Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુરોલા મહાપંચાયતને રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: ઉત્તરાખંડના સીએમ અને ડીજીપીએ કાયદો...

    પુરોલા મહાપંચાયતને રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: ઉત્તરાખંડના સીએમ અને ડીજીપીએ કાયદો તોડનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપી

    ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિંદુઓએ 15મી જૂન 2023ના રોજ પુરોલા ખાતે મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યમાં ઝડપથી વધી રહેલી લવ જેહાદની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવવાની છે.

    - Advertisement -

    14મી જૂન 2023ના રોજ, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યોજાનારી મહાપંચાયતને રોકવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યની છે. સર્વોચ્ચ અદાલતે અરજદારને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યા બાદ પર્વતીય રાજ્યના સીએમ અને ડીજીપીએ ખાતરી આપી હતી કે જો કોઈ રાજ્યમાં કાયદો તોડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પુરોલા મહાપંચાયત માટેનું આયોજન હિંદુ સમુદાય દ્વારા રાજ્યમાં પ્રવર્તતી અને વધી રહેલી લવ જેહાદની સમસ્યા અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવવાનું છે.

    જો કે, ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્રે મહાપંચાયત માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો અને CrPC ની કલમ 144 હેઠળ નિયંત્રણો લાદ્યા હતા. પુરોલા પ્રધાન સંગઠન દ્વારા મહાપંચાયત બોલાવવામાં આવી હતી અને તેને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિત અન્યનો ટેકો મળ્યો છે. ગયા મહિને પુરોલાની એક સગીર છોકરી સાથે ભાગીAs the court rejects petition to stop Purola Mahapanchayat, Uttarakhand CM and DGP assure action if anyone breaks the lawજવાના કથિત પ્રયાસમાં બે પુરૂષો ઝડપાયા બાદ પુરોલામાં પરિસ્થિતિ તંગ બની છે.

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “અમે દરેકને શાંતિ જાળવવા અને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરી છે. અત્યાર સુધી જે પણ ઘટનાઓ બની છે, પ્રશાસને તેના પર યોગ્ય કાર્યવાહી કરી છે. કોઈ હિંસા કે કોઈની લૂંટની ઘટના નથી. પરંતુ તેમ છતાં, અમે લોકોને અપીલ કરી છે કે દરેક વ્યક્તિએ શાંતિ જાળવી રાખવી જોઈએ. જો કોઈ દોષિત હશે તો તેની સામે કાયદો કાર્યવાહી કરશે. કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવાશે નહીં. તે અંગે દરેકને સૂચના આપવામાં આવી છે.”

    - Advertisement -

    ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે કહ્યું, “જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પગલાં લઈ રહ્યા છીએ, કોઈને પણ શાંતિ ભંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું તમામ પક્ષોને અપીલ કરું છું કે શાંતિ જાળવવા માટે અમને સહકાર આપે. કોઈને પણ કાયદો તોડવા દેવામાં આવશે નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે ત્યાં તમામ દળો તૈનાત કરી દીધા છે. અમે સજાગ અને જાગૃત છીએ. અમે કોઈને પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા દઈશું નહીં અને દરેક કિંમતે શાંતિ જાળવી રાખવામાં આવશે.”

    ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિંદુઓએ 15મી જૂન 2023ના રોજ પુરોલા ખાતે મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યમાં ઝડપથી વધી રહેલી લવ જેહાદની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવવાની છે.

    ઉત્તરાખંડનો ઉત્તરકાશી પ્રદેશ હાલમાં તમામ મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયામાં વાતચીતનો વિષય છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના પહાડી શહેર પુરોલામાંથી કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યા બાદ આ બન્યું હતું. ઉવેદ ખાન, જેના પર સગીર હિંદુ છોકરીને ફસાવવાનો અને પછી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો, તેને શુક્રવારે (26 મે 2023) પુરોલાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં