Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાણી પરિવારને હવે અભેદ સુરક્ષા: સુપ્રીમ કોર્ટે કહ્યું દેશ અને વિદેશ બંને...

    અંબાણી પરિવારને હવે અભેદ સુરક્ષા: સુપ્રીમ કોર્ટે કહ્યું દેશ અને વિદેશ બંને જગ્યાએ ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડો, તમામ ખર્ચ જાતે ઉપાડવા પણ કહ્યું

    મુકેશ અંબાણીને મળી રહેલી સુરક્ષામાં સિવાય પણ તેઓ પોતાની વ્યક્તિગત સુરક્ષા વ્યવસ્થા રાખે જ છે, જેમાં કેટલાક કમાન્ડો જેઓને તેમણે ઈઝરાઈલમાં ચોક્કસ પ્રકારની ટ્રેઈનીંગ અપાવી છે. આ સુરક્ષા જવાનો હથિયાર વગર સુરક્ષા આપતા હોય છે. 

    - Advertisement -

    ભારતના ઉધોગપતિ અને સૌથી ધનાઢ્ય પરિવાર માના એક એવા અંબાણી પરિવારની સુરક્ષા બાબતે સર્વોચ્ય અદાલતે એક માર્ગદર્શિકા જાહેર કરી, તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા પૂરો પાડવા માટે આદેશ આપ્યો છે. આ સુરક્ષા કવચ ફક્ત રાજ્ય પુરતું જ નહીં, વિશ્વના કોઈ પણ ખૂણે આપવા માટે કહેવાયું છે. આ સુરક્ષા માટે જે પણ ખર્ચ થશે, તે તમામ ખર્ચ અંબાણી  પરિવાર ચૂકવવાનો રહેશે. 

    મળતી માહિતી અનુસાર, ત્રિપુરાના એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અંબાણી પરિવારને અપાતી સુરક્ષા બાબતે એક જન હિતની અરજી કરી હતી. જે અંગે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, કોઈને વ્યક્તિગત સુરક્ષા આપવી તે જન હિતની બાબત નથી, ઉપરાંત અંબાણી પરિવારને અપાતી સુરક્ષાને ત્રિપુરા સાથે કઈ જ લેવા દેવા નથી. આજ અરજીને લઈને સુપ્રીમ કોર્ટે હાલમાં આ નિર્દેશ આપ્યા છે. 

    અંબાણી  પરિવારને ઈ.સ.2013માં આંતકી સંગઠન હિજ્જ્બુલ મુજૈદ્દીન તરફથી ધમકી મળી હતી, ત્યારે તત્કાલીન મનમોહન સરકારે તેમને ઝેડ કક્ષાની સુરક્ષા પૂરી પાડી હતી. જો કે આ સુરક્ષા ચોક્કસ ઘેરવા પુરતી જ સીમિત હતી. આ બાબતે ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ સુરક્ષાને ઝેડ પ્લસ કરીને વિશ્વના કોઈ પણ ખૂણે આ કવચ પૂરું પાડવામાં આવે. જો કે પહેલા જે પણ સુરક્ષા આપવામાં આવતી હતી, તેનો ખર્ચ ગૃહ મંત્રાલય કરતુ હતું , પરંતુ કોર્ટના આદેશ અનુસાર હવે આ તમામ ખર્ચ અંબાણી પરિવારે ચુકવવાનો રહેશે. તમને જણાવી દઈએ કે  ઝેડ પ્લસ સુરક્ષા પ્રધાનમંત્રીને મળતી સુરક્ષા એસપીજી પછીની બીજા નંબરની સૌથી મજબુત સુરક્ષા છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચમાં પ્રતિ વ્યક્તિ મહીને રુપયા 50 લાખ સુધીનો ખર્ચ આવતો હોય છે. 

    - Advertisement -

    મહારષ્ટ્રમાં જયારે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી, ત્યારે અંબાણી પરિવારના ઘર આગળ એક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી હતી. બાદમાં જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ તપાસ કરી ત્યારે તેમાં સચિન વાઝેનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. જે પૂર્વ પોલીસ અધિકારી અને શિવસેનાની નજીકનો વ્યક્તિ હોવાનું મનાય છે. હાલમાં સચિન વાઝે વિવિધ કેસમાં જેલમાં છે. હાલની જ વાત કરવામાં આવે તો ગઈ કાલે (28 ફેબ્રુઆરી -2023)જ નાગપુર પોલીસ પર અનામી કોલ આવ્યો હતો, જેમાં ભારતના કેટલાક લોકો આંતકીઓના ટાર્ગેટ પર છે જેમાં પણ મુકેશ અંબાણીનું નામ હતું. આમ અંબાણી પરિવારની સુરક્ષા બાબતે ગૃહ મંત્રાલય સતર્ક રહે તે જરૂરી છે. 

    તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને મળી રહેલી સુરક્ષામાં સિવાય પણ તેઓ પોતાની વ્યક્તિગત સુરક્ષા વ્યવસ્થા રાખે જ છે, જેમાં કેટલાક કમાન્ડો જેઓને તેમણે ઈઝરાઈલમાં ચોક્કસ પ્રકારની ટ્રેઈનીંગ અપાવી છે. આ સુરક્ષા જવાનો હથિયાર વગર સુરક્ષા આપતા હોય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં