અભિનેત્રી સની લિયોની (Sunny Leone) છત્તીસગઢ (Chhattisgarh) સરકારની મહતારી વંદન યોજનાઆ ((Mahtari vandana Yojana) દ્વારા દર મહિને ₹1000 લઈ રહી હતી! મીડિયામાં આ સમાચાર સામે આવ્યા બાદ ખુદ રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી હતી. મહત્વનું તો એ છે કે, સની લિયોનીના આવેદનમાં પતિના નામની કૉલમની અંદર જૉની સિન્સ (Johnny Sins)લખેલું જોવા મળ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાને લઈને કડક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ આખો ખેલ સામે આવ્યો હતો અને જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના છત્તીસગઢ રાજ્યની છે. છત્તીસગઢ રાજ્યમાં વિવાહિત મહિલાઓને આર્થિક સહાય આપવા માટે રાજ્ય સરકાર મહતારી વંદન યોજના ચલાવી રહી છે. પરંતુ, સરકાર હેરાન ત્યારે થઈ, જયારે લાભાર્થી મહિલાઓની લિસ્ટમાં સની લિયોનીનું નામ પણ સામે આવ્યું. મીડિયામાં પણ સમાચાર વહેતા થઈ ગયા કે, સની લિયોની છત્તીસગઢ સરકારની યોજનાનો લાભ લઈને દર મહિને ₹1000 મહિને મેળવી રહી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગે કરી તપાસ
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ બેસાડી દીધી હતી. બસ્તર કલેકટર હરિસ એસએ મહતારી વંદન યોજનામાં ગામ તાલુરમાં થયેલી સંબંધિત અનિયમિતતાની તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓએ તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, રાજ્યના જ એક શખ્સે સની લિયોનીનું ખોટું એકાઉન્ટ બનાવીને આ યોજનાનો લાભ લીધો હતો. જે બાદ વહીવહીતંત્રએ એકાઉન્ટ સીઝ કરીને વસૂલીની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને જવાબદાર શખ્સ વિરુદ્ધ FIR પણ નોંધી હતી.
Fraudster opens online account in Sunny Leone’s name, gets Rs 1,000 monthly under govt scheme@sumi_rajappan with more details #Chhattisgarh #SunnyLeone (@poojshali) pic.twitter.com/ZPKgDK15L4
— IndiaToday (@IndiaToday) December 23, 2024
મહિલા અને બાળ વિકાસ અધિકારીએ રવિવારે (22 ડિસેમ્બર) આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. બસ્તર જિલ્લાના યોજના અધિકારીએ જણાવ્યું હતું કે, મીડિયામાં ચાલી રહેલા સમાચાર બાદ એક ફરિયાદ મળી હતી. જે બાદ આ દિશામાં તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, ગામ તાલુરની આંગણવાડી વર્કર વેદમતી જોશીની આઈડી પરથી આ એકાઉન્ટ રજિસ્ટર્ડ થયું છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, વીરેન્દ્ર જોશી નામના એક વ્યક્તિએ જાળ રચીને ગેરકાયદેસર યોજનાનો લાભ પોતે મેળવ્યો હતો. આ મામલે છેતરપિંડીના આરોપસર FIR નોંધવામાં આવી છે. તે બેંક એકાઉન્ટને સીઝ કરીને વસૂલીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.