Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા સુપરસ્ટાર રજનીકાંત, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા:...

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા સુપરસ્ટાર રજનીકાંત, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા: સોશિયલ મીડિયા પર વામપંથી યુઝરોએ રડારોળ મચાવી 

    વીડિયોમાં જોવા મળે છે કે, રજનીકાંત કારમાંથી ઉતરે છે અને આવાસના દ્વાર પર ઉભેલા સીએમનું હાથ જોડીને અભિવાદન કરે છે. ત્યારબાદ તેઓ આગળ વધીને યોગી CM આદિત્યનાથના ચરણસ્પર્શ કરે છે.

    - Advertisement -

    સુપરસ્ટાર રજનીકાંત હમણાં ફરી ચર્ચામાં છે. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ‘જેલર’ સફળ થઇ છે અને બોક્સઑફિસ પર તગડી કમાણી કરી રહી છે. દરમ્યાન તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરવા પહોંચ્યા હતા. 

    શનિવારે (19 ઓગસ્ટ, 2023) રજનીકાંત ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા, અહીં પાટનગર લખનૌમાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. આ દરમિયાન રજનીકાંતે યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કર્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

    વીડિયોમાં જોવા મળે છે કે, રજનીકાંત કારમાંથી ઉતરે છે અને આવાસના દ્વાર પર ઉભેલા સીએમનું હાથ જોડીને અભિવાદન કરે છે. ત્યારબાદ તેઓ આગળ વધીને યોગી CM આદિત્યનાથના ચરણસ્પર્શ કરે છે. સીએમ તેમને બુકે આપીને સ્વાગત કરે છે. 

    - Advertisement -

    એક તરફ રજનીકાંતનો આ વિડીયો ફરતો થયો ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર વામપંથી યુઝરોને માઠું લાગી આવ્યું હતું. તેમણે એક પછી એક ટ્વિટ કરીને નારાજગી દર્શાવવાનું શરૂ કર્યું તો કેટલાકે આમ કરવા બદલ રજનીકાંત વિશે ટિપ્પણીઓ પણ કરી. 

    એક યુઝરે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે શું ખરેખર રજનીકાંતે સીએમ યોગીના ચરણસ્પર્શ કર્યા? આ સાથે તમિલનાડુના આત્મસન્માનને પણ જોડવામાં આવ્યું.

    અન્ય એકે આને સૌથી ‘હૃદયદ્રાવક’ ઘટના ગણાવી. 

    એક વ્યક્તિએ આને ધૃણાસ્પદ ગણાવ્યું અને કહ્યું કે, રજનીકાંતે ફરી વખત આવું ન કરવું જોઈએ. 

    રોશન રાઈ નામના યુઝરે લખ્યું કે, રજનીકાંત યોગી કરતાં મોટા છે અને તેમણે તેમના ચરણસ્પર્શ ન કરવા જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, સુપરસ્ટાર એક રાજકારણીને પગે કેમ લાગી રહ્યા છે? રજનીકાંતે આજે બધું સન્માન ગુમાવી દીધું. 

    ‘હ્યુમન’ આઈડી ધરાવતા એકે રજનીકાંત વિશે ટિપ્પણી કરી અને કહ્યું કે હવે તેઓ મજાક બનીને રહી ગયા છે, કારણ કે તેમણે એક રાજકારણીના ચરણસ્પર્શ કર્યા. 

    જોકે, આ સિવાય ઘણા સામાન્ય યુઝરોએ રજનીકાંતના આ જેસ્ચરને બિરદાવ્યું હતું અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સન્માન આપવા બદલ તેમની પ્રશંસા પણ કરી. ઉલ્લેખનીય છે કે સીએમ યોગી ગોરકક્ષનાથ પીઠના પીઠાધીશ્વર પણ છે.

    રજનીકાંતની ફિલ્મ જેલરની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 10 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થઇ હતી અને 10 જ દિવસમાં તેણે 500 કરોડની કમાણી કરી લીધી છે. હજુ ફિલ્મ 200 કરોડનો કારોબાર કરી શકે તેવી શક્યતા છે. ફિલ્મમાં રજનીકાંતે ‘જેલર ટાઇગર’ની ભૂમિકા નિભાવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં