Tuesday, November 26, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં BRTS બની યમ: 2 બસો વચ્ચે અકસ્માતમાં 8થી વધુ વાહનોનો કચ્ચરઘાણ,...

    સુરતમાં BRTS બની યમ: 2 બસો વચ્ચે અકસ્માતમાં 8થી વધુ વાહનોનો કચ્ચરઘાણ, બેના મોત અનેક ઘાયલ

    GIDC નજીક આવેલા પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા જ આવતા ગજેરા સર્કલ પાસે બે બસો એકબીજા સાથે અથડાઈ હતી. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં 8 બાઈકો તેમજ રિક્ષા અને ટેમ્પો પણ તેની હડફેટે આવ્યા હતા.

    - Advertisement -

    સુરતથી કાળજું કંપાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં GIDC નજીક આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 બાઈકો સહિત રિક્ષા અને અન્ય વાહનો હડફેટે ચઢ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર સુરતમાં BRTS બસે અકસ્માત સર્જતા 2 લોકોના મોત નીપજ્યા છે જયારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર સુરતમાં કતારગામ વિસ્તારમાં 2 BRTS બસે અકસ્માત સર્જ્યો હતો. GIDC નજીક આવેલા પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા જ આવતા ગજેરા સર્કલ પાસે બે બસો એકબીજા સાથે અથડાઈ હતી. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં 8 બાઈકો તેમજ રિક્ષા અને ટેમ્પો પણ તેની હડફેટે આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે જયારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    અહેવાલો અનુસાર ઈજાગ્રસ્ત લોકોમાં ત્રણ જણાની હાલત વધુ ગંભીર જણાવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ તેમજ સ્મિમેર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને અકસ્માતગ્રસ્ત બસો બેટરી સંચાલિત છે. અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. અકસ્માતની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

    - Advertisement -

    ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતા જ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ દોડી ગયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની પાસેથી ટેલીફોનીક માહિતી પણ મેળવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુરત શહેરના મેયર તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ દવાખાને પહોંચ્યા છે.

    સુરતમાં BRTS બસે અકસ્માત સર્જતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળાએ બસને ઘેરીને તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે ઘટના સ્થળે હાજર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં કેટલાક લોકોની સ્થિતિ સામાન્ય હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    આ મામલે વધુ માહિતી મળતાની સાથે જ અમે આ સમાચારને અપડેટ કરીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં