Sunday, September 8, 2024
More
    હોમપેજદેશશું નહીં જળવાય કાવડિયાઓની ધાર્મિક પવિત્રતા?: દુકાનદારોની ઓળખ જાહેર કરવાના નિયમ પર...

    શું નહીં જળવાય કાવડિયાઓની ધાર્મિક પવિત્રતા?: દુકાનદારોની ઓળખ જાહેર કરવાના નિયમ પર સુપ્રીમ કોર્ટની રોક; મહુઆ મોઇત્રાએ કરી હતી અરજી, કોંગ્રેસ નેતાએ લડ્યો કેસ

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઋષિકેશ રોય અને SVN ભટ્ટીની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. મહત્વનું છે કે જે લોકોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે તેમાં પશ્ચિમ બંગાળની TMC પાર્ટીના વિવાદિત સાંસદ મહુઆ મોઇત્રા પણ છે. મજાની વાત તે છે કે આ મામલે વરિષ્ઠ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલ આપનાર અભિષેક સિંઘવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.

    - Advertisement -

    શ્રાવણ શરૂ થતાની સાથે જ સોમવારથી (22 જુલાઈ 2024) ભગવાન શિવની પવિત્ર કાવડ યાત્રાઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન ભક્તોની યાત્રાની પવિત્રતા જળવાઈ રહે અને તેમની સાથે કોઈ ગેરરીતી ન થાય તે હેતુથી ઉત્તર પ્રદેશ સરકારે નિયમ બનાવ્યો હતો કે કાવડ યાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનદારોએ પોતાની અસલ ઓળખના બોર્ડ મારવા. ત્યારે સરકારના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઋષિકેશ રોય અને SVN ભટ્ટીની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. મહત્વનું છે કે જે લોકોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે તેમાં પશ્ચિમ બંગાળની TMC પાર્ટીના વિવાદિત સાંસદ મહુઆ મોઇત્રા પણ છે. મજાની વાત તે છે કે આ મામલે વરિષ્ઠ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલ આપનાર અભિષેક સિંઘવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમણે દાવો કર્યો હતો કે આ અલ્પસંખ્યકોને બોયકોટ કરવાનો કારસો છે.

    અરજી અને સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) દુકાનો-ઢાબાઓપર દુકાનના માલિકોની ઓળખ દર્શાવતી પ્લેટો લગાવવાના આદેશ પર વચગાળાની રોક લગાવી દીધી. આ આદેશ સાથે-સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને નોટીસ આપીને ખુલાસો પણ માંગ્યો છે. આ સુનાવણી દરમિયાન મહુઆ મોઇત્રાની અરજી પર કોંગ્રેસી નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલો પર દલીલો આપી રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે તેમને ટોક્યા પણ હતા.

    - Advertisement -

    કોંગ્રેસી નેતા અને વકીલ સિંઘવીને કોર્ટની ટકોર

    સિંઘવીએ દલીલ આપતા કહ્યું હતું કે આ સીધી રીતે અલ્પસંખ્યક સમુદાયનો બહિષ્કાર કરવાનો કારસો છે. તેના પર પીઠે તેમને ટોકતા પૂછ્યું હતું કે શું ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સરકારે આ મામલે કોઈ ઔપચારિક આદેશ પારીત કર્યો હતો? તેના પર તેમણે કહ્યું કે ભોજનાલયોમાં માલિકોના નામ પ્રદર્શિત કરવા સંબંધે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી. સિંઘવીએ તેમ પણ કહ્યું કે આ ઓળખના આધારે એક સમાજનો બહિષ્કાર છે અને તે સંવિધાનના વિરુદ્ધ છે.

    સિંઘવી સતત સુપ્રીમ કોર્ટમાં દલીલો આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કોઈ વ્યક્તિ રેસ્ટોરન્ટમાં તેના માલિકના નામ માટે નહીં, જમવા માટે જાય છે. તેના પર જસ્ટિસ ભટ્ટીએ કહ્યું, “ડૉ. સિંઘવી, જમીની સ્તરે જે થઈ રહ્યું છે તેને વધારી ચઢાવીને પણ ન રજુ કરવું જોઈએ. આ આદેશોમાં સુરક્ષા અને સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમારું કહેવું છે કે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, શું તે વાજબી છે? વાતને વધારી-ચઢાવીને ન કહો.” તેના પર સિંઘવીએ કહ્યું કે કાવડ યાત્રા દશકાઓથી થઈ રહી છે. કાવડ યાત્રાના રસ્તામાં મુસ્લિમો સહિત તમામ ધર્મના લોકો તેમની મદદ કરે છે. નોંધનીય છે કે આ મામલે અરજી આપવામાં TMC સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra), દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ અને તથાકથિત એક્ટિવિસ્ટ આકાર પટેલનું નામ છે.

    શું છે સમગ્ર મામલો

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારે શુક્રવારે (19 જુલાઈ) કાવડ યાત્રાળુઓની પવિત્રતા જાળવી રાખવા માટે રાજ્યભરમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી તમામ ફળોની દુકાનો, ખાણીપીણી અને રેસ્ટોરન્ટના માલિકોને નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને લઈને વિપક્ષી નેતાઓ નિર્ણયને ભાજપની વિભાજનકારી નીતિઓનો ભાગ ગણાવીને હોબાળો મચાવી રહ્યા છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે, હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો પૂર્ણ અધિકાર છે અને આદેશ કોઇ એક ધર્મના લોકો માટે નહીં પણ સૌ માટે સમાન રીતે લાગુ પડશે.

    મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં (Ujjain Madhya Pradesh) પણ તેવો જ આદેશ આપવામાં આવ્યો હતો. કાવડ યાત્રા પહેલાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળોની દુકાનના માલિકોને પોતાનાં નામ ડિસ્પ્લે કરવા માટે આદેશ આપવામાં આવ્યા બાદ યોગી સરકારે આ ગાઈડલાઈન આખા રાજ્ય માટે લાગુ કરી દીધી હતી.

    ઉલ્લેખનીય છે કે, એવી અઢળક દુકાનો, ગલ્લાઓ, હોટલો, ઢાબાઓ વગેરે હશે કે જેમાં ભળતા નામથી અંદાજો ન લગાવી શકાય કે જે-તે ફર્મની માલિકી કોની છે. ખાસ કરીને જ્યારે ધાર્મિક મહત્વ ધરાવતા શહેરો કે તે તરફ જતા રસ્તાની વાત હોય ત્યારે આ પ્રકારની મૂંઝવણ ભક્તો અનુભવતા હોય છે. ત્યારે આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા હતા. તાજું ઉદાહરણ જોઈએ તો મુજફ્ફરનગરમાં સંગમ ઢાબા નામથી એક ઢાબા છેલ્લાં 25 વર્ષથી ચાલતું હતું. પરંતુ પોલીસના આદેશ બાદ હવે તેનું નામ ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ કરી દેવામાં આવ્યું હતું. બની શકે કે હવે ફરી તેનું નામ બદલીને ઓળખ છુપાવી દેવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં