Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુર શર્માને મળી રાહત; સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ થયેલી તમામ FIR દિલ્હી...

    નુપુર શર્માને મળી રાહત; સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ થયેલી તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો

    ભાજપાના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની પોતાની વિરુદ્ધ તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની પુનઃયાચિકા સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને તેમને મોટી રાહત આપી છે.

    - Advertisement -

    ભાજપાના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના વિરુદ્ધ દેશના વિવિધ સ્થળોએ થયેલી FIR ક્લબ કરવાની પુનઃયાચિકા પર આજે ફરીથી સુનાવણી થઇ હતી. અગાઉ કોર્ટે આજની સુનાવણી સુધી નુપુર શર્માની ધરપકડ કરવા પર સ્ટે આપ્યો હતો.

    આજની કાર્યવાહી શરુ થતાં જ નુપુર શર્માના વકીલે જણાવ્યું હતું કે કોર્ટના પુનઃયાચિકા અંગેની ગત સુનાવણી દરમ્યાન લગાવવામાં આવેલી રોક બાદ પણ પશ્ચિમ બંગાળમાં બે જગ્યાએ શર્મા વિરુદ્ધ FIR થઇ છે. ત્યારબાદ નુપુર શર્માના વકીલો તેમજ અન્ય વકીલો દરમ્યાન પહેલી FIR દિલ્હીમાં નહીં પરંતુ અન્ય જગ્યાઓએ ફાઈલ થઇ હોવા અંગે દલીલો થઇ હતી, જેમાં એડવોકેટ ગુરુસ્વામીએ દલીલ કરી હતી કે નુપુર શર્મા વિરુદ્ધ પ્રથમ FIR દિલ્હીમાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં થઇ છે.

    તેના જવાબમાં નુપુર શર્માના વકીલ સિંગે જણાવ્યું હતું કે મહત્વનો મુદ્દો એ છે કે નુપુર શર્માના જીવ પર જોખમ છે. ત્યારબાદ જસ્ટીસ સૂર્યકાંતે નુપુર શર્મા વિરુદ્ધની તમામ FIR ક્લબ કરીને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ બાબતનો પણ પશ્ચિમ બંગાળના વકીલ ગુરુસ્વામીએ વિરોધ કરતાં કહ્યું હતું કે સહુથી વધુ પશ્ચિમ બંગાળના લોકોની લાગણી ઘવાઈ છે અને આ રીતે આરોપીને ન્યાય’ક્ષેત્ર પસંદ કરવાનો કોઈજ અધિકાર નથી.

    - Advertisement -

    આ દલીલના પ્રત્યુત્તરમાં જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું હતું કે એવો કોઈજ પહેલેથી નક્કી કરેલો સિદ્ધાંત નથી કે જે જગ્યાએ પ્રથમ FIR થઇ હોય કે પછી જ્યાં આરોપીના કાર્યની સહુથી વધુ અસર થઇ હોય ત્યાં જ તમામ FIR ટ્રાન્સફર થાય. ત્યારબાદ જસ્ટીસ સૂર્યકાંતે એડવોકેટ ગુરુસ્વામીની તમામ દલીલો નકારીને કહ્યું હતું કે અમે મોહમ્મદ ઝુબેરના કિસ્સામાં જે નિર્ણય આપ્યો હતો તેને જ અનુસરીશું.

    ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ટાઈમ્સ નાઉ ન્યૂઝ ચેનલની ચર્ચા દરમ્યાન નુપુર શર્મા દ્વારા કથિતરૂપે પ્રોફેટ મોહમ્મદના કરવામાં આવેલા અપમાન બદલ તેમના વિરુદ્ધ થયેલી તમામ FIRને દિલ્હી ટ્રાન્સફર કરવાની નુપુર શર્માની પુનઃયાચિકા સ્વીકારી હતી. કોર્ટે દિલ્હી પોલીસને મુંબઈમાં થયેલી FIRની તેમજ અન્ય FIRની એક સાથે તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

    અગાઉ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની પ્રથમ યાચિકા દરમ્યાન તેમને જ દેશભરમાં થયેલા તોફાનો બદલ જવાબદાર ઠેરવ્યા હતા એટલુંજ નહીં પરંતુ કન્હૈયાલાલની નિર્મમ હત્યા પણ તેમના જ ઉપરોક્ત નિવેદનને લીધે થઇ હોવાનું કહ્યું હતું. કોર્ટના આ વલણની દેશભરમાં ટીકા થયા બાદ અને નુપુર શર્મા વિરુદ્ધ અસંખ્ય ધમકીઓ સામે આવ્યા બાદ તેમણે આ પુનઃયાચિકા દાખલ કરી હતી જેના પર આજે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં