Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘15 કિલો ઘી’ કોડવર્ડથી TRS ઓફિસમાં 15 કરોડ પહોંચાડવા કહ્યું હતું: ઠગ...

    ‘15 કિલો ઘી’ કોડવર્ડથી TRS ઓફિસમાં 15 કરોડ પહોંચાડવા કહ્યું હતું: ઠગ સુકેશનો અરવિંદ કેજરીવાલ પર નવો આરોપ, કહ્યું- નાર્કો, પોલિગ્રાફ ટેસ્ટ કરાવવા તૈયાર

    સુકેશનો દાવો છે કે આ નિર્દેશ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન જેવા આમ આદમી પાર્ટીના નેતાઓએ આપ્યો હતો.

    - Advertisement -

    ઠગ સુકેશ ચંદ્રશેખર જેલમાં બેઠાંબેઠાં એક પછી એક ધડાકા કરી રહ્યો છે. સુકેશ ઘણી વાર આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર પર ગંભીર આરોપ લગાવી ચૂક્યો છે. આ વખતે તેના નિશાના પર ફરી સીએમ અરવિંદ કેજરીવાલ છે. સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ પર આરોપ મૂક્યો છે કે સીએમનું સાઉથ ગ્રુપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉ TRS) પાર્ટી સાથે કનેક્શન છે અને તેમના તરફથી જ TRS કાર્યાલય ખાતે 15 કરોડ રૂપિયા પહોંચાડવાની વાત થઈ હતી.

    સુકેશ ચંદ્રશેખર હાલ ભ્રષ્ટાચારોના આરોપોનો સામનો કરી રહ્યો છે તેમજ તેના પર મની લોન્ડરિંગનો કેસ પણ છે. સુકેશે એક ચિઠ્ઠીમાં દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સાથે તેની ચૅટિંગ થઈ હતી. આ ચૅટના આધારે સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ પર એવો આરોપ મૂક્યો હતો કે તેમણે ટીઆરએસ કાર્યાલયમાં 15 કરોડ રૂપિયા પહોંચાડવાની વાત કરી હતી. ચિઠ્ઠીમાં સુકેશે લખ્યું છે કે મારી પાસે જે ચૅટ છે, તેમાં 15 કરોડ રૂપિયા પહોંચાડવાનો આપનો આદેશ અને તેનો સ્વીકાર કરનારા ટીઆરએસના નેતાનું નિવેદન સામેલ છે.

    સુકેશે એવું પણ લખ્યું હતું કે, “આ ચૅટ આપ (કેજરીવાલ)નું સાઉથ ગ્રુપ સાથે કનેક્શન પણ સ્પષ્ટ કરે છે. ચૅટમાં 15 કરોડ રૂપિયાને બદલે ‘15 કિલો ઘી’નો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈને ખ્યાલ ન આવે એટલે કોડવર્ડમાં વાત કરવામાં આવી છે.” સુકેશનો દાવો છે કે આ નિર્દેશ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન જેવા આમ આદમી પાર્ટીના નેતાઓએ આપ્યો હતો.

    - Advertisement -

    સુકેશ ચંદ્રશેખરે ત્યાં સુધી કહી દીધું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી ટીઆરએસ અને તેના નેતાઓના સંપર્કમાં છે. ઘણી બધી વખત નાણાંકીય લેવડદેવડ પણ કરવામાં આવી છે. ચિઠ્ઠીમાં આખરે સુકેશે લખ્યું કે, આમ આદમી પાર્ટી હટાવો, કેજરીવાલને ભગાવો, દિલ્હી અને દેશને કેજરીવાલના કરપ્શન અને ડ્રામાથી બચાવો.

    સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ પર અગાઉ પણ આરોપ મૂક્યા હતા

    આ પહેલી વખત નથી જ્યારે સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીને લઈને ચિઠ્ઠીમાં ધડાકો કર્યો હોય. સુકેશ ચંદ્રશેખરે 10 માર્ચે પટિયાલા કોર્ટથી નીકળ્યા બાદ એક મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે હવે ધરપકડનો વારો કેજરીવાલનો છે. તેમણે જે કર્યું છે એનો પર્દાફાશ હું કરીને રહીશ.

    આટલું જ નહીં, એ પહેલાં સુકેશે 5 પાનાંનો પત્ર લખીને સીએમ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર ગંભીર આરોપ મૂક્યા હતા. સુકેશે આમ આદમી પાર્ટીને મહાઠગ કહી હતી અને પાર્ટીને ધમકી આપી હતી કે હું તમારા ઉલટા સીધા કારનામાંનો ખુલાસો કરવા આવી રહ્યો છું.

    સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તેની પાસે અરવિંદ કેજરીવાલ સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ ચૅટના 700 પાનાં છે. આરોપોનો ઉલ્લેખ કરીને સુકેશે એવું પણ જણાવ્યું હતું કે તે આ મામલે નાર્કો, પોલીગ્રાફ કે અન્ય કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં