડયંત્ર ગણાવ્યું હતું.

    - Advertisement -

    તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. મહિલાઓ વિરુદ્ધ ઘણા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા. તાજેતરનો મામલો એ છે કે તાલિબાને અફઘાનિસ્તાનમાં એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન બંધ કરી દીધું છે.

    તાલિબાને મહિલા રેડિયો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય લીધો કારણ કે તેમને રમઝાન પ્રસંગે વગાડવામાં આવતું સંગીત પસંદ ન હતું. અલ જઝીરાએ આ જાણકારી આપી છે.

    અફઘાનિસ્તાનનું એકમાત્ર મહિલાઓ દ્વારા ચાલતું રેડિયો સ્ટેશન હતું

    સદાઈ બાનોવાન રેડિયો સ્ટેશન અફઘાનિસ્તાનમાં એકમાત્ર મહિલા સંચાલિત સ્ટેશન હતું, જે દસ વર્ષ સુધી પ્રસારણ કરતું હતું. સદાય બાનોવનનો અર્થ મહિલાઓનો અવાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    તાલિબાન દ્વારા બંધ કરાયેલા મહિલા રેડિયો સ્ટેશનમાં 8 કર્મચારીઓમાંથી 6 મહિલાઓ હતી. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય નિર્દેશક મોઇઝુદ્દીન અહમદીએ જણાવ્યું હતું કે રેડિયો સ્ટેશન રમઝાન દરમિયાન સંગીત વગાડીને વારંવાર ઇસ્લામિક અમીરાતના કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરે છે. પરિણામે, સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું.

    “જો આ રેડિયો સ્ટેશન ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનની નીતિને સ્વીકારે છે અને ખાતરી આપે છે કે તે ફરીથી આવી વસ્તુનું પુનરાવર્તન નહીં કરે, તો અમે તેને ફરીથી ચલાવવાની મંજૂરી આપીશું,” અહમદીએ કહ્યું.

    સ્ટેશન મેનેજરે આરોપોને નકારી કાઢ્યા હતા

    સ્ટેશન મેનેજર નાઝિયા સોરોશે તાલિબાનના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, રેડિયો સ્ટેશને કોઈ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તેમણે આ પ્રતિબંધને ષડયંત્ર ગણાવ્યું હતું.

    ગર્ભનિરોધકો પર પણ મુક્યો છે પ્રતિબંધ

    તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાને નવો નિયમ લાગુ કરીને ગર્ભનિરોધક દવાઓ અને સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે હતો. તાલિબાને તેને મુસ્લિમોની વસ્તી રોકવાનું પશ્ચિમી ષડયંત્ર ગણાવ્યું છે.

    ગર્ભનિરોધકનું વેચાણ કરતા દુકાનદારોએ પોતાને બંદૂક બતાવીને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ બધા ઉપરાંત, દાઈમાઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની ગર્ભનિરોધક દવાઓ લખી ન આપે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં