Sunday, September 8, 2024
More
    હોમપેજદેશકમલેશ તિવારી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કાવતરું રચનાર સૈયદ આસિમ અલીને આપ્યા...

    કમલેશ તિવારી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કાવતરું રચનાર સૈયદ આસિમ અલીને આપ્યા જામીન: પયગંબર પર કથિત ટિપ્પણીનો આરોપ મૂકીને કાપ્યું હતું ગળું

    કોર્ટે કહ્યું હતું કે તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તેની વિરુદ્ધ યુપી ગેંગસ્ટર્સ અને એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1986, હેઠળ અરજી કરવામાં આવી નથી માટે તેને જામીન મળવા પાત્ર છે.

    - Advertisement -

    2019માં હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી પર પયગંબર વિષે કથિત ટિપ્પણી કરવાનો દ્વેષ રાખીને લખનૌમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં મુખ્ય કાવતરાખોર તરીકે સૈયદ આસિમ અલીની ઓળખ થઈ હતી. હવે પોતાના તાજા ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે સૈયદ અલીને જામીન આપ્યા છે.

    જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અવલોકન કર્યું કે આરોપી સાડા ચાર વર્ષથી વધુ સમયથી જેલમાં છે. વધુમાં, ખંડપીઠે અપીલકર્તા-આરોપીઓ સામે કરાયેલા આક્ષેપોને પણ ધ્યાને લીધા હતા. જેમાં મુખ્ય આરોપીના સંપર્કમાં રહેવા અને તેને કાયદાકીય સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વધુમાં, કોર્ટે કહ્યું હતું કે તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તેની વિરુદ્ધ યુપી ગેંગસ્ટર્સ અને એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1986, હેઠળ અરજી કરવામાં આવી નથી.

    આ બાબતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેને જામીન આપ્યા, અને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પણ બાજુ પર રાખ્યો જેણે આ એપ્રિલમાં સૈયદ અલીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 2021માં સુપ્રીમ કોર્ટે આ કમલેશ તિવારી હત્યા કેસની સુનાવણી લખનૌથી પ્રયાગરાજમાં ખસેડી હતી.

    - Advertisement -

    કમલેશ તિવારીની કરાઈ હતી કરપીણ હત્યા

    નોંધનીય છે કે કમલેશ તિવારીએ વર્ષ 2015માં કથિત રીતે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી. આ પછી, તેમને ઘણા કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ મળી. એવી જાહેરાત કરવામાં આવી કે જે પણ તેમની હત્યા કરશે તેને ₹51 લાખથી લઈને ₹1.5 કરોડ સુધીનું ઈનામ મળશે. શરૂઆતમાં કમલેશ તિવારીને તેમની ટિપ્પણી માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ આનાથી કટ્ટરવાદીઓ શાંત થયા ન હતા, તેઓએ કમલેશની હત્યાનું કાવતરું કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેને 2019માં અંજામ આપવામાં આવ્યો હતો.

    ઘટનાના દિવસે, 18 ઓક્ટોબર 2019, કમલેશ તિવારી હંમેશની જેમ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવા કપડામાં બે કાવતરાખોરો હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને નેતાને મળવા આવ્યા હતા. તેઓએ સાથે વાત કરી અને ચા પીધી અને પછી મીઠાઈના બોક્સમાં છુપાવેલી રિવોલ્વર અને છરી કાઢી. તેમના પર છરી વડે 15થી વધુ વખત ઘા કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ ગોળી મારીને ભાગી ગયા હતા. કમલેશ તિવારીને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં જ્યારે આ નરાધમોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં