દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે, પણ તેમનાં ધર્મપત્ની સુનીતા કેજરીવાલ તેમના વતી પ્રચાર કરી રહ્યાં છે. ગુરુવારે (2 મે) તેઓ ગુજરાત પહોંચ્યાં હતાં, જ્યાં ભાવનગર અને ભરૂચ બેઠકો પર રોડ શો કર્યા. આ બંને બેઠકો પર INDI ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડી રહી છે.
આ સભામાં ભાગ લેવા માટે પોતાને આમ આદમી કહેતા કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ હેલિકૉપ્ટર મારફતે આવ્યાં હતાં. જેનો વિડીયો સ્વયં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ શૅર કર્યો હતો. જોકે, પછીથી શું થયું તે તેમણે વિડીયો હટાવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે વાયરલ થઈ ગયો. હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ‘આમ આદમી’ને હેલિકૉપ્ટરની શું જરૂર છે?
What made @isudan_gadhvi to delete this video ?
— Lala (@Lala_The_Don) May 2, 2024
Look likes got order to delete it as it was exposing Wagon R-Aam Aadmi narrative? https://t.co/IGTtInZMFu pic.twitter.com/sUZER8PD2E
ટ્વિટર પર એક યુઝરે એક સ્ક્રીનશૉટ શૅર કર્યો છે, જેમાં ઈસુદાન ગઢવીની પોસ્ટ જોવા મળે છે અને નીચે લખવામાં આવ્યું છે કે જે-તે પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે. આ પોસ્ટમાં ઈસુદાને લખ્યું હતું- ‘લડીશું, જીતીશું. શ્રીમતી સુનીતા કેજરીવાલ અને સંદીપ પાઠકનું ભાવનગર આગમન દરમિયાન સ્વાગત કર્યું.’ આ પોસ્ટ 2 મે, 2024ના રોજ સાંજે 5:37 કલાકે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Distance between a Wagon R & helicopter is Liquor scam. pic.twitter.com/zJhROAwNes
— 𝐒𝐮𝐝𝐡𝐢𝐫 भारतीय 🇮🇳 (@seriousfunnyguy) May 2, 2024
યુઝરે આ સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું કે, ઈસુદાન ગઢવીએ આ વિડીયો ડિલીટ કેમ કરવો પડ્યો? લાગે છે કે તેમને ઉપરથી આદેશ આવ્યો હશે, કારણ કે આ વિડીયો વેગન-આર આમ આદમીના નેરેટિવને માફક આવતો નથી.’ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે પોતે આમ આદમી હોવાની વાતો ચલાવી હતી અને મોટાં-વૈભવી વાહનોના સ્થાને પોતાની જૂની વેગન-આર કારનો જ ઉપયોગ કરતા હતા. જોકે, હવે તેઓ વેગન-આર વાપરતા નથી અને પત્ની પણ હવે હેલિકૉપ્ટર અને મોટી કારમાં ફરતાં થઈ ગયાં છે.
હાલ લોકો ચર્ચા કરી રહ્યા છે કે ઈસુદાન ગઢવીએ આખરે વિડીયો કેમ હટાવી દીધો. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલે છે કે જે કેજરીવાલ આમ આદમી હોવાની વાત કરતા હતા તેમનાં પત્ની હવે હેલિકૉપ્ટરમાં ફરીને રેલીઓ કરી રહ્યાં છે.
Those who used to travel in WagonR are flying in helicopter.
— Varun Kumar Rana (@VarunKrRana) May 2, 2024
Aur kitne acche din chahiye? https://t.co/UGZ75rZVTN
સુનીતા કેજરીવાલ ગુરુવારે (2 મે) ગુજરાત આવ્યાં હતાં, જ્યાં તેમણે ભાવનગર અને ભરૂચમાં બે રોડ શો યોજ્યા હતા. આ બંને બેઠકો પર આમ આદમી પાર્ટી લડી રહી છે. ભાવનગરથી ઉમેશ મકવાણા અને ભરૂચથી ચૈતર વસાવા લડી રહ્યા છે. બંને હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે.