Tuesday, December 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘લૉરેન્સ બિશ્નોઇ ગેંગમાંથી બોલું છું, 5 લાખ રૂપિયા મોકલી આપ’: સુરતના કાપડના...

    ‘લૉરેન્સ બિશ્નોઇ ગેંગમાંથી બોલું છું, 5 લાખ રૂપિયા મોકલી આપ’: સુરતના કાપડના વેપારીને મળી ધમકી, FIR દાખલ

    શહેરના મોટા વરાછામાં સાડીના એક વેપારી કેતન ચૌહાણને 16 માર્ચે રાત્રે 11 વાગ્યે એક વોટ્સએપ કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતાની ઓળખ લૉરેન્સ બિશ્નોઇ ગ્રુપમાંથી સુખા સોપુ તરીકે આપી હતી.

    - Advertisement -

    સુરતના (Surat) એક કાપડના વેપારી પાસે ખંડણી ઉઘરાવવામાં આવી છે અને ધમકી આપવામાં આવી છે કે જો તે 24 કલાકમાં પૈસા ન આપે તો હત્યા કરી નાંખવામાં આવશે. વેપારીને ધમકી આપનારે પોતાને લૉરેન્સ બિશ્નોઇ (lawrence Bishnoi) ગેંગનો સભ્ય ગણાવ્યો હતો. 

    સુરતના મોટા વરાછામાં સાડીના એક વેપારી કેતન ચૌહાણને 16 માર્ચે રાત્રે 11 વાગ્યે એક વોટ્સએપ કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતાની ઓળખ લૉરેન્સ બિશ્નોઇ ગ્રુપમાંથી સુખા સોપુ તરીકે આપી હતી. જ્યારે વેપારીએ લૉરેન્સ બિશ્નોઇ વિશે પૂછ્યું ત્યારે કોલ કરનારે કહ્યું કે તાજેતરમાં જેણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી એ લૉરેન્સ બિશ્નોઇ. 

    ત્યારબાદ કોલ કરનાર ઈસમે વેપારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા હતા અને કહ્યું હતું કે જો તે નહીં આપે તો 24 કલાકમાં તેની હત્યા કરી નાંખવામાં આવશે. પછીથી વેપારીએ કહ્યું કે તેની પાસે 5 લાખ રૂપિયા નથી અને પોતે નોકરી કરે છે તો ધમકી આપનારે ફોન કાપી નાંખ્યો હતો. 

    - Advertisement -

    ત્યારબાદ તેને વોટ્સએપ ઉપર અમુક મેસેજ મળ્યા હતા. જેને વેપારીએ તેમના મિત્ર હિતેશને સેન્ડ કર્યા હતા. તેમણે કૉલ કરીને પૂછતાં સામેના વ્યક્તિએ પોતાની ઓળખ લૉરેન્સ બિશ્નોઇ ગેંગના સુખા સુપા તરીકે આપી હતી. ત્યારબાદ વેપારીએ વરાછા પોલીસ મથકે FIR દાખલ કરાવી હતી. 

    લૉરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી સુરતના વેપારીને ધમકી આપવા મામલે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે જે સુખા સોપુની ઓળખ આપવામાં આવી હતી તે તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો છે. જેથી કોઈ ટીખળખોરે આમ કર્યું હોવાની પણ આશંકા છે. મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે જે સુખા સોપુનું નામ કહેવામાં આવ્યું તે તો વર્ષ 2015માં જ મૃત્યુ પામ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. 

    સલમાન ખાનને અનેક વખત ધમકી આપી ચૂક્યો છે લૉરેન્સ બિશ્નોઇ 

    પંજાબની જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇ અવારનવાર સલમાન ખાનને ધમકીઓ આપતો રહે છે. તાજેતરમાં તેણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેણે ફરી એક વખત સલમાન ખાનને મારવાની વાત કરી હતી.

    તેણે કહ્યું હતું કે તેના જીવનનો એકમાત્ર હેતુ સલમાન ખાનને મારવાનો છે. તેણે સલમાનને સિદ્ધુ મૂસેવાલા સાથે સરખાવ્યો હતો. નોંધનીય છે કે લૉરેન્સનું નામ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પણ સામે આવી ચૂક્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં