Monday, September 9, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘હું ભાગ્યશાળી છું, મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ…’: અયોધ્યા પહોંચ્યા સુપરસ્ટાર રજનીકાંત,...

    ‘હું ભાગ્યશાળી છું, મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ…’: અયોધ્યા પહોંચ્યા સુપરસ્ટાર રજનીકાંત, હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા

    એક વિડીયો સામે આવ્યો છે જેમાં રજનીકાંત હનુમાનગઢી મંદિરમાં દર્શન કરતા જોવા મળે છે. અહીં પૂજારી તેમને હાર પહેરાવે છે અને કપાળ પર તિલક પણ કરે છે.

    - Advertisement -

    ફિલ્મ અભિનેતા રજનીકાંત ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ‘જેલર’ પણ ખૂબ ચર્ચામાં છે. શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ આજે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા, અહીં તેમણે સુપ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે દર્શન કર્યાં હતાં.

    એક વિડીયો સામે આવ્યો છે જેમાં રજનીકાંત હનુમાનગઢી મંદિરમાં દર્શન કરતા જોવા મળે છે. અહીં પૂજારી તેમને હાર પહેરાવે છે અને કપાળ પર તિલક પણ કરે છે. ભગવાનના દર્શન બાદ રજનીકાંતે કહ્યું કે, “હું બહુ ભાગ્યશાળી છું. વર્ષોથી અહીં આવવાની ઈચ્છા હતી, એ આજે પૂરી થઇ.” આ ઉપરાંત, તેમણે નિર્માણાધીન રામમંદિર વિશે પણ જવાબ આપ્યો અને કહ્યું કે, બન્યા બાદ તે ભવ્ય લાગશે.

    રજનીકાંતની મુલાકાતને લઈને મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, અમે બહુ ખુશ છીએ કે રજનીકાંત અયોધ્યા આવ્યા છે. આનાથી ઉત્તર અને દક્ષિણ સંબંધો મજબૂત બનશે. તેઓ રામલલાના પણ દર્શન કરશે અને તેમને તિલક-ચંદન પણ ભેટ કરવામાં આવશે. તેઓ ભગવાનના દર્શન તો કરશે પણ સાથે દેશમાં એ સંદેશ પણ જશે કે એક મોટી હસ્તીએ દર્શન કર્યા છે. તેમની મુલાકાતને લઈને ખૂબ પ્રસન્નતા છે. તેઓ આવી રહ્યા છે તેનો આનંદ છે.

    - Advertisement -

    રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત કરી હતી

    અભિનેતા રજનીકાંતે શનિવારે ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. વીડિયોમાં સીએમ યોગી તેમના આવાસના દ્વાર પર ઉભેલા જોવા મળે છે. તે સમયે રજનીકાંત કારમાંથી ઉતરી મુખ્યમંત્રીનું હાથ જોડી અભિવાદન કરે છે. ત્યારબાદ તેઓ આગળ વધીને યોગી CM આદિત્યનાથના ચરણસ્પર્શ કરે છે. સીએમ તેમને બુકે આપીને સ્વાગત કરે છે. જોકે, રજનીકાંતનું સીએમ યોગીને ચરણસ્પર્શ કરવું સોશિયલ મીડિયા પર અમુક વામપંથી યુઝરોને માફક નહીં આવ્યું અને તેમણે ટિપ્પણીઓ કરવાની શરૂ કરી હતી. જોકે, બહુમતી લોકોએ રજનીકાંતના આ પગલાંને આવકાર્યું પણ હતું.

    રજનીકાંતની ફિલ્મ જેલરની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 10 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થઇ હતી અને 10 જ દિવસમાં તેણે 500 કરોડની કમાણી કરી લીધી છે. હજુ ફિલ્મ 200 કરોડનો કારોબાર કરી શકે તેવી શક્યતા છે. ફિલ્મમાં રજનીકાંતે ‘જેલર ટાઇગર’ની ભૂમિકા નિભાવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં