Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતમાતર કેસમાં પોલીસકર્મીઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સજાના આદેશ પર લગાવ્યો સ્ટે:...

    માતર કેસમાં પોલીસકર્મીઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સજાના આદેશ પર લગાવ્યો સ્ટે: નવરાત્રીમાં પથ્થરમારો કરનાર આરોપીઓને જાહેરમાં માર મારવાનો હતો મામલો

    - Advertisement -

    નવરાત્રી દરમિયાન ખેડાના ઉંઢેલા ગામમાં બનેલી પથ્થરમારાની ઘટનાના આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલીસના 4 પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા સંભળાવી હતી. જે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા હવે તેણે હાઈકોર્ટના સજાના આદેશ પર રોક લગાવી છે.

    મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલી અરજી સાંભળવાની મંજુરી આપી છે અને પોલીસકર્મીઓને આંશિક રાહત આપતા ગુજરાત હાઈકોર્ટના સજાના આદેશ પર સ્ટે મુક્યો છે. આ ઉપરાંત સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ દ્વારા આરોપીઓ સાથે કરવામાં આવેલી કાર્યવાહીની પણ નિંદા કરી હતી. આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે પોલીસકર્મીઓને દોષી જાહેર કરી 14 દિવસની જેલની સજા અને ₹2000નો દંડ ફટકાર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવરાત્રિ દરમિયાન ખેડામાં ચાલુ ગરબાએ મુસ્લિમ યુવકોએ સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાના હેતુથી પથ્થરમારો કર્યો હતો. આરિફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ ગરબા રમતા લોકો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 6 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જે મામલે ખેડા પોલીસ દ્વારા આરોપી ઇસમોની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહીના રૂપે આરોપીઓને સબક શીખવવા જાહેરમાં માર માર્યો હતો. જે પછી આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

    - Advertisement -

    હાઇકોર્ટમાં ચાલુ ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવનાર 4 પોલીસ કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટે અવમાનના હેઠળ દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટે આ પોલીસ કર્મચારીઓને પોતાના બચાવમાં સોગંદનામું રજુ કરવા માટે 11 ઓકટોબર 2023 સુધીનો સમય આપ્યો હતો. આ મામલે ખેડાના જિલ્લા પોલીસ અધિક્ષકે સોગંદનામું દાખલ કર્યું હતું. જેમાં પોલીસે જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવા આ પ્રકારની કાર્યવાહી જરૂરી હતી.

    ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક્શન લેતા એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્‍મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી એમ ચાર પોલીસ જવાનોને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ પહેલા તેઓએ પીડિત મુસ્લિમ યુવકોને વળતર ચૂકવવાની ઓફર આપી હતી, પરંતુ તેઓએ તે નકારી કાઢી હતી.

    આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી હતી અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવાની માંગ કરી હતી. ત્યારે રાજ્યના ગૃહ મંત્રીએ પણ નિવેદન આપતા કહ્યુ હતું કે, આવું કૃત્ય ક્યારેય સમાજ સ્વીકારશે નહીં. આનાથી ધાર્મિક પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વળી અસામાજિક તત્વોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે પછી હાલ આ 4 પોલીસ કર્મીઓએ ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી પોલીસ કર્મીઓને આંશિક રાહત આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં