Sunday, September 8, 2024
More
    હોમપેજદેશસુનિતા કેજરીવાલે કોર્ટની કાર્યવાહીનો વિડીયો કર્યો હતો રીપોસ્ટ, હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટનો...

    સુનિતા કેજરીવાલે કોર્ટની કાર્યવાહીનો વિડીયો કર્યો હતો રીપોસ્ટ, હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટનો આદેશ: સોશિયલ મીડિયા કંપનીઓને પણ નોટિસ

    જસ્ટિસ નીના બંસલ ક્રિષ્ના અને અમિત શર્માની ખંડપીઠે સોશિયલ મીડિયા કંપનીઓને પણ આદેશ આપ્યા છે કે તેમના ધ્યાનમાં આ પ્રકારનું કન્ટેન્ટ આવે તો તાત્કાલિક તેને હરાવી દેવામાં આવે.

    - Advertisement -

    શનિવારે (15 જૂન) દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલને કોર્ટની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ આપ્યો હતો. આ વિડીયો એ સમયે શૂટ કરવામાં આવ્યો હતો જ્યારે એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ બાદ રિમાન્ડની સુનાવણી વખતે અરવિંદ કેજરીવાલ કોર્ટને સંબોધી રહ્યા હતા. જે કોર્ટ કાર્યવાહીનો વિડીયો પછીથી ફરતો થઈ ગયો હતો, જેને લઈને સુનિતા કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    જસ્ટિસ નીના બંસલ ક્રિષ્ના અને અમિત શર્માની ખંડપીઠે સોશિયલ મીડિયા કંપનીઓને પણ આદેશ આપ્યા છે કે તેમના ધ્યાનમાં આ પ્રકારનું કન્ટેન્ટ આવે તો તાત્કાલિક તેને હરાવી દેવામાં આવે. આ સિવાય, સુનિતા કેજરીવાલ, સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય હેન્ડલોને પણ કોર્ટે નોટિસ પાઠવી છે. 

    કોર્ટ એક વૈભવ સિંઘ નામના એડવોકેટની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સુનિતા કેજરીવાલ અને અન્ય અમુક હૅન્ડલો સામે કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ વાયરલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે નોટિસ પાઠવીને આગામી સુનાવણીની તારીખ 9 જુલાઈ નક્કી કરી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 21 માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમને દિલ્હીની રૉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં રિમાન્ડ મંજૂર થયા બાદ 28 માર્ચના રોજ ફરી હાજરી હતી. અહીં તેમણે કોર્ટને વિનંતી કરીને અમુક વાતો કહેવાની પરવાનગી માંગી હતી. ત્યારબાદ તેમણે કોર્ટને સંબોધીને અમુક વાતો કહી હતી અને ભાજપ અને ED પર આરોપ લગાવ્યા હતા. જેની તે સમયે ચર્ચા પણ ખૂબ થઈ હતી. 

    વૈભવ સિંઘે અરજીમાં દલીલો રજૂ કરતાં કહ્યું કે, 28 માર્ચના રોજ કેજરીવાલે કોર્ટને સંબોધ્યાં બાદ આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે જોડાયેલાં સોશિયલ મીડિયા હૅન્ડલોએ કોર્ટ કાર્યવાહીના ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં હતાં. સુનિતા કેજરીવાલ પર આરોપ છે કે તેમણે અક્ષય નામના એક વ્યક્તિએ પોસ્ટ કરેલા આ વિડીયોને રીપોસ્ટ કર્યો હતો.

    કોર્ટને જણાવવામાં આવ્યું કે, ‘હાઇકોર્ટ ઑફ દિલ્હી રૂલ્સ ફોર વિડીયો કોન્ફરન્સિંગ ઑફ કોર્ટ્સ 2021’ના નિયમો હેઠળ આ પ્રકારે કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવું એ પ્રતિબંધિત છે અને આ પ્રકારના વિડીયો વાયરલ કરીને ન્યાયતંત્ર અને ન્યાયાધીશની છબી ખરડવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારના વિડીયો પોસ્ટ કરવા એ કેજરીવાલ અને AAP દ્વારા રચિત ષડ્યંત્રનો એક ભાગ જ હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં