Sunday, May 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામચરિતમાનસનું અપમાન કરનાર સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા કરવી સમાજવાદી પાર્ટીની બે મહિલા...

    રામચરિતમાનસનું અપમાન કરનાર સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા કરવી સમાજવાદી પાર્ટીની બે મહિલા નેતાઓને ભારે પડ્યું; પાર્ટીએ પક્ષમાંથી કાઢી મૂક્યાં

    સ્વામી પ્રસાદ મૌર્યે થોડાં દિવસો અગાઉ તુલસીદાસ કૃત રામચરિતમાનસ અંગે અઘટિત ટીપ્પણીઓ કરી હતી અને ત્યારબાદ સમાજવાદી પાર્ટીનાં ઘણાં નેતાઓ તેમનાં સમર્થનમાં પણ આવ્યાં હતાં અને માનસની પ્રતો પણ સળગાવી હતી.

    - Advertisement -

    રામચરિતમાનસનું અપમાન કરનાર સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા કરવી સમાજવાદી પાર્ટીની બે મહિલા નેતાઓ રીચા સિંઘ અને રોલી તિવારીને ભારે પડ્યું છે. ગઈકાલે સમાજવાદી પાર્ટીએ આ બંને નેત્રીઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ બંને નેતાઓએ પોતાનાં નિષ્કાસન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને મૌર્ય પર વધુ તીખો શાબ્દિક હુમલો કર્યો છે.

    અત્રે એ નોંધનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્યે થોડાં દિવસો અગાઉ તુલસીદાસ કૃત રામચરિતમાનસ અંગે અઘટિત ટીપ્પણીઓ કરી હતી અને ત્યારબાદ સમાજવાદી પાર્ટીનાં ઘણાં નેતાઓ તેમનાં સમર્થનમાં પણ આવ્યાં હતાં અને માનસની પ્રતો પણ સળગાવી હતી.

    રીચા સિંઘ અલ્હાબાદ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘનાં પૂર્વ અધ્યક્ષ છે અને તેમણે ટ્વીટર પર સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા કરતાં કહ્યું હતું કે જે રામચરિતમાનસની જે પંક્તિઓને લઈને તમને આપત્તિ છે તેને તમે આમ જુઓ તો સાચી રીતે સમજી નથી. ત્યારબાદ પણ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્ય છદ્મ સમાજવાદી છે અને તેમણે લોહિયાના સમાજવાદને વાંચવો જોઈએ અને સમાજવાદ તેમજ શ્રીરામમાં રહેલાં સામંજસ્યને સમજવું જોઈએ.

    - Advertisement -

    રોલી તિવારી સમાજવાદી પક્ષનાં પ્રવક્તા રહી ચુક્યા છે અને તેમણે પણ સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા રામચરિતમાનસનું સતત અપમાન કરવા બદલ તેમની આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી. એક ટ્વીટમાં તો તેમણે ઈશારો સુદ્ધાં કરી દીધો હતો કે ભલે તેમને પાર્ટી સસ્પેન્ડ કરી દે પરંતુ તેઓ ધર્મનું અપમાન સહન નહીં કરે. રોલી તિવારીએ સમાજવાદી પક્ષના સિનીયર નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ આરોપ મુક્યો હતો કે તેઓ રામચરિતમાનસનું અપમાન કરનાર સ્વામી પ્રસાદ મૌર્યને સાથ આપી રહ્યાં છે.

    જે રીતે સ્વામી પ્રસાદ મૌર્યને ઠપકો આપવાને બદલે રીચા સિંઘ અને રોલી તિવારીને હિંદુ ધર્મની આસ્થા એવા રામચરિતમાનસનું અપમાનનો વિરોધ કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તેનાં પરથી તો રોલી તિવારીનો આરોપ સાચો સાબિત થઇ રહ્યો છે.

    પોતાનાં સસ્પેન્શન બાદ રીચા સિઘે ટ્વીટ કરી હતી અને જણાવ્યું હતું કે, “સમાજવાદનું તાત્પર્ય એવું છે કે તે કોઈની પણ સાથે જાતિ, ધર્મ અને લિંગના આધારે ભેદભાવ નથી કરતો પરંતુ આજે જે રીતે મારી સાથે જાતિ અને લિંગના આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે, સમાજવાદી પાર્ટીએ લોહિયાજીનાં સમાજવાદનું ગળું દબાવી દીધું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં