Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત પૂર્વમાં આપ લડતની બહાર થયું, ઉમેદવારી પત્ર ભરવાનાં છેલ્લા દિવસે ડમી...

    સુરત પૂર્વમાં આપ લડતની બહાર થયું, ઉમેદવારી પત્ર ભરવાનાં છેલ્લા દિવસે ડમી ઉમેદવાર દ્વારા દાવ થઇ ગયો!

    નોંધનીય છે કે આ પહેલા સુરત પૂર્વમાં AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી નોધાવ્યા બાદ પોતાના પરિવાર ગાયબ થઇ ગયા હતા, જે પછી દિલ્હીથી માંડીને ગુજરાતના સુરત સુધી AAPના નેતાઓ જરીવાલાના અપહરણ થયા હોવાના આરોપો ભાજપ પર લગાવી રહ્યા હતા.

    - Advertisement -

    અગામી વિધાનસભા ચૂંટણી પહેલા AAPના હાલ બેહાલ થયા છે, તેવામાં પણ સુરતના પૂર્વ વિસ્તારની બેઠકે તો આપ સાથે ઉપરા-ઉપરી દાવ કર્યા છે, પહેલા કંચન જરીવાલાએ પોતાનું નામાંકન પાછું લેતા અપહરણની પીપુડી વગાડતા AAP નેતાઓને નીચા જોણું થયું હતું. તો હવે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ફોર્મ પાછું ખેંચીને સુરત પૂર્વમાં ડમી ઉમેદવારે પણ AAP સાથે દાવ કર્યો છે. જે પછી AAPએ પોતાના ઉમેદવારોને દુર હોટલમાં લઇ જવાની ફરજ પાડી હતી.

    અહેવાલો અનુસાર સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર AAPના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની AAPના બેનર હેઠળ ચૂંટણી લડી શકે એમ ન હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું. જો કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત પૂર્વમાં ડમી ઉમેદવારે પણ AAP સાથે દાવ કર્યો અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું અને કહ્યું કે પાર્ટીએ અપક્ષમાંથી ફોર્મ પાછું ખેંચી લેવા જણાવ્યું છે.

    આ પહેલા કંચન જરીવાલાએ આપ્યો હતો ઝટકો

    - Advertisement -

    નોંધનીય છે કે આ પહેલા સુરત પૂર્વમાં AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી નોધાવ્યા બાદ પોતાના પરિવાર ગાયબ થઇ ગયા હતા, જે પછી દિલ્હીથી માંડીને ગુજરાતના સુરત સુધી AAPના નેતાઓ જરીવાલાના અપહરણ થયા હોવાના આરોપો ભાજપ પર લગાવી રહ્યા હતા. જરીવાલાના ભૂગર્ભમાં ઉતરવાનો ફાયદો ઉઠાવવા AAP એટલું અધીર થઇ ગયું કે ઇસુદાન ગઢવી અને અરવિંદ ગોપાલ ઈટાલીયા તો ઠીક પણ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ જાણે કે અચાનક મળી ગયેલી કોઈ તકનો ફાયદો ઉઠાવતા હોય તેમ ભાજપ પર આરોપના ટોપલા ઢોળવા મચી પડ્યા હતા. પરંતુ આવા દાવાઓ વચ્ચે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોતાની મરજીથી ઉમેદવારી પરત ખેંચી હતી. અને જાહેરમાં નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા હતા.

    પાર્ટીના આંતરિક વિખવાદના ભોગ બન્યા કંચન જરીવાલા

    આ ઘટના બાદ અમારા ગ્રાઉન્ડ રીપોર્ટ મુજબ અમારા સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કંચન જરીવાલા આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને તેમનાજ કાર્યકર્તાઓના વિરોધનો ભોગ બન્યા હતા, જરીવાલાના અંગત વોટ્સપ ગ્રુપમાં ગત વર્ષની કોર્પોરેશન ચૂંટણીના આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે કંચન જરીવાલાને વોટ નહી કરવા માટેના મેસેજ મુક્યા હતા, જેમાં કંચન જરીવાલાના ફોટા પર કાળા કલરથી ચોકડી મારેલી છે અને નીચે “આ ભાઈને વોટ આપવો નહિ” તેમ લખેલું હતું. પાર્ટી કાર્યકર્તાઓના આ પ્રકારના માનસિક ત્રાસથી તણાવમાં આવીને તેમણે પોતાની દાવેદારી પરત લીધી હોવાનું સ્વીકાર્યું હતું. તો હવે આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા સુરત પૂર્વમાં AAP લડત બહાર થયું હોવાની જાણકારી મળી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં