Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણકાવડિયાઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે હલાલ ઉત્પાદનો વેચનાર સામે કાર્યવાહી અને ખાણીપીણી...

    કાવડિયાઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે હલાલ ઉત્પાદનો વેચનાર સામે કાર્યવાહી અને ખાણીપીણી વેચનાર માલિકોની ઓળખ દર્શાવવી જરૂરી: સીએમ યોગી આદિત્યનાથ

    આ પગલાની વિરોધ પક્ષો દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી છે જેમણે યુપી સરકાર પર એક સમુદાયને અલગ કરવાનો આરોપ મૂક્યો છે.

    - Advertisement -

    શુક્રવારે, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે 22 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આદેશ આપ્યો હતો કે કાવડ યાત્રા દરમિયાન કાવડિયાઓની આસ્થાની પવિત્રતા જાળવવા કાવડ માર્ગો પરની ખાણી-પીણીની દુકાનો કારીગર/માલિકનું નામ અને ઓળખ દર્શાવે. વધુમાં, હલાલ-પ્રમાણિત ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

    અગાઉ, મુઝફ્ફરનગર પોલીસે કાવડ માર્ગ પરના તમામ ખાણીપીણીને તેમના માલિકો અને કર્મચારીઓના નામ ‘સ્વૈચ્છિક રીતે પ્રદર્શિત’ કરવા વિનંતી કરી હતી, અને ઉમેર્યું હતું કે આ આદેશનો હેતુ કોઈપણ પ્રકારનો ‘ધાર્મિક ભેદભાવ’ ઉભો કરવાનો નથી પરંતુ માત્ર ભક્તોને સુવિધા આપવાનો છે.

    ડીઆઈજી સહારનપુર અજય કુમાર સાહનીએ જણાવ્યું હતું કે, “અગાઉ એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે કાવડિયાઓએ હોટલ અને ઢાબા પર ભોજનના રેટ લિસ્ટને લઈને દલીલો કરી હતી. આ ઉપરાંત, એવા કિસ્સાઓ બન્યા છે કે અમુક હોટેલ/ઢાબા પર નોન-વેજ ઉપલબ્ધ હોય અથવા કોઈ અન્ય સમુદાયના વ્યક્તિએ કોઈ અન્ય નામથી હોટેલ/ઢાબા ખોલ્યા હોય અને તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ હોય. તેના પગલે એવો નિર્ણય લેવાયો હતો કે દુકાનો/હોટલો/ઢાબાના કારીગર/માલિકનું નામ બોર્ડ પર સ્પષ્ટ રીતે લખવામાં આવશે, રેટ લિસ્ટ સ્પષ્ટ લખવામાં આવશે અને કામદારોના નામ પણ સ્પષ્ટ લખવામાં આવશે જેથી કરીને કોઈ સમસ્યા ન સર્જાય. આ બાબતે દરેક સાથે વાટાઘાટો કરવામાં આવી હતી અને તમામ હોટલ/ધાબા તેના માટે સંમત થયા હતા. આ અમારા કાવડ રૂટ માટે નક્કી કરવામાં આવ્યું છે.”

    - Advertisement -

    વિપક્ષ દ્વારા કરવામાં વાઇ રહ્યો છે વિરોધ

    જો કે, આ પગલાની વિરોધ પક્ષો દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી છે જેમણે યુપી સરકાર પર એક સમુદાયને અલગ કરવાનો આરોપ મૂક્યો છે. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ ડૉ. એસ.ટી. હસન કહે છે, ”મુસ્લિમોનો બહિષ્કાર કરવાનો અને હિંદુઓની દુકાનો પર જવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ સાંપ્રદાયિક વિચાર ક્યાં સુધી ચાલશે? કમનસીબે, આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. બે સમુદાયો વચ્ચે ખાઈ સર્જાઈ રહી છે. આ પ્રકારના ઓર્ડર રદ કરવા જોઈએ…”

    યુપી રાજ્ય કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું, “આ એકદમ અયોગ્ય છે. તેઓ સમાજમાં ભાઈચારાની ભાવનાને ક્ષીણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકો વચ્ચે અંતર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તાત્કાલિક રદ થવી જોઈએ.”

    અગાઉ ગુરુવારે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ આદેશને ‘સામાજિક અપરાધ’ તરીકે ગણાવ્યો હતો અને સરકાર અને વહીવટીતંત્રની ક્રિયાઓ પાછળના ઇરાદા પર સવાલ ઉઠાવતા કોર્ટમાં હસ્તક્ષેપની હાકલ કરી હતી.

    AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આદેશની નિંદા કરી, તેને રંગભેદ અને નાઝી-યુગની પ્રથાઓ સાથે સરખાવી હતી. સાથે જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પડકાર આપ્યો કે જો તેમની ‘હિંમત’ હોય તો લેખિત આદેશ જારી કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં