આજે (11 મે, 2023) દિલ્હીમાં પ્રશાસનિક સેવાઓ પર નિયંત્રણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે દિલ્હીની વહીવટી સેવાઓ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનો અધિકાર રહેશે. આ ઉપરાંત દિલ્હી સરકાર અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત નિર્ણયો પણ લઈ શકશે. સાથે જ કેન્દ્રની સત્તા દિલ્હીમાં કાયદો વ્યવસ્થા, પોલીસ અને જમીન સાથે જોડાયેલી બાબતોમાં રહેશે.
દિલ્હીમાં નિયંત્રણ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમ આર શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએમએસ નરસિમ્હા રાવની બેન્ચે સુનવણી કરી હતી, અને આમ આદમી પાર્ટી (AAP) અને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો હતો.
CJI DY Chandrachud : It has to be ensured that governance of states is not taken over by the union.#SupremeCourt #DelhiGovtVsLG
— Live Law (@LiveLawIndia) May 11, 2023
ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્ય પાસે પણ સત્તા છે, પરંતુ રાજ્યની વહીવટી સત્તા સંઘના હાલના કાયદાને આધિન રહેશે. કોર્ટે કહ્યું કે તે જસ્ટિસ ભૂષણના વર્ષ 2019ના નિર્ણય સાથે સહમત નથી. વહીવટ ચલાવવાની સાચી સત્તા ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ. જો બંધારણીય રીતે ચૂંટાયેલી સરકારને આ સત્તાઓ નહીં મળે તો જવાબદારી માટેનો ત્રિવિધ શ્રૃંખલાનો સિદ્ધાંત અર્થહીન બની જશે.
Supreme Court says if the officers stop reporting to the ministers or do not abide by their directions, the principle of collective responsibility is affected. The officers feel they are insulated from the control of the government, which will dilute accountability and affect… pic.twitter.com/YxN2rorMkE
— ANI (@ANI) May 11, 2023
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો અધિકારીઓ મંત્રીઓને રિપોર્ટ કરવાનું બંધ કરે છે અથવા તેમના નિર્દેશોનું પાલન નથી કરતા, તો સામૂહિક જવાબદારીના સિદ્ધાંતને અસર થાય છે. અધિકારીઓને લાગે છે કે તેઓ સરકારના નિયંત્રણથી અસ્પૃશ્ય છે, જે જવાબદારીમાં ઘટાડો કરશે અને શાસનને અસર કરશે.
આ નિર્ણયની સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં પબ્લિક ઓર્ડર, પોલીસ અને લેન્ડ પાવર ઉપરાજ્યપાલ પાસે રહેશે. કારણ કે દિલ્હી અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો જેવો પ્રદેશ નથી. કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભા પાસે જમીન, જાહેર વ્યવસ્થા અને પોલીસ સિવાય લિસ્ટ 2 માં તમામ વિષયો પર કાયદા બનાવવાની સત્તા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર અને કેન્દ્રના કામ કરવાના અધિકાર પર આ વિવાદ જૂનો છે. આ અંગે નિર્ણય 4 જુલાઈ 2018ના રોજ પણ આવ્યો હતો, જો કે, સેવાઓ અને અધિકારીઓ પર નિયંત્રણ જેવા મુદ્દાઓ પર વધુ સુનાવણી બાકી રહી હતી. આ પછી વર્ષ 2019માં નિર્ણય આવ્યો હતો કે રાજધાની દિલ્હીમાં પ્રશાસનિક સેવાઓ પર નિયંત્રણ રાખવાનો અધિકાર કોને મળશે. પરંતુ તે સમયે પીઠના બંને ન્યાયાધીશોના મંતવ્યો અલગ હતા. આ મામલાને આગળ ચીફ જસ્ટિસને મોકલવામાં આવ્યો જેથી ત્રણ જજની બેન્ચની રચના કરી શકાય. આખરે આ મામલે પાંચ જજની બેન્ચે સુનાવણી કરી હતી અને 18 જાન્યુઆરી 2023ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.