Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: આમ આદમી પાર્ટીમાં ભંગાણ યથાવત, વધુ બે કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ...

    સુરત: આમ આદમી પાર્ટીમાં ભંગાણ યથાવત, વધુ બે કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, કુલ આંકડો 12 પર પહોંચ્યો

    પહેલાં ચાર, પછી 6 અને હવે 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ ભાજપમાં જોડાયેલા કુલ કોર્પોરેટરોની સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. જેની સામે AAPમાં માત્ર 15 જ કોર્પોરેટરો બાકી વધ્યા છે. 

    - Advertisement -

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે. સુરત મહાનગરપાલિકામાં 6 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે બીજા બે કોર્પોરેટરોએ આજે ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. જેની સાથે કુલ 27માંથી 12 AAP કોર્પોરેટરો ભાજપમાં આવી ગયા છે. 

    શુક્રવારે (21 એપ્રિલ, 2023) બે કોર્પોરેટરો કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને અન્ય ભાજપના નેતાઓએ આ બંને કોર્પોરેટરોને પાર્ટીમાં આવકાર્યા હતા. નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ બે કોર્પોરેટરોએ ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું છે. બંને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ પર વિશ્વાસ દાખવ્યો છે.

    ભાજપમાં જોડાયેલા AAP કોર્પોરેટરે કહ્યું કે, “દરેક વ્યક્તિ કોઈને કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હોય છે. કોઈ નવી પાર્ટી આવે તો તેના વિચારોથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાતા હોય છે. પરંતુ જ્યારે તમને લાગે કે પાર્ટી તમારા વિચારોથી વિરુદ્ધ જઈ રહી છે ત્યારે તે પાર્ટી છોડી દો છો. અમે જે આશાથી પાર્ટીમાં જોડાયા હતા તે બાબતો સાર્થક થઇ રહી નથી. જેથી અમારી પહેલાંની પાર્ટી ભાજપમાં પરત ફર્યા છીએ.”

    - Advertisement -

    આ પહેલાં 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા 

    હજુ એક એઠવાડિયા પહેલાં જ ગત શનિવારે સુરત ખાતે (15 એપ્રિલ, 2023) આમ આદમી પાર્ટીના (AAP) 6 જેટલા કોર્પોરેટરોએ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. તે પહેલાં ગત વર્ષે 4 કોર્પોરેટરો પહેલેથી જ ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા. 

    પહેલાં ચાર, પછી 6 અને હવે 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ ભાજપમાં જોડાયેલા કુલ કોર્પોરેટરોની સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. જેની સામે AAPમાં માત્ર 15 જ કોર્પોરેટરો બાકી વધ્યા છે. 

    2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને કુલ 120માંથી 27 બેઠકો મળી હતી. બાકીની તમામ બેઠકો (93) પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં