Wednesday, November 6, 2024
More
    હોમપેજરાજકારણ'મારું ચરિત્ર હરણ થયું, મને મળવાનો સમય આપો': AAP સાંસદ સ્વાતિ માલીવાલે...

    ‘મારું ચરિત્ર હરણ થયું, મને મળવાનો સમય આપો’: AAP સાંસદ સ્વાતિ માલીવાલે INDI ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો, કહ્યું- મને જોઈએ છે ન્યાય

    સ્વાતિ માંલીવાલે રાહુલ ગાંધી, શરદ પવાર સહિત INDI ગઠબંધનના લગભગ તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમા તેમણે કહ્યું છે કે તેમણે 8 વર્ષ સુધી DCW (દિલ્હી મહિલા આયોગ)ની અધ્યક્ષતા કરી છે. દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના 1.7 લાખ કેસોની સુનાવણી કરી છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર આમ આદમી પાર્ટીના સાંસદ અને મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આરોપો બાદથી વિભવ જેલના સળિયા ગણી રહ્યો છે. તો બીજી તરફ હવે સ્વાતિ માલીવાલે INDI ગઠબંધનના અનેક મોટા નેતાઓને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નેતાઓ પાસે મુલાકાત માટેનો સમય માંગ્યો છે.

    સ્વાતિ માંલીવાલે રાહુલ ગાંધી, શરદ પવાર સહિત INDI ગઠબંધનના લગભગ તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે તેમણે 8 વર્ષ સુધી DCW (દિલ્હી મહિલા આયોગ)ની અધ્યક્ષતા કરી છે. દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના 1.7 લાખ કેસોની સુનાવણી કરી છે. સ્વાતિ લખે છે કે, “દુર્ભાગ્યપૂર્ણ રીતે સાંસદ બન્યા બાદ 13 મેના રોજ મુખ્યમંત્રી કેજરીવાલના PAએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસ ફરિયાદ કરવાનું પગલું ઉઠાવ્યું પરંતુ આવી સ્થિતિમાં મારી જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ મને મદદ કરવાની જગ્યાએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કરી દીધું.”

    સ્વાતિએ આ તમામ બાબતો પોતાના X હેન્ડલ પર લખી હતી. તેમણે લખ્યું કે, “મેં કોઈની સામે નમતું જોખ્યા વગર મહિલા આયોગને એક ઉંચાઈ પર ઉભું કર્યું. પરંતુ બહુ દુઃખની વાત છે કે મને મુખ્યમંત્રી આવાસ પર માર મારવામાં આવ્યો અને બાદમાં મારું ચરિત્રહરણ કરવામાં આવ્યું. મેં INDI ગઠબંધનના તમામ મોટા નેતાઓને પત્ર લખીને તેમની પાસે મળવાનો સમય માંગ્યો છે.” નોંધનીય છે કે NCP પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સ્વાતિ માલીવાલે પત્ર લખ્યો છે.

    - Advertisement -

    સ્વાતિ માલીવાલનો આરોપ છે કે ગત 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં અરવિંદ કેજરીવાલના નજીકના વ્યક્તિ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે આ દરમિયાન તેમણે અભદ્ર શબ્દોમાં ગાળો પણ ભાંડી હતી. ઘટના બાદ તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ગુનો દાખલ થયા બાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમણે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને 2 વાર ફગાવી દેવામાં આવી છે. બીજી તરફ દિલ્હી પોલીસે આ આખી ઘટનાની તપાસ માટે SITની પણ રચના કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં